સીરમના CEOથી લઈને AIIMSના ડિરેક્ટરે લીધી કોરોનાની રસી, હોસ્પિટલને દુલ્હનની જેમ સજાવાઇ, જુઓ તસવીરોમાં
આજથી સમગ્ર દેશમાં કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે. પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ભારતમાં શરૂ થયેલુ આ રસીકરણ અભિયાન વિશ્વનું સૌથી મોટુ અભિયાન છે. તમને જણાવી દઈએ કે સમગ્ર ભારતમાં 29 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો(UT)ની 3006 સ્થળો પર એકસાથે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે સૌ પહેલા હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને વેક્સિન આપવામાં આવી રહી છે. આજે દેશના મોટા ડોક્ટરોએ રસી લીધી હતી. આ ઉપરાંત સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ પણ કોરોનાની રસી લીધી હતી. તો બીજી તરફ ઘણા લાંબા સમયથી કોરોના સામેના યુદ્ધમાં સામેલ એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ વેક્સિન લીધી છે. તો જોઈએ દેશમાં ચાલી રહેલા વેક્સિનેશન કાર્યક્રમની એક ઝલક તસવીરોંમાં.
સીરમ ઈન્સ્ટીટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ રસી લીધા બાદ કહ્યું કે, મારા માટે ગર્વનો વિષય છે કે કોવીશીલ્ડ આ વેક્સિનેશન અભિયાનનો ભાગ છે. મેં મારા કર્મચારીઓ સાથે પોતે પણ વેક્સિન લીધી છે. જેની તસવીર પણ તેમણે શેર કરી હતી.

તો બીજી તરફ એઈમ્સના ભૂતપૂર્વ ડિરેક્ટર અને SOA યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર અશોક મહાપાત્રાએ પણ ભુવનેશ્વરની SUM હોસ્ટિપટલમાં વેક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. તેમણે કહ્યું કે લોકોએ આ રસી અંગે ફેલાવાતી અફવા પર ધ્યાન ન આપવું.
કોરોના સામેથી લડાઈમાં સતત ખડેપગે રહેલા AIIMSના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાને લીધી રસી.

ડો. મહેશ શર્માને ફ્રન્ટલાઈન હેલ્થકેર વર્કર તરીકે રસી આપવામાં આવી હતી. આ રસી લેનાર પહેલા તેઓ સાંસદ બન્યા છે.
રાજધાની દિલ્હી ખાતે આવેલી મેક્સ હોસ્પિટલમાં ફ્રન્ટલાઈન વર્કરને પહેલા કોરોના રસી આપવામાં આવી હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં ચીફ મેડિકલ ઓફિસર ડો. કાત્યાયની શર્માને પહેલી રસી આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે એઈમ્સમાં પ્રથમ રસી સ્વચ્છતા વિભાગના કર્મચારી મનીષ કુમારને આપવામાં આવી હતી. આ સાથે મનીષ કુમાર કોરોના રસી લેનારા દેશના પ્રથમ નાગરિક બન્યા છે.
દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ડો. વિદ્યા ઠાકુરને કોરોનાની પહેલી વેક્સિન આપવામાં આવી હતી. આ દરમિયાન ત્યાં હાજર રહેલા આરોગ્ય કર્મચારીઓએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં કોરોના વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા પણ હાજર રહ્યાં હતા.
પીએમ મોદીના સંબોધનને શાંભળવા કોલકતાની હોસ્પિટલમાં આરોગ્ય કર્મીઓ ભેગા થયા હતા.

મુંબઈમાં રસીકરણની શરીઆત કરવામાં આવી હતી. આ દરમિયાન આરોગ્યકર્મીઓ લાઈન લગાવીને ઉભા રહ્યા હતા.
આજે સવારે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરીને કોરોના રસીકરણની શરૂઆત કરાવી હતી.
વારાણસીમાં પણ મહિલાઓએ પીએમ મોદીનું સંબોધન શાંભળ્યું હતું.

દિલ્હીના સીએમ કેજરીવાલે LNJP હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને રસીકરણ કાર્યક્રમની સમીક્ષા કરી હતી.
તો બીજી તરફ આસામના સીએમએ પણ રસીકરણ માટે આરોગ્ય વિભાગના કર્મચારીઓને વેક્સિન બોક્સ સોપી વેક્સિનેશન કાર્યક્રમની શરૂઆત કરાવી હતી.
મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેએ રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. તેમની સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે પણ હાજર રહ્યા હતા

હૈદરાબાદની અફઝલ ગંજ હોસ્પિટલ રસીકરણના કાર્યક્રમ સમયે AIMIM વડા અસુદ્દીન ઓવૈસીએ હાજરી આપી હતી.
મુંબઈમાં ભાજપ કાર્યકર્તાઓએ રસીકરણના કાર્યક્રમની ઉજવણી કરી હતી
દેશના ઘણા વિસ્તારોમાં રસીકરણ કાર્યક્રમની ખુશીમાં લોકોએ ફટાકડાં ફોડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી

રસીકરણની શરૂઆત થતા ઘણા લોકો એટલા આનંદમાં આવી ગયા હતા કે તેમણે બેન્ડ બાજા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – (ફોટો સોર્સ : divyabhaskar)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "સીરમના CEOથી લઈને AIIMSના ડિરેક્ટરે લીધી કોરોનાની રસી, હોસ્પિટલને દુલ્હનની જેમ સજાવાઇ, જુઓ તસવીરોમાં"
ટિપ્પણી પોસ્ટ કરો