અનુષ્કાએ આપ્યો baby girlને જન્મ, વિરાટે ટવીટ કરીને આપ્યા સમાચાર…
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. તેની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્માએ આજે બપોરે એક પુત્રીને જન્મ આપ્યો છે. કેપ્ટન વિરાટ કોહલીએ ખુદ ટ્વીટ કરીને તેમના ચાહકોને આ માહિતી આપી હતી.
આજે બપોરે અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મ બાદ વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી હતી. વિરાટ કોહલીની આ ટ્વીટ સાથે જ અનુષ્કા અને વિરાટ કોહલીના ફેન્સમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. લોકો બંનેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. ગત સપ્તાહમાં જ બંને હોસ્પિટલ બહાર સ્પોટ થયા હતા.
ત્યારથી જ ચર્ચાઓ હતી કે અનુષ્કા ટુંક સમયમાં બાળકને જન્મ આપશે. વર્ષ 2020માં 27 ઓગસ્ટે ટ્વીટ કરી જણાવવામાં આવ્યું હતું કે વિરાટ અને અનુષ્કા જાન્યુઆરીમાં તેમના પહેલા બાળકના આગમનને આવકારવા જઈ રહ્યા છે. આ વાતને લઈને ખુશખબર વિરાટ અને અનુષ્કાએ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જ્યારે આજે પણ દીકરીના જન્મની પોસ્ટ બાદથી વિરાટ અને અનુષ્કા ટ્વિટર પર ટ્રેંડ કરવા લાગ્યા છે.
♥️ pic.twitter.com/js3SkZJTsH
— Virat Kohli (@imVkohli) January 11, 2021
અત્રે ઉલ્લેખનીય છે કે બાળકના જન્મ સમયે અનુષ્કા સાથે રહેવા માટે કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયા પ્રવાસની પ્રથમ ટેસ્ટ રમ્યા બાદ પરત ફર્યા હતા. વિરાટ કોહલીએ પરત ફર્યા બાદ સતત અનુષ્કાની સંભાળ લેતો જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા પણ અનુષ્કાને યોગ કરવામાં મદદ કરતો પણ તે જોવા મળ્યો હતો. વિરાટ કોહલી હાલ પેટરનીટી લીવ પર છે. વિરાટ કોહલીની આ ટ્વીટ પર સાનિયા નેહવાલ, ઈરફાન પઠાન સહિતના ખેલાડીઓએ શુભેચ્છા પાઠવી હતી.
3 years and onto a lifetime together ❤️ pic.twitter.com/a30gdU87vS
— Virat Kohli (@imVkohli) December 11, 2020
વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ વર્ષ 2017માં ઈટલીમાં અંગત મિત્રો અને પરીવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. બંનેએ ઈટલીના ફ્લોરેંસ શહેરમાં લગ્ન કર્યા હતા. લગ્નના 3 વર્ષ બાદ બંને હવે દીકરીના માતા-પિતા બની ચુક્યા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અનુષ્કાએ આપ્યો baby girlને જન્મ, વિરાટે ટવીટ કરીને આપ્યા સમાચાર…"
ટિપ્પણી પોસ્ટ કરો