કોરોનાના મહામારીમાં LIC પોલીસી ધારકો માટે ખુશખબર, વાંચી લો જલદી તમે પણ આ વિગતો
જીવન વીમા નિગમે ( Life Insurance Corporation ) કોરોના (Corona virus )ની મહામારી ( pandemic )ને કારણે લેપ્સ થઈ ગયેલી પોલીસીઓને નવજીવન આપવા એક તક પોલીસી ધારકોને આપી છે.
લાઇફ ઇન્સ્યુરન્સ કોર્પોરેશન ( LIC ) એ કોરોના વાયરસ રોગચાળાને પગલે પોલિસીધારકોને તેમની પોલીસીને ફરી જીવંત કરવાની તક આપી છે જે કેટલાક કારણોસર વચમાં જ બંધ થઈ ગઈ હતી અથવા તો ભરપાઈ નહોતી થઈ શકી. LIC એ આવી નીતિઓને પુનર્જીવિત કરવાની ઝુંબેશ શરૂ કરી છે. LIC એ વચ્ચે જ અધુરી રહી ગયેલી કે બંધ કરી દેવી પડેલી પોલીસીઓને પુનર્જીવિત કરવા માટે 7 જાન્યુઆરીથી 6 માર્ચ સુધી વિશેષ અભિયાનની જાહેરાત કરી છે.
સ્પેશ્યલ અભિયાન

Special Revival Campaign ના નામથી LIC દ્વારા આ કેમ્પેન એટલે કે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અંગે LIC દ્વારા તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને માહિતી પણ આપવામાં આવી છે. @LICIndiaForever ના પેજ પર આ લેપ્સ થઈ ગયેલી પોલીસીઓને રિવાઈવલ કરવા માટેના અભિયાનની જાહેરાત કરવામાં આવી છે અન આ અંગે પોલીસી ધારકોને તેમના એજન્ટ અને બ્રાન્ચ સાથે વાત કરીને પોતાની લેપ્સ પોલીસીઓને પુર્નજીવીત કરવાની તક આપવામાં આવી છે.
Special Revival Campaign – To know more, contact your Agent or Branch Office. pic.twitter.com/0pql9agAPR
— LIC India Forever (@LICIndiaForever) January 9, 2021
શરતો લાગૂ
જો કે બંધ થઈ ગયેલી પોલીસીઓને પુર્નજીવીત કરવાની યોજના અંતર્ગત, ગ્રાહકોને કેટલીક શરતો પણ માનવી પડશે. અને આ શરતો સાથે જ અકાળે બંધ પોલીસીઓ ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવશે. LIC એ તેની 1,526 સેટેલાઇટ ઓફિસને પોલીસીઓ ફરીથી શરૂ કરવા માટે સત્તા આપી છે કે જેમાં ખાસ તબીબી પરીક્ષણોની પણ જરૂર નહીં રહે.
સ્વાસ્થ્યની તપાસમાં છૂટછાટ અપાશે

LIC એ નિવેદનમાં જણાવ્યું છે કે, ‘વિશેષ પાત્ર યોજનાઓ, વિશેષ પુનરુત્થાન અભિયાન ( Special Revival Campaign ) અંતર્ગત અમુક નિયમો અને શરતો સાથે પોલીસીો પ્રીમિયમ ચૂકવવાની તારીખથી પાંચ વર્ષમાં પુનર્જીવિત કરવામાં આવશે.’ પાત્રતા મુજબ આરોગ્ય સંબંધિત જરૂરિયાતો પર પણ થોડીક છૂટછાટ આપવામાં આવશે.
લેટ ફી અને પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ

LIC તરફથી વધુમાં જણાવવામાં આવ્યું હતુ કે, મોટાભાગની પોલીસીઓ માત્ર સારા સ્વાસ્થ્યની ઘોષણા અને કોવિડ -19 ( Covid-19 )પર પ્રશ્નોના આધારે શરૂ કરવામાં આવશે. LIC 10 ઓગસ્ટથી 9 ઓક્ટોબર 2020 સુધી તેના ગ્રાહકો માટે સમાન અભિયાન ચલાવ્યું હતું. LIC ના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, પોલીસી ધારકોને લેટ ફી પર 20 ટકા અથવા રૂ .2,000 ની છૂટ મળશે. તે જ સમયે, જો વાર્ષિક પ્રીમિયમ 1 લાખથી 3 લાખ રૂપિયા થાય તો 25 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
LICનો IPOઓ ટૂંક સમયમાં આવી શકે છે

એવી અપેક્ષા છે કે વર્ષ 2021 IPO ( Initial public offering )ની દ્રષ્ટિએ ઘણું સારું સાબિત થશે. આ વર્ષે ઓછામાં ઓછી 15 કંપનીઓ પોતાનો IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. દેશની સૌથી મોટી વીમા કંપની LIC નો IPO પણ આ વર્ષે આવી શકે છે, જે આજ સુધીનો સૌથી મોટો IPO હોઈ શકે છે.
અગાઉ પણ LIC એ આપી હતી રાહત

LIC એ કોરોનાને કારણે તેના પોલિસીધારકોને મોટી અગાઉ પણ મોટી રાહત આપી હતી. કોરોના વાયરસ ( coronavirus )ના વધતા જતા પ્રકોપ વચ્ચે એલઆઈસીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. કંપનીએ તે પોલિસીધારકો માટે પ્રિમીયમ ભરવાની છેલ્લી તારીખ લંબાવી હતી જે કોરોનાની મહામારીને કારણે પ્રીમિયમ ચૂકવવા અસમર્થ હતા તેમને માટ આવા લોકો માટેની સમયમર્યાદા વધારીને 15 એપ્રિલ 2020 કરવામાં આવી હતી. એટલે કે, માર્ચના અંત સુધીમાં જે ગ્રાહકોએ પ્રીમિયમ ચૂકવવાનું હતુ તેમને રાહત આપવામાં આવી હતી.
LIC એ શું કહ્યું હતુ?

ભારતીય જીવન વીમા નિગમ ( LIC ) એ એક નિવેદનમાં જણાવ્યું હતુ કે, “કોવિડ -19 ના પગલે દેશમાં ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને LIC એ તેના પોલિસીધારકોને 15 એપ્રિલ 2020 સુધી રાહત આપી છે.” આ નિર્ણય તે બધા ગ્રાહકો માટે લેવામાં આવ્યો છે કે જેઓ કોઈ કારણસર પ્રીમિયમ ચૂકવવા અસમર્થ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોનાના મહામારીમાં LIC પોલીસી ધારકો માટે ખુશખબર, વાંચી લો જલદી તમે પણ આ વિગતો"
ટિપ્પણી પોસ્ટ કરો