કરો મંગળવારના રોજ આ વિશેષ ઉપાય, તિજોરી ભરાઇ જશે પૈસાથી અને નહિં પડે કોઇ તકલીફ
મિત્રો, હાલ વર્ષ ૨૦૨૧ નો પ્રારંભ થઇ ચુક્યો છે. અમુક માન્યતા મુજબ મંગળવારને પ્રભુ શ્રી બજરંગબલીનો દિવસ પણ કહેવામા આવે છે.એટલુ જ નહી મંગળને ઊર્જાનો સ્ત્રોત પણ માનવામાં આવે છે. દુઃખના સમયે વ્યક્તિની માનસિક અને શારીરિક સ્થિતિ તણાવથી ભરપૂર હોય છે. અમુક માન્યતા મુજબ જો પરેશાન વ્યક્તિ મંગળવારના રોજ પ્રભુ શ્રી બજરંગબલીને પ્રસન્ન કરવા માટે કેટલાક ખાસ ઉપાયો કરવામા આવે તો જીવનની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ પણ મળી શકે છે અને નસીબ પણ બદલાઈ શકે છે.

વૈદિક ગ્રંથોમાં મંગળનો દિવસ એ સૌથી શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. જો તમને એમ લાગતું હોય કે, કોઈ કાર્યમા તમે સફળ થતા-થતા ચૂકી ગયા છો અને ક્યાંય પણ સફળતા નથી મળી રહી તો મંગળવારે આ કેટલાક ઉપાયો કરો. તમને ચોક્કસ લાભ મળશે અને તમારુ ભાગ્ય પણ ખુલશે.

મંગળવારના રોજ તમારે રામમંદિરની મુલાકાત લેવી. ત્યાર પછી જમણા હાથના અંગૂઠાની મદદથી પ્રભુ શ્રી બજરંગબલીના મસ્તકમા રહેલુ સિંદુર લઈને સીતામાતાના ચરણોમા મૂકો અને પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરો તો તમારી ઈચ્છાઓ અવશ્ય પૂર્ણ થશે.

આ ઉપરાંત શનિવાર કે મંગળવારે સવારમા ચાર મરચા અને ત્રણ લીંબુ ઘરના દરવાજા પર લટકાવો તો તેનાથી તમારા ઘરની નકારાત્મકતા દૂર થાય છે અને હકારાત્મકતા પેદા થાય છે. આ સિવાય જો તમે કાળા તલ, જવનો લોટ અને તેલ સાથે મિક્સ કરો અને આ મિશ્રણ ભેંસને સાત વખત શનિવાર અથવા મંગળવારના દિવસે ખવડાવો તો તે તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે.

જો નાનું બાળક વધારે રડે તો રવિવાર કે મંગળવારે નીલકંઠનું પીંછું લો અને તેને તે પથારીમાં મૂકો જેના પર બાળક સૂવે છે. ટૂંક સમયમા જ તમારું બાળક રડતુ બંધ થઈ જશે. જો કોઈ નાનુ બાળક સૂતી વખતે ડરેલુ હોય તો મંગળવાર અથવા રવિવારના રોજ તેની પાસે ફટકડીનો એક ટુકડો રાખો, જેથી તમારો ડર દૂર થઇ જશે .

શનિવારે બજરંગબલીના મંદિરે જાઓ અને બજરંગબલીને કેવડા અત્તર અને ગુલાબની માળા અર્પણ કરો. બજરંગબલીને પ્રસન્ન કરવાનો આ સૌથી સરળ ઉપાય છે. જીવનની તમામ સમસ્યાઓનું સમાધાન કરવા માટે બજરંગબલીના મંદિરે જાઓ અને રામરક્ષા સ્ત્રોતનુ પઠન કરો.

આ સિવાય મંગળવારની સાંજે બજરંગબલીના મંદિરમા જાઓ અને સરસવનું તેલ અને શુદ્ધ ઘીનો દીવો કરો અને પછી ત્યા બેસીને હનુમાનચાલીસાનુ પાઠ કરો. જો તમે શનિદોષથી પીડાતા હોવ તો આ દિવસે કાળા અડદને એક પોટલીમા ભરો અને તેમાં એક રૂપિયાનો સિક્કો મૂકો.
ત્યારબાદ તમારી ઉપરથી આ પોટલિને ફેરવીને નદીમા વહેડાવી દો અને ત્યારબાદ બજરંગબલીના મંદિરમાં જઈને રામના નામનો જાપ કરો, જેનાથી શનિની દોષની અસર ઓછી થશે. બજરંગબલીની કૃપા મેળવવા માટે આ કેટલાક ચોક્કસ ઉપાયો છે. આ ખાસ ઉપાયો તમારી તમામ ઇચ્છાઓ પૂર્ણ કરી શકે છે અને તમામ દુઃખોને અટકાવી શકે છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "કરો મંગળવારના રોજ આ વિશેષ ઉપાય, તિજોરી ભરાઇ જશે પૈસાથી અને નહિં પડે કોઇ તકલીફ"
ટિપ્પણી પોસ્ટ કરો