મોદી સરકારના આ નિર્ણયથી યુવાનો કૂદકા મારવા લાગશે, બધા જ ગામ સુધી Wi-Fi માટે સ્કીમ કરી લોંચ

કેન્દ્ર સરકારે એક એવી જાહેરાત કરી છે કે જેને સાંભળીને યુવાનો કુદકા મારવા લાગ્યા છે. યુવાનો જ નહીં પણ આમ તો દરેક લોકો હરખમાં છે. કારણ કે આ યોજના છે ઈન્ટરનેટને લગતી. તો આવો વિગતે ચર્ચા કરીએ કે કેન્દ્ર સરકારે શું જાહેરાત કરી. તો કેન્દ્ર સરકારે અર્થતંત્રને વેગ આપવા માટે આજે બુધવારે ત્રણ મોટી યોજનાની જાહેરાત કરી છે. તેમા બે ડિજિટલ અર્થતંત્રને લગતી જાહેરાત છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદ, માહિતી-પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર અને શ્રમ મંત્રી સંતોષ ગંગવારે પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી હતી. આ પૈકી એક પબ્લિક વાઈ-ફાઈ નેટવર્ક એક્સેસ સ્કીમ ‘PM વાણી’ છે. તેનો ઉદ્દેશ દરેક ગામ સુધી વાઈ-ફાઈ નેટવર્ક પહોંચાડવાનો છે. એ જ રીતે બીજી યોજના અરુણાચલ પ્રદેશમાં 4G નેટવર્ક અને લક્ષદ્વીપમાં ફાઈબર કેબલ પહોંચાડવાનો છે.

image source

આવ સાથે જ વાત કરવામાં આવે તો આત્મનિર્ભર યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આ યોજના અંગે જાહેરાત કરતા જણાવ્યું હતું કે તે અંતર્ગત પબ્લિક ડેટા ઓફિસ, પબ્લિક ડેટા એગ્રીગેટર અને એપ પ્રોવાઈડર તૈયાર કરવામાં આવશે. એપ પ્રોવાઈડરને સાત દિવસની અંદર જ રજિસ્ટ્રેશન મળી જશે. તે માટે લાઈસન્સની પણ જરૂર નહીં પડે. તે અંતર્ગત સરકાર પબ્લિક ડેટા ઓફિસ (PDO) ખોલશે, આ માટે કોઈ પણ પ્રકારના લાઈસન્સની જરૂર પડશે નહીં. કોઈ પણ વર્તમાન દુકાનને ડેટા ઓફિસમાં બદલવામાં આવશે.

image source

મળતી માહિતી પ્રમાણે વાત કરવામાં આવે તો સરકાર તરફથી ડેટા ઓફિસ, ડેટા એગ્રિગેટર, એપ સિસ્ટમ માટે 7 દિવસમાં સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

આ બાબતે વધારે વાત કરતાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ એજ્યુકેશનની વ્યાપક પ્રમાણમાં સંભાવના રહેલી છે. આ માટે કોઈ પણ વ્યક્તિએ એક વખત એપ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ તે કોઈ પણ પબ્લિક ડેટા ઓફિસથી વાઈફાઈ લઈ શકે છે. તેનો ફાયદો એ રહેશે કે લોકો હાઈ-સ્પીડ ઈન્ટરનેટનો ઉપયોગ કરશે. નવા કારોબાર શરૂ થશે.

image source

આ સાથે જ યોજનાનો ફાયદો જોઈએ તો આ પ્લાન પછી ગામડાઓમાં બાળકો ઈન્ટરનેટથી પુસ્તકો ડાઉનલોડ કરી શકશે. વાઈ-ફાઈની મદદથી શિક્ષણ મેળવી શકશે. તેનો ઉપયોગ કરવાનો દર પણ નિર્ધારીત જ હશે. તેમા સરકાર કોઈ જ દરમિયાનગીરી નહીં કરે. આ સુવિધાની કિંમત કેટલી હશે તે બજાર પર છોડી દેવામાં આવશે. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે લક્ષદ્વીપના દ્વીપોને પણ ફાઈબર કનેક્ટિવિટીથી જોડવામાં આવશે. કોચિનથી લક્ષદ્વીપના 11 દ્વીપોમાં 1000 દિવસમાં કનેક્ટિવિટી પહોંચી જશે.

image source

જો આ બધી યોજનાની ખાસ વાત કરવામાં આવે તો કંઈક આ પ્રમાણે છે. આ યોજના હેઠળ એવા કર્મચારીઓ આવશે કે જેમનું માસિક વેતન રૂપિયા 15,000થી ઓછું છે. તેમજ આ યોજના અંતર્ગત 1લી ઓક્ટોબર,2020થી 30 જૂન 2021 સુધીમાં નોકરી પર રાખવામાં આવેલા કર્મચારીઓના 24 ટકા EPF સરકાર આપશે. એ જ રીતે જે સંસ્થાઓમાં 1000 અથવા ઓછા કર્મચારી છે તે આ સ્કીમ અંતર્ગત આવશે. અને 1000થી વધારે કર્મચારી ધરાવતી સંસ્થાઓમાં સરકાર 12 ટકા યોગદાન આપશે.

image source

આ ઉપરાંત વાત કરવામાં આવે તો કોરોના દરમિયાન જેમની નોકરી જતી રહી છે તેમને ફરી નોકરી આપવા વિચારણા ચાલી રહી છે. 50 કર્મચારીવાળી સંસ્થામાં 2 નવા લોકોને નોકરી આપવામાં આવે છે, તેને લાભ મળશે. 50થી વધારે કર્મચારીવાળી સંસ્થાએ 5 લોકોને નોકરી આપવી પડશે, ત્યારે આ યોજનાનો લાભ મળશે. સંતોષ ગંગવારના જણાવ્યા પ્રમાણે મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારે સંગઠીત સેક્ટરોમાં 6 કરોડ રોજગારી હતી, હવે આ સેક્ટરમાં રોજગારી વધીને 10 કરોડ થઈ છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે અરુણચાલ પ્રદેશ, આસામના બે જીલ્લામાં USOF યોજનાને મંજૂરી આપી છે.

તો વળી પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે ખેડૂત આંદોલન અને કૃષિ કાયદા અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત કરી ઉકેલ મેળવી રહી છે. એ જ રીતે નવી યોજના વિશે વાત કરતાં કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે માહિતી આપી હતી કે દેશમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજના લાગૂ કરવામાં આવશે. જે અંતર્ગત વર્ષ 2020-23 સુધીમાં રૂપિયા 22 હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. આ યોજના અંતર્ગત આશરે 58.50 લાખ કર્મચારીઓને લાભ મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "મોદી સરકારના આ નિર્ણયથી યુવાનો કૂદકા મારવા લાગશે, બધા જ ગામ સુધી Wi-Fi માટે સ્કીમ કરી લોંચ"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel