આ રીતે અણગમતા મસા ને કરો દુર આ ઘરેલુ ઉપાયોથી….
ઘણા લોકોના ચહેરા અને શરીર પર મસા હોય છે. જેના કારણે તેમની સુંદરતા પર અસર પડે છે. જો તમારા શરીર પર પણ અણગમતા મસા છે અને તમે તેનાથી છૂટકારો મેળવવા ઇચ્છો છો. તો નીચે જણાવેલ ઉપાય અપનાવો. આ ઉપાયો કરવાથી મસો દૂર થઈ જશે. તો ચાલો જાણીએ મસાને દૂર કરવા માટેના કેટલાક ઘરેલૂ ઉપાય.
સફરજનની છાલ મસા પર લગાવવાથી તે જડમૂળમાંથી નાબૂદ થાય છે. તમે રોજ 3 વખત રૂની મદદથી મસા પર સફરજની છાલ લગવો. તેનાથી મસા સૂકાઈને નિકળી જશે. બીટના પાંદડા મસા પર લગાવવાથી મસો ગાયબ થઈ જાય છે. બીટના પાંદડાને પીસી લો અને તેમાં થોડું મધ મિક્સ કરો. પછી તેને મસા પર લગાવો. ટૂંક સમયમાં તમને મસાથી છુટકારો મળશે.
બદામને પીસીને તેમાં ખસખસ અને ગુલાબની પાંખડીનો પાઉડર મિક્સ કરો. ત્યાર પછી આ પેસ્ટને મસા અથવા તલ પર લગાવો. દરરોજ આ પેસ્ટ લગાવવાથી મસાથી છુટકારો મળશે. મોસંબીનો રસ તલ પર લગાવવાથી તલ સુકાવા લાગે છે અને ધીમે ધીમે દૂર થાય છે.
ચૂનો અને ઘી મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટ દરરોજ મસા પર લગાવો. આ પેસ્ટ લગાવવાથી મસો સુકાઈ જશે અને નિકળી જશે. મસા પર ફટકડી અને કાળા મરી લગાવવાથી તે સુકાઈ જાય છે અને પોતાની રીતે નીકળી જાય છે. અગરબત્તી સળગાવીને તેની રાખ મસા પર લગાવો. આ કરવાથી મસો દૂર થાય છે. આ પ્રક્રિયા 8 થી 10 વાર કરો. લસણની કળીઓ છુંદીને મસા પર લગાવો. તેનાથી ટૂંક સમયમાં મસાથી છુટકારો મળશે. મસા પર લીંબુનો રસ લગાવવાથી પણ ફાયદો થાય છે.
બેકિંગ સોડા, એરંડાનું તેલ, અનાનસનો રસ, કોબીજનો રસ અને મધ મિક્સ કરીને તેને મસા પર લગાવવાથી મસો દૂર થાય છે. વિટામિન એ, સી થી યુક્ત ચીજોનું સેવન કરવાથી મસો દૂર થાય છે. આખા ધાણાને પીસીને પેસ્ટ બનાવો. તેને થોડા દિવસો સુધી મસા પર લગાવો. આ પેસ્ટ મસા પર લગાવવાથી તે સૂકાઈ જશે અને આપોઆપ નીકળી જશે.
બટાકાનો રસ અથવા તેને કાપીને મસા પર લગાવવાથી તે સુકાઈ જાય છે અને નિકળી જાય છે. અંજીરને પીસીને મસા પર ઓછામાં ઓછી અડધી કલાક સુધી લગાવો. પછી પાણીથી સાફ કરો. રોજ આ કરવાથી મસા દૂર થઈ જશે. મસા પર ડુંગળીનો રસ લગાવવાથી મસા સૂકાઈ જાય છે અને તેનાથી છુટકારો મળે છે
0 Response to "આ રીતે અણગમતા મસા ને કરો દુર આ ઘરેલુ ઉપાયોથી…."
ટિપ્પણી પોસ્ટ કરો