જાણો દિલ્હીના એક મિડિલ ક્લાસ પરિવારની છોકરી કેવી રીતે બની ગઈ ટી-સિરીઝની માલકિન

તમને જણાવી દઈએ કે સોનુ નિગમે તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે ભૂષણ કુમારને લઈને કહ્યું કે તેની પાસે ભૂષણ કુમારનો એક વીડિયો છે, જે તે વાયરલ કરી દેશે. ત્યારબાદ દિવ્યા ખોસલા કુમારે તેનો વળતો જવાબ આપ્યો હતો. તો આવો આજે આપણે જાણીએ કે એક મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતી દિવ્યા કેવી રીતે બની ગઈ ટી સિરિઝની માલકીન.

ભૂષણ કુમાર તેમને દિલ દઈ બેઠા

image source

દિવ્યા નો જન્મ 20 નવેમ્બર 1981 માં દિલ્હીના એક પંજાબી પરિવારમાં થયો હતો. તેણે નાનપણથી જ અભિનેત્રી બનવાના સપના જોયા હતા. દિવ્યા પોતાના સપના પૂરા કરવા માટે દિલ્હીથી મુંબઈ શિફ્ટ થઈ ગઈ. લવ ટુડે તેની પ્રથમ ફિલ્મ હતી, ત્યારબાદ તેણે ફાલ્ગુની પાઠકના મ્યુઝિક આલ્બમમાં કામ કર્યું હતું. દિવ્યાએ તેની અભિનય કારકીર્દિની શરૂઆત 2004 માં આવેલી ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ’ થી કરી હતી. સફળ અભિનેત્રી બન્યા બાદ તેણે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ દરમિયાન તેની વાતચિત ડિરેક્ટર ભૂષણ કુમાર સાથે થઈ. જોકે ભૂષણ કુમાર સાથે તેમની મુલાકાત વ્યવસાયિક ચર્ચા હતી, પરંતુ તે જ સમયથી ભૂષણ કુમાર તેમને દિલ દઈ બેઠા.

તે કોઈ પણ યુવતીને તેની કારમાં બેસાડતા નહતા

image source

આ મીટિંગ પછી, તેઓએ આ મુલાકાત બાદ ટેક્સ્ટ મેસેજ દ્વારા ચેટિંગ કરવાનું શરૂ કર્યું અને પરંતુ કેટલાક મેસેજના જવાબ આપવાનું દિવ્યાએ બંધ કર્યું. આ વાત અંગે તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તે કન્ઝર્વેટિવ પંજાબી પરિવારમાંથી આવે છે અને તે એવા કોઈ અમીર છોકરાના સંપર્કમાં નહોતી આવવા માંગતી જે કાર તેજ ચલાવતો હોય. પરંતુ આ અંગે ભૂષણ કુમારે સ્પષ્ટ કર્યું કે, તે પોતાની કાર વિશે ખૂબ પઝસિવ હતા. તે કોઈ પણ યુવતીને તેની કારમાં બેસાડતા નહતા. તે ફક્ત મિત્રો સાથે જ કાર ચલાવતા હતા.

જ્યારે દિવ્યાએ ભુષણ કુમારના મેસેજનો ન આપ્યો જવાબ

image source

જ્યારે દિવ્યાએ ભૂષણના મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું, ત્યારે ભુષણ કુમારે તેના પિતરાઇ ભાઇ અજય કપૂરને દિલ્હી એ જાણવા મોકલ્યો કે દિવ્યા કેમ તેના તેના મેસેજનો જવાબ નથી આપી રહી. દિવ્યાએ તેની માતાને આ વિશે જણાવ્યું હતું. જ્યારે અજય ચાલ્યો ગયો ત્યારે ભૂષણે મેસેજ કર્યો, “તેણે શું કહ્યું?” શું તેણે હા પાડી? હકિકતમાં આ સંદેશ તેના કઝીન અજય કપૂર માટે હતો. પરંતુ જ્યારે દિવ્યાને આ મેસેજ વિશે ખબર પડી ત્યારે તેને સમજાયું કે ભૂષણ તેને લઈને સિરિયસ છે.

બહેનના લગ્નમાં ખોસલા પરિવારને આપ્યું આમંત્રણ

image source

થોડા દિવસો બાદ ભૂષણ કુમારના બહેનના લગ્ન હતા. આ કાર્યક્રમમાં ભૂષણ કુમારે ખોસલા પરિવારને આમંત્રણ આપ્યું હતું અને અહીંથી બંનેના પરિવારજનોએ એકબીજા સાથે સેટલ કરી લીધુ. દિવ્યાએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ભૂષણે મારા પરિવારને દિલ્હીમાં તેની બહેનના લગ્ન માટે આમંત્રણ આપ્યું હતું, અને આ વખતે મારા માતાપિતા તેમને મળ્યા અને તેમને તે તુરંત જ પસંદ આવી ગયા. કારણ કે તે ઘણી સિદ્ધિઓ મેળવ્યા બાદ પણ ખૂબ નમ્ર હતા. મારી માતાએ મને તેની સાથે લગ્ન કરવા માટે મનાવવાનો પ્રયાસ કર્યો અને પછી તે મને પસંદ આવવા લાગ્યા અને આ પછી અમે બન્નેએ 2005 માં વૈષ્ણો દેવી કટરા ખાતે લગ્ન કરી લીધા.

લગ્ન બાદ ફિલ્મોમાં કામ કરવાનું છોડી દીધુ

image source

દિવ્યા ખોસલા કુમાર ઉર્ફે દિવ્યા કુમાર અભિનેત્રી અને ફિલ્મ નિર્દેશક / નિર્માતા છે. દિવ્યાએ અત્યાર સુધીમાં અનેક કમર્શિયલ અને મ્યુઝિક વીડિયો ડિરેક્ટ કર્યા અને નિર્માણ કર્યું છે. 2014 માં તેણે ફિલ્મ ‘યારિયાં’ અને ત્યારબાદ’ સનમ રે નું નિર્દેશન કર્યું હતું. આજે તે ટી-સિરીઝ માટે ફિલ્મો અને ગીતોનું નિર્દેશન કરે છે. લગ્ન પછીથી આ અભિનેત્રીએ અભિનય છોડી દીધો છે અને તે દિગ્દર્શકની ભૂમિકા નિભાવી રહી છે, જોકે કેટલીકવાર તે ગેસ્ટ અપિરિયન્સ પણ આપે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "જાણો દિલ્હીના એક મિડિલ ક્લાસ પરિવારની છોકરી કેવી રીતે બની ગઈ ટી-સિરીઝની માલકિન"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel