બોલીવૂડ ફિલ્મજગતમા ૫૦ની ઉમરને વટાવી ચુકેલી આ અભિનેત્રીઓ હજુ પણ કરે છે યુવકોના દિલો પર રાજ…
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા ક્યારેય કોઈ વૃદ્ધ જ થતુ નથી. અહી કામ કરતા કલાકારોની ઉંમર વધી શકે છે પરંતુ, તેમછતા હૃદય અને ચહેરો હંમેશા યુવાન રહે છે. આજે અમે અમુક એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની ઉંમર ૫૦ વર્ષથી વધુ છે પરંતુ, તેમની લોકપ્રિયતા અને સૌન્દર્યની હજી પણ ચર્ચા છે. તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.
રેખા :

આ યાદીમાં સૌથી પહેલુ નામ આ અભિનેત્રીનુ આવે છે. આ અભિનેત્રી હાલ ૬૨ વર્ષની વયને વટાવી ચુકી છે પરંતુ, તેની સુંદરતા જોઈને કોઈપણ વ્યક્તિ તેની ઉંમરનો અંદાજ લગાવી શકતુ નથી. તે જ્યારથી બોલીવૂડ ફિલ્મજગતમા પ્રવેશી છે ત્યારથી જ કરોડો લોકોનો ક્રશ રહી છે.
જુહી ચાવલા :

૯૦ ના દશકાની એક સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાની એક આ અભિનેત્રી હાલ ૫૩ વર્ષની થઇ ચુકી છે. હાલ, આ ઉમરમા પણ તે ખુબ જ એક્ટીવ રહે છે અને હમેંશા પોતાના કાર્યો યોગ્ય સમયે પૂર્ણ કરે છે. આ ઉપરાંત તે થોડો સમય સોશિયલ મીડિયા પર પોતાના ચાહકોને પણ ફાળવે છે અને તેમના આ સ્વભાવના કારણે જ લોકો આજે પણ તેમના દીવાના છે.
નીના ગુપ્તા :
આ અભિનેત્રી હાલ ૫૮ વર્ષની ઉંમર વટાવી ચુકી છે. આ અભિનેત્રીએ હાલ “બધાઈ હો” ફિલ્મથી બોલિવૂડ ફિલ્મજગતમા કમબેક કર્યુ હતુ પરંતુ, ત્યારબાદ તેણે પોતાના અભિનયથી પ્રેક્ષકોના દિલ જીતી લીધા અને પહેલા કરતા વધારે લોકપ્રિયતા મેળવી.
માધુરી દીક્ષિત :

બોલિવૂડ ફિલ્મજગતની આ અભિનેત્રીએ હજી પણ તેની સુંદરતાથી લોકોનુ હૃદય જીતી લે છે. તે હજુ પણ પહેલા જેવી જ કાતિલ અદાઓ અને દેખાવ ધરાવે છે. તે આ વર્ષે છેલ્લે ફિલ્મ “ટોટલ ધમાલ” મા જોવા મળી હતી.
દીપ્તિ નવલ :

૭૦ અને ૮૦ ના દાયકાની આ અભિનેત્રી સૌથી સુંદર અને શાંત અભિનેત્રી હતી. તે હજુ પણ લોકોના હૃદય પર રાજ કરે છે. તે હાલ ૫૯ વર્ષની થઇ ચુકી છે. તે છેલ્લે એક વેબ સિરીઝમાં જોવા મળી હતી.
ડિમ્પલ કાપડિયા :

આ અભિનેત્રીએ બોબી ફિલ્મથી બોલિવૂડ ફિલ્મજગતમા પ્રવેશ કર્યો હતો. તે પોતાના સમયની સૌથી હોટ અભિનેત્રીઓમાની એક હતી. તેણે રાજેશ ખન્ના સાથે લગ્ન કર્યા અને તેમની બે પુત્રીઓ પણ છે ટ્વિંકલ ખન્ના અને રિંકલ ખન્ના.
અમૃતા સિંહ :

આ અભિનેત્રી હાલ ૫૮ વર્ષની થઇ ચુકી છે પરંતુ, તેમની લોકપ્રિયતા આજે પણ કઈ ઓછી થઈ નથી. સારા અને સૈફ અલી ખાનની કોઈપણ ન્યુઝને કારણે તે ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "બોલીવૂડ ફિલ્મજગતમા ૫૦ની ઉમરને વટાવી ચુકેલી આ અભિનેત્રીઓ હજુ પણ કરે છે યુવકોના દિલો પર રાજ…"
ટિપ્પણી પોસ્ટ કરો