આલેલેલે! કોણ છે આ વ્યક્તિ જેની સાથે અનુષ્કા ગઇ ચેક અપ માટે, વ્હાઇટ કલરના લૂઝ શર્ટમાં લાગી એકદમ સ્માર્ટ
બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા જલદી જ માતા બનવા જઈ રહી છે. આ દરમિયાન એકધારી તેણી ડોક્ટરની મુલાકાત લેતી પણ જોવા મળી છે. હાલમાં જ તેણીની કેટલીક તસ્વીરો સોશિયલ મડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં તેણી વ્હાઇટ કલરના લૂઝ સી શર્ટમાં જુહૂમાં સ્થિત એક ક્લિનિક પર જોવા મળી હતી. જો કે આ દરમિયાન વિરાટ કોહલી તેમની સાથે નહોતા પણ તેમની સાથે તેમના ડ્રાઇવર જોવા મળ્યા હતા. તો ચાલો તમને બતાવીએ વુડ બી મોમની કેટલીક તસ્વીરો.

બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા આ મહિનામાં પતિ વિરાટ કોહલી સાથે પોતાના પહેલા બાળકનું સ્વાગત કરવાની પૂરી તૈયારી કરી રહી છે. જેમ જેમ તેણીની ડ્યૂ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ તેણી અવારનવાર ડોક્ટરની મુલાકાત લેતી પણ જોવા મળી રહી છે. હાલમાં જ તેણીને મુંબઈમાં જુહૂ વિસ્તારમાં આવેલા એક ક્લિનિકની બહાર સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં તેણી પોતાના રૂટીન ચેકઅપ માટે આવી હતી.

ભાવિ માતાના ચહેરા પર પ્રેગ્નન્સીનો ગ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જોકે આ તસ્વીરોમાં તેમણે માસ્ક લગાવ્યું છે, પણ બ્લૂ રંગનું જીન્સ અને વ્હાઇટ રંગની લૂઝ સી શર્ટ સાથે કોલ્હાપુરી ચપ્પલની સાથે તેણી સુંદર લાગી રહી હતી.
પોતાની પ્રેગ્નન્સી સાથે અનુષ્કા સોશિયલ મડિયા પર ખૂબ એક્ટિવ છે. તેણી અવારનવાર પોતાના ઇસ્ટાગ્રામ પર બેબી બંપ સાથેની વિડિયોઝ તેમજ તસ્વીરો શેર કરતી રહે છે. હાલમાં જ અનુષ્કાએ પોતાની એક તસ્વીર શેર કરી હતી, જેમાં તેણી જમીન પર સૂતેલી પોતાના ડોગીને વહાલ કરી રહી છે. તસ્વીરને શેર કરતાં તેણીએ લખ્યું હગતું – ઘરમાં સિરિયલ ચિલર્સ. તેની સાથે જ તેમણે ડોગ અને હાર્ટ ઇમોજી પણ મુક્યા હતા.
તેની સાથે તેમણે થોડા સમય પહેલાં એક મેગેઝિન માટે ફોટો શૂટ પણ કરાવ્યું હતું. જેમાં તેણી બેબ બંપ સાથે પોઝ આપતી જોવા મળી હતી. તેમણે આ તસ્વીરો શેર કરતાં લખ્યું હતું કે આખા જીવન માટે તેને કેદ કરી લીધુ છે.

હજુ બે દિવસ પહેલાં જ અનુષ્કાએ પોતાની એક બૂમરેંગ વિડિયો પણ શેર કરી હતી જેમાં તેણી ટ્રેડમીલ પર ચાલી રહી હતી. તેણીની બધી જ તસ્વીરો તેમજ વિડિયો પરથી એટલું તો સ્પષ્ટ છે કે તેણી પોતાની ગર્ભાવસ્થાને ખૂબ એન્જોય કરી રહી છે. અને બને તેટલી પોઝીટીવીટી પોતાની આસપાસ રાખવા માગે છે અને આમ કરીને તે પોતાના આવનારા બાળક માટે પણ એક હકારાત્મક અને સુંદર વાતાવરણ તૈયાર કરી રહી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આલેલેલે! કોણ છે આ વ્યક્તિ જેની સાથે અનુષ્કા ગઇ ચેક અપ માટે, વ્હાઇટ કલરના લૂઝ શર્ટમાં લાગી એકદમ સ્માર્ટ"
ટિપ્પણી પોસ્ટ કરો