જો તમે વાસ્તુશાસ્ત્રના આ નિયમો એક વાર જાણી લેશો તો ક્યારે નહિં પડે પૈસાની તકલીફ
વાસ્તુમાં કેટલીક એવી આદતો વિષે ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના કારણે ઘરમાં હંમેશા માનસિક તાણ બનેલી રહે છે. આ ઉપરાંત આ આદતોના કારણે પરિવારના સભ્યોને હંમેશા પૈસાની તંગીનો પણ અવારનવાર સામનો કરવો પડે છે. અને ઘરમાં નકારાત્મક ઉર્જા પણ આવે છે. તો ચાલો જાણીએ આવી જ કેટલીક આદતો વિષે.

– તમારે ક્યારેય ઘર માટે તેમજ બહાર માટે એક જ જૂતાનો ઉપયોગ ન કરવો જોઈએ. ઘરમાં પહેરવાના જૂતા હંમેશા અલગ જ રાખવા તેને ક્યારેય બહાર ન પહેરવા. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જો બહારના જૂતા ઘરમાં પહેરવામાં તો તે વાસ્તુ દોષ માનવામા આવે છે. આ ઉપરાંત ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. અને હંમેશા પૈસાની ખેંચ રહે છે.

– ઘરમાં એંઠા વાસણ ક્યારેય ન છોડવા જોઈએ. એવું માનવામા આવે છે કે ઘરમાં એંઠા વાસણ પડ્યા રહેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં ધનનો અભાવ ઉભો થાય છે.

– જેમના ઘરમાં ગંદકી રહે છે તેમના ઘરમાં ક્યારેય લક્ષ્મીજી પ્રવેશ કરતા નથી. માટે હંમેશા તમારા ઘરમાં સાફ-સફાઈ રાખવી જોઈએ. આ ઉપરાંત તમારે તમારા ઘરની સાવરણી એવી જગ્યા પર રાખવી જોઈએ જેને કોઈ ઓળંગી ન શકે.
– ધન સંચય માટે ધન રાખવાની દિશા પણ યોગ્ય હોવી ખૂબ જરૂરી છે, જો ધન યોગ્ય દીશામાં મુકવામાં ન આવે તો તે દિશામાં કોઈ દોષ હોય તો પણ તમારું ધન ઘટી શકે છે. માટે તિજોરી કે જે કબાટમાં તમે તમારા રૂપિયા રાખતા હોવ તેને હંમેશા પશ્ચિમ દિશાની દિવાલ તરફ રાખવી, જેથી કરીને તેનો દરવાજો પૂર્વ દિશા તરફ ખુલે. તેનાથી ધન સંચયમાં મદદ મળે છે. ધન રાખવા માટે સ્થાનની પવિત્રતાનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, જો તમારા કબાટ કે તીજોરીની
આસપાસ કરોળીયાના જાળા હોય તો તેને હટાવી લેવા જોઈએ.

– તમારે તમારા પીવાનું પાણી ક્યારેય ખુલ્લુ ન છોડવું જોઈ. આ ઉપરાંત બેડરૂમમાં પીવાનું પાણી ક્યારેય ન રાખવું જોઈએ. તેનાથી ઉંઘમાં અવરોધ આવે છે અને સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધીત મુશ્કેલીઓ પણ ઉભી થઈ શકે છે. તેનાથી ઘરમાં વાસ્તુદોષ પણ ઉભો થાય છે.
/177240704-56a6115f5f9b58b7d0dfc1c2.jpg)
– કેટલાક લોકો પોતાના આખા ઘરની સાફ સફાઈનું ધ્યાન રાખતા હોય છે પણ તેમના ઘરની છતનું ધ્યાન નથી રાખતા અને ત્યાં ઘણો બધો કચરો વિગેરે ભેગો થઈ જાય છે, પણ તમારે તમારા ઘરની છત પણ હંમેશા સાફ રાખવી જોઈ. જો તે સાફ નહીં હોય તો તમારે ધન સંબંધીત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત માનસિક મુશ્કેલીઓ પણ થઈ શકે છે.

– ઘરમાં ક્યારેય પણ નળમાંથી પાણી ટપકતું રહેવું યોગ્ય નથી, કેહવાય છે કે જેમ આમ નક્કામું પાણી તમારા નળમાંથી વહે છે તેવી જ રીતે તમારી પાસેનું ધન પણ વહે છે. માટે ઘરમાં જો કોઈ નળ ખરાબ થઈ ગયો હોય કે સતત લીક થતો હોય તો તેને બદલી લેવો અથવા તો તેને ઠીક કરી લેવો જોઈએ.
– જો તમે તમારા ઘરમાં ડેકોરેશન વિગેરે માટે પાણીથી ભરેલું કોઈ પાત્ર રાખતા હોવ તો તેને તરત જ તમારે ઉત્તર દિશા તરફ રાખવું. સાથે સાથે એ વાતનો પણ ખ્યાલ રાખવો કે તેમાંથી પાણી લીક ન થતું હોય. ઉત્તર દિશાને કુબેરની દિશા માનવામા આવે છે, માટે આ દિશામાં જળ રાખવું યોગ્ય રહે છે. તેનાથી ધન સંબંધિત મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય છે.

– આ ઉપરાંત જો તમે તમારા ઘરમાં લક્ષ્મી માટે મની પ્લાન્ટ લગાવતા હોવ તો પણ તમારે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જેઈએ, જેમ કે તેને હંમેશા તમારે દક્ષિણ-પૂર્વ દિશામાં એટલે કે અગ્નિકોણમાં લગાવવો જોઈએ, તેને ક્યારેય ઇશાન દિશામાં ન લગાવવો.

મની પ્લાન્ટને ઘરની બહાર ન લગાવવો જોઈએ. તેને હંમેશા ઘરની અંદર જ લગાવવો. જો મની પ્લાન્ટનો છોડ સુકાવા લાગે તો તમારે તેને તરત જ હટાવી દેવો જોઈએ. તેને હંમેશા ઉપર તરફ જ રાખવો. તેનાપાન ક્યારેય જમીને અડવા ન જોઈએ.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "જો તમે વાસ્તુશાસ્ત્રના આ નિયમો એક વાર જાણી લેશો તો ક્યારે નહિં પડે પૈસાની તકલીફ"
ટિપ્પણી પોસ્ટ કરો