અમિત શાહ વિશ્વમાં ગમે ત્યાં હોય પણ ઉતરાયણે અમદાવાદ આવે જ , જાણો કેમ ?
જે રીતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વખતે નવરાત્રિમાં ઉપવાસ રાખે છે એ રીતે દેશના ગૃહમંત્રી અમિત શાહનો પણ એક નિયમ છે કે તેઓ ઉત્તરાયણ અમદાવાદમાં મનાવે છે. એ જ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં જ ઉતરાયણ મનાવશે એવા અહેવાલ આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે. અમિત શાહ અમદાવાદમાં જ ઉત્તરાયણની ઉજવણી કરશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણના દિવસે તેઓ ઘાટલોડિયા અને સાબરમતી વિધાનસભા ક્ષેત્રમાં યોજાનારા કાર્યક્રમમાં પણ હાજરી આપવના છે.

રિપોર્ટ મળી રહ્યા છે કે પરિવાર તેમજ તેના મતવિસ્તારના લોકો લોકો સાથે અમિત શાહ ઉત્તરાયણની ઉજવણી કરવાના છે. વિજય રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલ સાથે પણ અમિત શાહની મુલાકાત થાય એવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અમિત શાહની ગુજરાત મુલાકાત મહત્વની બની રહેશે એવી ચારેકોર ચર્ચા કરવામાં આવી રહી છે.

તો બુધવારે મોડી સાંજે અમિત શાહ અમદાવાદ આવે તેવી શક્યતા છે. પરિવાર સાથે ઉતરાયણ પર્વ મનાવવા અમિત શાહ અમદાવાદ આવી રહ્યાં છે. જો કે, કોરોનાના કારણે રાજ્ય સરકારે માર્ગદર્શિકા જાહેર કરી છે અને માત્ર પરિવારના જ સભ્યો ધાબા પર પતંગ ઉડાડી શકશે તેવા નિયમો જાહેર કર્યાં છે.

જો દર વર્ષના માહોલની વાત કરીએ તો દર વર્ષે અમિત શાહ ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાડવાનો આનંદ માણતા આવ્યા છે પણ આ વખતે કોરોનાના સંક્રમણને પગલે ઉતરાયણના દિવસે તેઓએ કોઇ જાહેર કાર્યક્રમમાં નહીં જાય એવા અહેવાલ મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે અમિત શાહનો દીકરો અને તેમની દીકરાની દીકરી તેમજ પરિવાર અહીં અમદાવાદ હોવાના નાતે તેઓ તેઓ દર વર્ષે ઉત્તરાયણ અમદાવાદમાં આવીને ઉજવે છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે તહેવારોને લઈ જાહેરાત કરી હતી કે, ઉત્તરાયણના તહેવારોમાં લોકો ધાબે મોટી સંખ્યામાં ભેગા ના થાય એ માટે ગુજરાત સરકાર માર્ગદર્શિકા જાહેર કરશે. તેમણે સ્પષ્ટતા કરી કે, ગુજરાત સરકાર કોઇપણ સંજોગોમાં એક ધાબા પર 50 લોકો ભેગા થાય એને મંજૂરી નહિ આપે. એક જ પરિવારના અને એક રસોડે જમતાં હોય એવાં લોકો ધાબે જઈ શકશે પણ બહારનાં લોકો ધાબા પર આવીને ભીડે કરે તેને કોઈ સંજોગોમાં મંજૂરી નહીં અપાય.

આ સાથે જ નિયમો બહાર પાડવામાં આવ્યા કે…
જાહેર સ્થળો, ખુલ્લા મેદાનો, રસ્તાઓ પર પતંગ ન ચગાવવા
ઉજવણી સમયે સોસાયટી, ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં પરિવારના અંગત સભ્યો જ હાજર રહે
ફ્લેટ, એપાર્ટમેન્ટ કે મકાનની અગાશી પર માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સનુ પાલન કરવું
અગાશી પર મર્યાદિત લોકો હાજર રહી શકશે

સોસાયટી, ફ્લેટ કે એપાર્ટમેન્ટમાં બહારના લોકોને પ્રવેશ ન આપો
શરતોનો ભંગ થશે તો સેક્રેટરી કે જવાબદાર વ્યક્તિ સામે પગલા લેવાશે

મકાન, ફ્લેટની અગાશી, સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડીજે કે મ્યુઝિક સિસ્ટમ વગાડવા નહીં
૬૫ વર્ષથી વધુ વયના, અન્ય રોગથી પીડાતા, સગર્ભા મહિલા, ૧૦ વર્ષથી નાના બાળકો ઘરમાં રહે
સુલેહ શાંતિનો ભંગ થાય તેવા સૂત્રો, ચિત્રો પતંગ પર લખવા કે દોરવા નહીં
ચાઈનીઝ તુક્કલ, સિન્થેટિક દોરી, માંજા પાયેલી અને પ્લાસ્ટિકની દોરી પર રોક
કોવિડ અંગેની કેન્દ્ર કે રાજ્ય સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું
કેન્દ્રીય ગૃહવિભાગના ૦૯.૧૦.૨૦ના હુકમના દિશા-નિર્દેશોનું પાલન કરો

અમદાવાદ, વડોદરા, રાજકોટ સુરતમાં કમિશનરેટ વિસ્તારમાં જ્યાં કરફ્યૂ છે તેનુ પાલન થશે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "અમિત શાહ વિશ્વમાં ગમે ત્યાં હોય પણ ઉતરાયણે અમદાવાદ આવે જ , જાણો કેમ ?"
ટિપ્પણી પોસ્ટ કરો