ઉત્તરાયણમાં આ ખાસ ટ્રેડિશનલ વાનગીઓ રહે છે ચર્ચામાં, જાણો શું છે તેની ખાસિયત અને કઈ રીતે બને છે
તહેવારની સીઝન ફરીથી તમારી રાહ જોઈ રહી છે. જ્યારે તહેવારની વાત આવે ત્યારે તેની સાથે ખાવાનાની અને અનેક સ્વાદિષ્ટ વ્યંજનોની પણ વાત આવે છે. આવો એક તહેવાર ઉત્તરાયણનો છે. આ દિવસને શુભ અને ખાસ બનાવવા માટે અનેક રાજ્યો તેમની ટ્રેડિશનલ વાનગીઓ બનાવે છે. આ તહેવાર આખા દેશમાં 14 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આ દિવસનું અલગ જ મહત્વ છે. આ દિવસે પૂજા અને દાનનું પણ મહત્વ અલગ જ હોય છે. મકર સંક્રાંતિનો આ તહેવાર મોસમના બદલાવનો સંકેત આપે છે. શિયાળા બાદ વસંતના આગમનનો ઈશારો મળે છે. માનવામાં આવી રહ્યું છે કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે જેના કારણે તેને મકર સંક્રાંતિ પણ કહેવામાં આવે છે. આ ખાસ દિવસે ઘરોમાં અનેક પારંપરિક પકવાન બને છે, તો જાણો કયા ખાસ પકવાન બને છે. તેને બનાવવાની રીત શું છે અને તેની પાછળનું મહત્વ પણ શું છે તે વિશે.
તલના લાડુ

તલના લાડુ વિના મકર સંક્રાંતિનો તહેવાર અધૂરો રહે છે. આ દિવસે તલ અને ગોળનું ખાસ મહત્વ હોય છે અને સાથે તેના લાડુ દરેક પરિવારમાં બને છે. તલ શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે અને ઈમ્યુનિટી પાવર પણ વધારે છે. આ સંક્રાંતિના તહેવારે આ ચીજ ખાઓ.
મગફળીની ચીકી

મગફળીની ચીકી પણ શિયાળાનું એવું પકવાન છે જે દિલ ખુશ કરે છે. મગફળી અને ગોળથી બનેલી આ રેસિપી મકર સંક્રાંતિ પર પોતાનું મહત્વ વધારે છે. તેના વિના સંક્રાંતિનો તહેવાર પૂરો થતો નથી. તે શરીરને ગરમી આપે છે.
તલની ચીકી

મકર સંક્રાંતિનો તહેવાર એક અન્ય વાત પણ મગજમાં ઉભારે છે અને તે છે તલની ચીકી, આ ચીકી અનેક રીતે અને અનેક આકારમાં બનાવવામાં આવે છે. આ મકર સંક્રાંતિના તહેવાર પર અનેક પસંદ કરાતી ડિશ સામેલ છે. તે શિયાળાનું ખાસ અને ફેવરિટ ફૂડ માનવામાં આવે છે.
મમરાના લાડુ

સૌ પહેલાં ગોળને ઓગાળવામાં આવે છે અને તેમાં મમરા નાંખીને બરોબર હલાવીને તેના લાડુ બનાવવામાં આવે છે. ક્રન્ચી લાડુ બાળકોને ખૂબ જ પસંદ આવે છે. આ સાથે તે ઝડપથી બની પણ જતા હોય છે.
પાતિશપ્તા

મકર સંક્રાંચિના આવવાથી બંગાળમાં પણ ખાસ અલસર હોય તેવી રોનક જોવા મળે છે. અહીં એક ખાસ સ્વાદિષ્ટ વ્યંજન બને છે અને તે છે પાતિશપ્તા. ઘઉંના લોટ, ચોખાનો લોટ અને સૂજીની મદદથી આવાનગી બને છે. તેમાં ગોળ, નારિયેળ, માવો વગેરેનું ફીલિંગ કરાય છે. તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે તેની પર ઘટ્ટ દૂધ પણ સર્વ કરવામાં આવે છે.
સક્કારાઈ પોંગલ

મીઠા પોંગલ કે સક્કરાઈ પોંગલ એ વ્યંજનમાં સામેલ છે જેને આખા દક્ષિણ ભારતમાં પોંગલ કે મકર સંક્રાંતિના તહેવારમાં બનાવવામાં આવે છે. લીલા ચણા, ચોખા અને ગોળથી બનેલી આ પૌષ્ટિક વાનગી તમારા તહેવારને ખાસ બનાવે છે.
પૂરણ પોળી
મહારાષ્ટ્ર્માં મકર સંક્રાંતિના અવસરે ખાસ કરીને ચણાની દાળ, જાયફળ, એલચીના ફિલિંગની મદદથી ખાસ પરાઠા જેવી વાનગી બનાવવામાં આવે છે. ગુજરાતમાં આ વાનગી ખૂબ જ પ્રસિદ્ધ છે. તેને તમે આ ઉત્તરાયણ પર ટ્રાય કરી શકો છો.
પિન્ની

આ પણ એક ખાસ અલગ ગણાતી પંજાબી ડિશ છે. પંજાબની આટા પિન્ની. આ વાનગી બનાવવા માટે દૂધ, લોટ, દેશી ઘી અને ડ્રાય ફ્રૂટ્ની મદદ લેવામાં આવે છે. તેનો સ્વાદ મોઢામાં પાણી લાવી દે છે.

તો તમે પણ આમાંથી કોઈ પણ વાનગી જે તમને પસંદ હોય તે ઘરે જ બનાવી શકો છો અને સાથે તેનું દાન પણ કરી શકો છો. ખાસ કરીને તલ અને ગોળની વાનગીનું દાન તમને આ દિવસે ખાસ પુણ્ય અપાવે છે. તો તમે પણ આ સરળ વાનગીઓની ઉત્તરાયણના દિવસે મજા લો તે જરૂરી છે.
0 Response to "ઉત્તરાયણમાં આ ખાસ ટ્રેડિશનલ વાનગીઓ રહે છે ચર્ચામાં, જાણો શું છે તેની ખાસિયત અને કઈ રીતે બને છે"
ટિપ્પણી પોસ્ટ કરો