અમદાવાદમાં એક પતિએ પત્નીને જીન્સ પહેરવાની ના પાડી, પછી જે થયું એ ક્યારેય કોઈએ નહીં વિચાર્યું હોય!

ઘરમાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થવાના રોજ ખુબ કેસ આવે છે. પણ અમુક કેમ કઇક અનોખી રીતે જ સામે આવ્યા હોય. એમના કારણો જ કઇક એવા હોય કે ઘટના ચારેબાજુ વાયરલ થવા લાગે છે. તો હાલમાં પણ કઇક એવું જ બન્યું છે અમદાવાદમાં. અમદાવાદમાં એક મહિલાએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા કહે છે કે તેનો પતિ તેને જીન્સ પહેરવા દેતો નથી અને જે છોકરી જીન્સ પહેરે છે, તેની સાથે દુર્વ્યવહાર કરે છે અને અપશબ્દો કહે છે.

image source

મહિલાએ તેના પતિ અને સાસરિયાઓ પર માનસિક અને શારીરિક શોષણનો આરોપ લગાવ્યો છે. 37 વર્ષીય મુસ્લિમ મહિલાના લગ્ન બે વર્ષ પહેલા થયા હતા. મહિલાએ પોતાની ફરિયાદમાં એમ પણ કહ્યું છે કે જ્યારે તે જીન્સ પહેરીને નોકરી માટે જાય ત્યારે ઘરના લોકો તેને છૂટાછેડા આપવાની ધમકી આપતા હતા

image source

મહિલાના આ બીજા લગ્ન છે, જ્યારે તેના પતિનું ત્રીજું લગ્ન છે. મહિલાએ લગ્ન પહેલા પતિ સાથે એકલા રહેવાની વાત કરી હતી. પતિ આ સાથે તૈયાર હતો. બંને બે વર્ષ સુધી ખુશીથી સાથે રહ્યા, પરંતુ બાદમાં મહિલાના પતિએ તેના સાસુ-સસરામાં રહેવા અને આધુનિક વસ્ત્રો ન પહેરવા અંગે દબાણ શરૂ કર્યું. જ્યારે મહિલાએ સાંભળ્યું નહીં, ત્યારે તેણે છૂટાછેડાની ધમકી આપવાનું શરૂ કરી દીધું હતું. આ સિવાય મહિલાનો પતિ નોકરી છોડી દેવા માટે પણ દબાણ લાવી રહ્યો હતો.

image source

મહિલા અમદાવાદની આઈટી કંપનીમાં નોકરી કરે છે. પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, મહિલાને તે પણ ધમકી આપવામાં આવી હતી કે તે તેના માતા પિતા સાથે કેમ સંબંધ જાળવે છે. તે જ સમયે, તેને પતિ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી કે જો તે જીન્સ પહેરે છે અથવા ક્યાંક જાય છે, તો તેણી તેને છૂટાછેડા આપી દેશે અને ચોથા લગ્ન કરી લેશે. પોલીસ હાલ આ કેસની તપાસ કરી રહી છે.

image source

આ પેહલા અમદાવાદ શહેરમાં જ પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો એવી ખબર સામે આવી હતી. ગોમતીપુર વિસ્તારમાં પતિ-પત્ની અને પ્રેમીની અજીબો ગરીબ ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. પ્રેમી સાથે વાત કરવા માટે પત્ની મોબાઈલ છૂપાવીને રાખતી હતી. જોકે, એક દિવસ પતિએ બંનેને ફોન પર વાત કરતા પત્નીને પકડી હતી. પતિએ પોલીસ ફરિયાદ નોંઘાવાનું કહેતા પત્નીએ આપઘાત કરવાની ધમકી આપી હતી. તેમજ પત્નીના પ્રેમીએ પણ પતિને ફોન પર ધમકીઓ આપી હતી. બાદમાં પતિએ તેની પત્ની અને તેના પ્રેમી સામે ફરિયાદ નોંધાવી હતી.

image source

મીડિયા રિપોર્ટ મુજબ ગોમતીપુરમાં રહેતો અને મોબાઈલ ફોનની દુકાન ધરાવતો 30 વર્ષીય યુવકના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને દોઢ વર્ષનો પુત્ર પણ છે. સસરાના મર્યા બાદ પત્ની લગ્ન પહેલા તેના નાનાને ત્યાં રહેતી હતી. ગત 28મી જૂને પત્ની અચાનક જ ઘરેથી ગાયબ થઈ ગઈ હતી અને બે દિવસ બાદ પાછી ઘરે આવી હતી. ત્યારબાદ યુવકને જાણવા મળ્યું કે, લગ્ન પહેલા જ્યારે પત્ની તેના નાનાને ઘરે રહેતી હતી ત્યારે સુરતનો એક યુવક ત્યાં આવતો-જતો હતો. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. જોકે, લગ્ન બાદ પણ પત્નીએ પ્રેમી સાથે સંબંધ રાખવાનો સિલસિલો યથાવત રાખ્યો હતો. અને આખરે ભાંડો ફૂટ્યો હતો.

0 Response to "અમદાવાદમાં એક પતિએ પત્નીને જીન્સ પહેરવાની ના પાડી, પછી જે થયું એ ક્યારેય કોઈએ નહીં વિચાર્યું હોય!"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel