બુધ ગ્રહે કર્યો મકર રાશિમાં પ્રવેશ, ગુરૂ અને શનિ સાથે સંકલન થતા આ ત્રણ રાશિને મળશે લાભ…

ગ્રહોની વચ્ચે યુવરાજ તરીકે ઓળખાતા બુધ 5 જાન્યુઆરીએ સવારે 3 કલાકને 55 મિનિટે ધન રાશિની યાત્રા સમાપ્ત કરીને શનિની રાશિ મકર રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યાં તેઓ 25મી જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે 55 મિનિટ સુધી ગોચર કરશે, ત્યારબાદ તેઓ કુંભ રાશિમાં પ્રવેશ કરશે.
30 જાન્યુઆરીએ રાત્રે 9: 16 વાગ્યે વક્રી થશે અને બુધવારે, 21 ફેબ્રુઆરીની સવારે તે ફરીથી માર્ગી. બુધ મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. મીન રાશિમાંનીચનું સ્થાન અને કર્ક રાશિમાં ઉચ્ચ સ્થાને માનવામાં આવે છે. મકર રાશિમાં પ્રવેશ સાથે, તેઓ ગુરુ સાથે જોડાશે અને શનિ પહેલેથી જ આ રાશિમાં સંક્રમણ કરે છે. તેમના રાશિ પરિવર્તનોથી તમામ 12 રાશિ પર કેવો પ્રભાવ થશે જાણીલો જ્યોતિષીય વિશ્લેષણ.
મેષ રાશિ
ધીરજની કસોટી થતી જણાય. નાણાભીડ વધતી લાગે. ગૃહજીવનમાં સંવાદિતા રાખજો.
વૃષભ રાશિ
અગમચેતી, જાગૃતિ જરૃરી માનજો. અંધારે આગળ ન વધવું. વિઘ્ન જણાય.
મિથુન રાશિ
આપની નોકરી-વ્યવસાયની વ્યસ્તતા વધે. ફળ વિલંબિત થાય. વિવાદથી દૂર રહેજો.
કર્ક રાશિ
માનસિક ચિંતા દૂર થાય. આરોગ્ય સુધરે. ખર્ચનો પ્રસંગ. પ્રવાસની તક.
સિંહ રાશિ
આપના પ્રયત્નોનું ફળ મેળવી શકશો. તબિયત સાચવવી. નાણાભીડ રહે.
કન્યા રાશિ
ધીરજ-કુનેહપૂર્વક કાર્ય કરી સફળતા મેળવી શકશો. માનસિક તાણ દૂર થાય. ખર્ચ વધશે.
તુલા રાશિ
અગત્યની કામગીરીઓ પ્રત્યે ધ્યાન આપવાથી સમયનો સદ્ઉપયોગ લાગે. ગૃહવિવાદ અટકાવજો. આરોગ્ય જળવાય.
વૃશ્ચિક રાશિ
નસીબનો સાથ ભલે ન લાગે પણ મહેનતનો હાથ જરૃર ફળદાયી થાય. કૌટુંબિક બાબત હલ થાય. સ્નેહીથી મિલન.
ધન રાશિ
નાણાકીય પાસાંઓ પર ધ્યાન આપીને સમતોલ રાખવા પડે. સમસ્યાનું સમાધાન મેળવી શકશો.
મકર રાશિ
આપના સ્વપ્નાઓને સાકાર કરવા માટે આપે ધીરજ અને સમજણ કેળવવી પડે. નસીબ પલટાય ત્યાં સુધી રાહ જોવી પડે.
કુંભ રાશિ
મનોરથોને પૂર્ણ કરવા માટે મિત્રો-સ્વજનો, ઉપરીનો સહકાર મેળવવો જરૃરી લેખજો. તબિયત સાચવવી.
મીન રાશિ
આવક સામે ખર્ચના પ્રસંગોને વધવા ન દેશો. બચત તરફ લક્ષ આપજો. સ્વજનોથી સંવાદિતા રહે. ચિંતાનો ઉપાય મળે
0 Response to "બુધ ગ્રહે કર્યો મકર રાશિમાં પ્રવેશ, ગુરૂ અને શનિ સાથે સંકલન થતા આ ત્રણ રાશિને મળશે લાભ…"
ટિપ્પણી પોસ્ટ કરો