આલેલેલે! પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે પકડી પાડ્યો આ જગ્યાએ, જે વાંચીને તમે પણ બોલી ઉઠશો….

પત્નીએ પતિને તેની ગર્લફ્રેન્ડ સાથે ઢોંસા ખાતો રંગેહાથ પકડ્યો !

હાલના સમયમાં લગ્નેત્તર સંબંધો એટલે કે એક્સ્ટ્રા મેરિટલ અફેરસના કિસ્સાઓ ખૂબ વધવા લાગ્યા છે. લગભગ એક દોઢ વર્ષ પહેલાં સુરતના વેવાઈ-વેવાણના અફેરનો કિસ્સો સોશિયલ મિડિયા પર ખૂબ ચગ્યો હતો. અને આવા માત્ર એકાદ-બે કિસ્સાઓ જ નથી બનતા પણ હવે તેનું પ્રમાણ ખૂબ વધી ગયું છે અને હવે આધુનિક ટેક્નોલોજીના કારણે આવા બધા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ છતાં પણ થવા લાગ્યા છે.

image source

કોઈ પણ એક્સ્ટ્રા મેરિટલ અફેરનું પરિણામ સારું નથી હોતું. ક્યાંક તો એટલી હદે સ્થિતિ ખરાબ બની જાય છે કે કોઈકે જીવ પણ ગુમાવવો પડે છે. તો વળી કોઈકે રસ્તા વચ્ચે પત્નીના હાથનો માર પણ ખાવો પડે છે. જો કે માત્ર પતિના જ એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ હોય તેવું નથી પણ તેમ છતાં પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેર્સનું પ્રમાણ વધારે હોય છે તેવું કહી શકાય.

image source

તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં આવો જ એક કિસ્સો બની ગયો છે. એક પુરુષ પોતાની પત્નીથી છૂપાઈને પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઢોસા ખાઈ રહ્યો હતો. અને આ વાતની જાણ કોઈ પણ રીતે તેની પત્નીને થઈ ગઈ હતી. અને તેણીએ પોતાના પતિ અને તેની ગર્લફ્રેન્ડને પકડી લીધા અને તેમને પોલીસ સ્ટેશને પહોંચાડી દીધા હતા.

image source

આ ઘટના ઉત્તર પ્રદેશના બાંદાની છે. એક વ્યક્તિ કે જે વ્યવસાયે એક જુનિયર એંજિનિયર છે તે પોતાની ગર્લફ્રેન્ડ સાથે હનુમાન મંદિર વિસ્તારમાં આવેલા એક રેસ્ટોરન્ટમાં ઢોંસા ખાવા ગયો હતો. બન્ને કારમાં બેઠા હતા અને ત્યાં જ તેની પત્ની ત્યાં આવી પહોંચી હતી. પત્ની પોતાની સાથે પોતાના ભાઈને પણ લઈને આવી હતી.

image source

તે વખતે ત્યાં ખૂબ જ હોબાળો મચી ગયો હતો. વાત એટલી હદે વધી ગઈ હતી કે તે બન્નેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. પોલીસે જો કે આ ઘટનાને સાવ સામાન્ય જ માની અને પતિને ચેતવણી આપીને છોડી દીધો હતો. પણ આપણે જાણીએ છીએ તેમ સંબંધોમાં જો એકવાર વિશ્વાસ તૂટી જાય તો તે પહેલા જેવો ક્યારેય નથી બનતો. અને હવેના સમયમાં આ પ્રકારના ઘણા બધા એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ પ્રકાશમાં આવતા જાય છે. અને પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે અને કેટલાક તો ડીવોર્સ સુધી પણ પહોંચે છે તો વળી કેટલાકનું કરુણ અંજામ પણ આવતું હોય છે.

image source

ટેક્નોલોજીના કારણે પતિ કે પત્ની જો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ ધરાવતા હોય તો તેની જણ મેળવવી પણ હવે સરળ થઈ ગઈ છે. પતિ કે પત્ની પોતાના સાથી પર કોઈ એપ્લિકેશન દ્વારા તે ક્યાં ક્યાં જાય છે તેની નજર રાખે છે. તેમના મોબાઈલ પરના મેસેજ ચેક કરી શકે છે. કોલ્સ ચેક કરી શકે છે. અને છેવટે તેમના લગ્નેત્તર સંબંધ છતા થઈ જાય છે અને પછી બધું બદલાઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "આલેલેલે! પત્નીએ પતિને ગર્લફ્રેન્ડ સાથે પકડી પાડ્યો આ જગ્યાએ, જે વાંચીને તમે પણ બોલી ઉઠશો…."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel