જલદી જાણી લો આ ટબ વિશે, જેમાં એક વાર ડૂબકી માર્યા પછી ગાયબ થઇ જાય છે બધી જ બીમારીઓ, જાણો શું આમાં ખાસ
યુકે સ્થિત એક કંપનીએ તેના ગ્રાહકો માટે ક્રિસમસ ઉપર એક સરપ્રાઈઝ પ્લાન બનાવ્યો છે. કંપનીએ દારૂથી ભરેલ વિશ્વનું પ્રથમ બાથ ટબ બનાવ્યું છે. અહીં 37 ડિગ્રી સુધી દારૂને ગરમ કરવામાં આવે છે.

કંપનીનું કહેવું છે કે દારૂથી ભરેલા બાથટબમાં થોડી વાર રહેવાથી ઘણા રોગો મટી જાય છે. બાથટબમાં 750 થી 1000 લિટર વાઇન રેડવામાં આવે છે અને 37 ડિગ્રી સુધી ગરમ કરવામાં આવે છે. કંપનીના જણાવ્યા મુજબ, નાતાલના પ્રસંગે લોકોને એક અલગ અનુભવ આપવા માટે આ આયોજન કરવામાં આવી રહ્યું છે.
૨૫મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે

વિશ્વના મહાન ધર્મોમાં ખ્રિસ્તી ધર્મનું એક આગવું સ્થાન છે. આ ધર્મના સ્થાપક ઈશુ ખ્રિસ્તના જન્મના સંદર્ભમાં ૨૫મી ડિસેમ્બરે સમગ્ર વિશ્વમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

સામાન્ય રીતે નાતાલ પર્વની ઉજવણી લોકો આનંદ પ્રમોદ કરી, ભાવતા ભોજનની ફિસ્ટ કરી, ગાયન વાદન સાથે ડાંસ કરી, આતશબાજી કરી, ઘર તેમજ દેવળને રોશનીથી શણગારી, કેટલીક જગ્યાએ દારૂની મહેફિલ કરી ઉજવે છે. આ દારૂની મહેફિલમાં હવે એક નવો ટ્વીસ્ટ આવ્યો છે. યુકેની એક કંપનીએ એક નવી શરૂઆત કરી છે. જેની ચર્ચા હાલમાં ચારે કોર થઈ રહી છે.
વાઇનમાં નહાવાથી નકલ્સ ખુલી જશે

કંપની દ્વારા એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વાઇનમાં નહાવાથી નકલ્સ ખુલી જશે, જેના કારણે શરીરમાંથી ઝેરી તત્વો બહાર નિકળી જશે અને ગરમ વાઇનથી શરીરમાં ટેનીનનું પ્રમાણ વધશે. ટેનીન એ એન્ટિ-બેક્ટેરિયલ પદાર્થનો એક પ્રકાર છે જે વાયરસ અને ફૂગ સામે લડે છે. આ ઉપરાંત તે લોહીનો પ્રવાહ પણ વધારે છે. તે હૃદયને મજબૂત પણ કરે છે.
વાઇન બાથટબ એન્ટી બેક્ટેરિયલ

કંપનીએ કહ્યું- વાઇન બાથટબ એન્ટી બેક્ટેરિયલ છે, ઉપરાંત તે એન્ટી ઓક્સિડાઇઝિંગ, સ્ટ્રેસ રિડ્યૂસિંગ સ્કિન સોફ્ટનિંગ અને એન્ટી ઈફ્લોમેટરી ગુણોમાં પણ ફાળો આપે છે. આ તમને બિલકુલ એવો અનુભવ કરાવશે જેવો તમને વાઇન પીતા સમયે થાય છે. આ સ્પા સાથે તમને 45 મિનિટનો મસાજ પણ મળશે.
કોમ્પ્લીમેન્ટ્રી વાઇન પણ આપવામાં આવશે

જે પણ મહેમાન ફેસ્ટીવ સ્પા પેકેજ બુક કરાવશે તેમને કોમ્પ્લીમેન્ટ્રી વાઇન પણ આપવામાં આવશે. આ સ્પા સેવાની શરૂઆત 60 યુરો એટલે કે રૂ .5,300 થી શરૂ થશે. સ્પાઇકર્સના સીઈઓએ જણાવ્યું હતું કે ક્રિસમસ આવે છે, તેથી અમે યુકેના લોકો માટે આ નવી પ્રકારની સ્પા સેવા શરૂ કરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જલદી જાણી લો આ ટબ વિશે, જેમાં એક વાર ડૂબકી માર્યા પછી ગાયબ થઇ જાય છે બધી જ બીમારીઓ, જાણો શું આમાં ખાસ"
ટિપ્પણી પોસ્ટ કરો