શાસ્ત્રો મુજબ આ કાર્યો કરવાથી તમારા જીવન પર પડી શકે છે નકારાત્મક અસરો, જાણો અને બદલો આદતો
મિત્રો, વાસ્તુઊર્જા એ એક અત્યંત સૂક્ષ્મ ઊર્જા છે, તેની આપણા જીવન પર ઊંડી અસર પડે છે. જો તમારી આસપાસની આ ઊર્જા યોગ્ય માત્રા અને દિશામાં ઉપલબ્ધ હોય તો તે તમારા જીવનમાં હકારાત્મક અસર કરે છે. આપણે આટલી વિશાળ ઊર્જા જોઈ શકતા નથી પરંતુ, તેનો અનુભવ અવશ્ય થઈ શકે છે.

આ ઊર્જા અલ્ટ્રાસાઉન્ડ અને માઇક્રોવેવ તરંગો કરતા પણ વધારે સૂક્ષ્મ હોય છે. જેની મોડી અસર થાય છે પરંતુ, વધુ ગાઢ બને છે. જો કે, જ્યારે આ ઊર્જા યોગ્ય દિશામા ના હોય ત્યારે આપણે તેના ખરાબ પરિણામોનો પણ સામનો કરવો પડે છે. કેટલીક વખત જીવનમાં એવી પરિસ્થિતિઓ હોય છે, જેના કારણે સંબંધોમાં તિરાડો પડે છે.

જો તમારા મતભેદો હલ નથી થતા અને સંબંધોમા અંતર વધે છે. નાની-નાની બાબતોમા મતભેદ સર્જાય છે. કોઈ તમને સમજતું નથી. તમે જે કંઈ કરો છો તેનું ખોટું અર્થઘટન કરવામાં આવે છે. જો તમે પારસ્પરિક સંબંધોમાં કંઈક સારું કરવા જાવ છો, તો તે ખરાબ બની જાય છે. આ બધી જ સમસ્યાઓ વાસ્તુદોષને કારણે પણ થઇ શકે છે.
આ ઉપરથી કહી શકાય કે, તે તમારા જીવનને ઘણી બાબતોમા અસર કરે છે અને તેના કારણે આપણે અનેકવિધ સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. આ દોષ આપણા જીવન સાથે સંકળાયેલી વસ્તુઓને કારણે પણ થઇ શકે છે અને અમુક અજાણ્યા કૃત્યો આપણા જીવન પર વિપરીત અસર કરે છે.

જો તમે તમારા ઘરની અલ્મારીને ખુલ્લી છોડી દો, તો તે તમારી સમસ્યાઓ પણ વધારી શકે છે. તેથી તમારે તમારી ઘરની અલમારી ક્યારેય પણ ખુલ્લી ના રાખવી જોઈએ. જો તમારા બેડરૂમમા તમારા પલંગની સામે અરીસો હોય તો તેને તરત જ દૂર કરો કારણકે, આ અરીસો તમારી અને તમારી પત્ની વચ્ચે માનસિક તણાવ પેદા કરી શકે છે.

જો તમારા રૂમમાં બાથરૂમ હોય તો તેને હંમેશા બંધ રાખવું જોઈએ કારણકે, તેનો દરવાજો ખુલ્લો રાખવાથી તમારા ઘરમા નકારાત્મક ઊર્જા પ્રવેશે છે અને તમારા પરિવાર પર તેની વિપરીત અસર પડે છે. ક્યારેક જીવનમા એવી પરિસ્થિતિઓ સર્જાયછે કે, મનુષ્ય પર અનેકવિધ ચિંતાઓનો બોજ પડે છે અને તેના કારણે તેમના તમામ કામને અસર થઈ હોય તેવુ લાગે છે. તેને બધુ જ અશક્ય લાગે છે.

જો તમને આવા કોઈપણ ચિહ્નો દેખાય તો સમજો કે ઘર કે ઓફિસમાં રહેલી નકારાત્મક ઊર્જાને કારણે આવું થઈ રહ્યું છે. આને અટકાવવા માટે તમારે સૌપ્રથમ શાંત મન સાથે આ ઊર્જા વિશે જાગૃત રહેવું પડશે કારણકે, આ બધી જ સમસ્યાઓ વાસ્તુદોષને કારણે થાય છે. માટે જો ક્યારેય પણ આવી સ્થિતિ સર્જાય તો વાસ્તુશાસ્ત્રનો સહારો લેવો, તે તમારી આ તમામ સમસ્યાઓને દૂર કરશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ આપણી સંસ્કૃતિ
0 Response to "શાસ્ત્રો મુજબ આ કાર્યો કરવાથી તમારા જીવન પર પડી શકે છે નકારાત્મક અસરો, જાણો અને બદલો આદતો"
ટિપ્પણી પોસ્ટ કરો