જો તમે પણ લઇ રહ્યા છો મોબાઈલ એપ્લીકેશન માંથી લોન તો થઇ જજો સાવધાન, બની શકો છો છેતરપીંડીના શિકાર…
મિત્રો, હાલ તાજેતરમાં જ આર.બી.આઈ. દ્વારા લોકો નાણાકીય છેતરપીંડીનો ભોગ ના બને તે માટે અમુક વિશેષ સાવચેતીઓ આપી છે. હાલ, નાણાકીય લોન આપતી આ એપ્સનુ કરોડો રૂપિયાનુ કૌભાંડ સામે આવ્યુ છે. આંધ્રપ્રદેશના ત્રણ લોકોએ આવી જ એપથી લોન લીધા બાદ આત્મહત્યાનુ પગલુ ભર્યુ છે

વાસ્તવમા આ પ્રકારની એપ દ્વારા ઘણી કંપનીઓ આકર્ષક વ્યાજ દરે ઓછા સમયમા લોન આપવાનો વાયદો કરે છે. ત્યારબાદ બાકીની રકમ વસૂલવા માટે જબરદસ્તી કરે છે. આ કોરોનાની બીમારીના સમયકાળમા આર્થિક મુશ્કેલીઓથી પીડાઈ રહેલા લોકોની વચ્ચે આ પ્રકારની સેવાઓની લોકપ્રિયતા ખુબ જ વધી હતી.

હાલ, થોડા દિવસ પહેલા પોલીસે ગુરુગ્રામ અને હૈદરાબાદની ચાર તત્કાલ લોન આપતી એપ્લીકેશનની ફાઈનાન્સ ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. હૈદરાબાદના જોઈન્ટ પોલીસ કમિશનર અવિનાશ મોહંતીએ જણાવ્યુ હતુ કે, આ ચારેય ઓફિસોમા ત્રીસ જેટલી લોન એપ્સ ચાલી રહી હતી. આર.બી.આઈ. તરફથી કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર આ એપ્સથી લોકોને ૩૫ ટકા વ્યાજે લોન આપવામા આવતી હતી.

જો આ લોનનો હપ્તો સમયસર ચુકવવામાં ન આવે તો લોન લેનાર લોકોને ધમકાવવામા આવતા હતા અને આ ત્રાસથી પરેશાન થઈને હાલ હૈદરાબાદના ત્રણ લોકો દ્વારા આત્મહત્યાનુ પગલુ ભરવામા આવ્યુ હતુ અને આ ઘટનાના કારણે જ આ સમગ્ર પ્રકરણ સામે આવ્યુ.
લોકો ફટાફટ લોન લેવાના ચક્કરમાં ડિજિટલ ફ્રોડનો શિકાર બની રહ્યા છે. તેથી, આવા અજાણ્યા માધ્યમથી લોન ના લેવા માટે આર.બી.આઈ. એ સુચના આપી છે કારણકે, આ રીતે લોન લેવાથી તમારા ડોક્યુમેન્ટ્સ સાથે ચેડા થઈ શકે છે. લોન આપનારી કંપનીનો તમામ રેકોર્ડ ચેક કરો. આવી અજાણી કંપનીઓ ગ્રાહકો પાસેથી વધારે વ્યાજ વસૂલે છે અને સાથે જ તેમા છૂપાયેલા ચાર્જ પણ વસુલે છે.

આ પ્રકારની એપ્સ અને બેંક ખાતાની ફરિયાદ ગ્રાહક ઓનલાઈન માધ્યમ દ્વારા કરી શકે છે. આ ઓનલાઈન પોર્ટલનુ નામ છે સચેત. તમે https://ift.tt/2M99jN3 લિંક પર જઈને આ ડીજીટલ ફ્રોડ અંગે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો. આર.બી.આઈ. ના મત મુજબ તમામ ડિજિટલ એપ્લીકેશને બેંક અથવા એન.બી.એફ.સી. નો ખુલાસો ગ્રાહકો સામે કરવો જોઈએ. જેના માધ્યમથી તે વાયદો કરે છે.

રિઝર્વ બેંકની વેબસાઈટ પર જઈ રજિસ્ટર્ડ એન.બી.એફ.સી.નુ નામ અને સરનામુ જાણી શકાય છે. આ પોર્ટલના માધ્યમથી તેમના વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી શકાય છે. માટે જ્યારે પણ તમે ડીજીટલ એપ્લીકેશનનો ઉપયોગ કરો છો ત્યારે તમારે આ ઉપરોક્ત બાબતો અંગે અવશ્ય ચકાસણી કે તપાસ કરવી નહીતર તમે નાણાકીય છેતરપીંડીનો શિકાર બની શકો છો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "જો તમે પણ લઇ રહ્યા છો મોબાઈલ એપ્લીકેશન માંથી લોન તો થઇ જજો સાવધાન, બની શકો છો છેતરપીંડીના શિકાર…"
ટિપ્પણી પોસ્ટ કરો