WhatsApp પર આ ટ્રીક અજમાવો અને મોડા સુધી જાગ્યા વગર જ આ રીતે કરો તમારા ફેમિલિ-ફ્રેન્ડ્સને Birthday વિશ
વ્હોટ્સએપની એપ્લિકેશન આજે લગભગ દુનિયાના મોટા ભાગન લોકો માટે એક જરૂરી કોમ્યુનિકેશન એપ્લિકેશન બની ગઈ છે. આજે લોકો સતત આ એપ પર મેસેજની આપ લે કરતા હોય છે, વિદેશોમાં રહીને પણ લોકો વિડિયો કોલ્સ તેમજ વોઇસ કોલ્સની મદદથી એકબીજાના સંપર્કમાં રહી શકે છે. આ ઉપરાંત તમને વ્હોટ્સએપ વ્યવસાયિક રીતે પણ તેટલું જ ઉપયોગમાં આવે છે. ટુંકમાં વ્હોટ્સએપે
દુનિયાના છેડામાં રહેતા લોકોને એકબીજાથી નજીક લાવી દીધા છે.

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપ કંઈ એમજ લોકપ્રિય નતી બની. આ એપ્લિકેશન પોતાના યુઝર્સની દરેક જરુરિયાતનો ખ્યાલ રાખે છે. વ્હોટ્સએપ પર આપણે લોકોને વાર તહેવારે શુભેચ્છાઓ પાઠવતા હોઈએ છીએ. તહેવારો દરમિયાન તો વ્હોટ્સએપનું આખું ચેટ બોક્ષ શુભેચ્છાઓથી જાણે ઉભરાઈ જાય છે. હંમેશા આપણે આપણા મિત્રો, કે પછી નજીકના સંબંધીઓને બર્થડે વિસ કરવા માટે રાત્રે 12 વાગ્યા સુધી જાગતા રહીએ છીએ.

પણ આજે અમે તમને એક એવી ટ્રિક બતાવવા જઈ રહ્યા છીએ જેને જાણ્યા બાદ તમારે બર્થડે વિશ મોકલવા માટે રાત્રે મોડે સુધી જાગવું નહીં પડે. તો ચાલો જાણીએ આ ટ્રિક વિષે. વાસ્તવમાં તમે વ્હોટ્સએપમાં મેસેજ શેડ્યૂલ કરી શકો છો. જો તમે કોઈને 12 વાગ્યે જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા માગતા હોવ કે પછી કોઈને જરૂરી મેસેજ કોઈ ચોક્કસ સમયે કરવા માગતા હોવ
વ્હોટ્સએપ પર આ રીતે શેડ્યૂલ કરો મેસેજ

વ્હોટ્સએપ પર મેસેજ શેડ્યૂલ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમારે SKEDit નામની થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યાર બાદ તમારે આ એપ્લિકેશન ઓપન કરવાની છે અને તેમાં સાઇન અપ કરવાનું રહેશે.

હવે Login કર્યા બાદ તમારે મેનુંમાં આપવામાં આવેલા વ્હોટ્સએપના વિકલ્પ પર ટેપ કરવાનું છે. ત્યાર બાદ તમારી પાસે કેટલીક પરમિશન માંગવામાં આવશે. હવે તમારે એનેબલ એક્સેસીબિલિટિ પર ક્લિક કરવું અને ત્યાર બાદ યુઝ સર્વીસ પર ટેપ કરવાનું છે.

હવે તમે જેવી રીતે વ્હોટ્સએપ ચેટ પર મેસેજ શેડ્યૂલ કરવા માગો છો તે કોન્ટેક્ટનું નામ નાખો અને પછી મેસેજ ટાઇપ કરીને ડેટ તેમજ ટાઇમ સેટ કરો. આટલું કર્યા બાદ સેટ કરવામાં આવેલી તારીખ અને સમય પર તે વ્યક્તિને તમારો મેસેજ સેન્ડ થઈ જશે. આ ટ્રીક તમને માત્ર બર્થડે વિશ કરવામાં જ ઉપયોગમાં નહીં આવે પણ જો તમે વ્હોટ્સએપનો ઉપયોગ પ્રોફેશનલી પણ કરતા હોવ તો તેમાં પણ તમે
તમારા વ્યવહારો વિષેના મેસેજને આરીતે શેડ્યુલ કરી શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "WhatsApp પર આ ટ્રીક અજમાવો અને મોડા સુધી જાગ્યા વગર જ આ રીતે કરો તમારા ફેમિલિ-ફ્રેન્ડ્સને Birthday વિશ"
ટિપ્પણી પોસ્ટ કરો