કોરોના હવે નરમ પડ્યો હોં.. ગુજરાતમાંં હવે માત્ર આટલા જ એક્ટિવ કેસ, જાણો લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં કોરોનાને ડામવા માટેની પરીણામલક્ષી કામગીરીના કારણે છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ રાજ્યમાં લોકોને રસી પણ આપવાની શરુઆત થઈ ચુકી છે. આ રીતે રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે જે લોકો માટે સૌથી મોટી રાહતની વાત કહી શકાય.

છેલ્લા 24 કલાકની જ વાત કરીએ તો રાજ્યમાં 11,352 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જ્યારે સમય દરમિયાન રાજ્યમાં નવા કેસ નોંધાયા છે તેની સંખ્યા 451 થઈ છે. રાજ્યભરમાંથી છેલ્લા 24 કલાક દરમિયાન 700 દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈ ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં રિકવરી રેટ વધી અને 96.28 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,48,650 દર્દીઓએ સારવાર લઈ કોરોનાનો મ્હાત આપી છે. જ્યારે અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોનાના કારણે 4374 લોકોના મોત થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 5240 છે. જેમાંથી પણ 5189 દર્દી એકદમ સ્ટેબલ હાલતમાં છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દર્દીઓના મોતનો આંકડો પણ નોંધપાત્ર રીતે ઘટ્યો છે જે સૌથી મોટી રાહતની વાત છે. તેમ છતાં છેલ્લા 24 કલાકમાં 2 દર્દીના મોત થયા હતા.

રાજ્યમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન પણ શરુ કરી દેવામાં આવ્યું છે જેથી લોકોને કોરોના સામે મજબૂત સુરક્ષા કવચ પુરું પાડી શકાય. રસીકરણ શરુ થયાથી અત્યાર સુધીમાં 138 કેન્દ્રો પર 11,352થી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. ખાસ વાત એ પણ છે કે રસી લીધા બાદ લોકોને કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

મહત્વપૂર્ણ છે કે રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાતા હતા. જેના કારણે આ શહેરોમાં રાત્રી કર્ફ્યુ અમલી બનાવવામાં આવ્યું છે. જો કે હવે આ શહેરોમાં પણ કોરોનાના કેસમાં ઘટાડો થવા લાગ્યો છે. આ ચાર મહાનગરોમાં છેલ્લા 24 કલાકમાં 90થી પણ ઓછા કેસ નોંધાયા છે. જ્યારે ડિસ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા અમદાવાદ, વડોદરામાં 100થી પણ વધુ છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "કોરોના હવે નરમ પડ્યો હોં.. ગુજરાતમાંં હવે માત્ર આટલા જ એક્ટિવ કેસ, જાણો લેટેસ્ટ અપડેટ"
ટિપ્પણી પોસ્ટ કરો