છોટા પેકેટ બડા ધમાકા : NASAની હરિફાઈમાં આ ભારતીય બાળકે કમાલ કરી

મન હોય તો માળવે જવાય એ કંઈ એમ જ નથી કહેવાતું. આવું જ ભારતના આર્યન જૈને ( Aryan Jain )કરી બતાવ્યું છે. ( NASA ) દ્વારા યોજાએલી એક સ્પર્ધામાં આ બાળકે દુનિયા ગજવી હતી. છોટા પેકેટ બડા ધમાકાની જેમ 2024 માટે મિશન મંગલ અને મૂન જેવા પ્રોજેક્ટો માટે એક એપ બનાવવાની હરિફાઈમાં આ ભારતીય બાળકે કમાલ કરી બતાવી છે.

image source

કહે છે કે બાકર બચ્ચાં લાખ, લાખે બિચારાં, સિંહણ બચ્ચાં એક પણ એકે હજારા. આ ઉક્તિને સાચો પાડનાર આર્યન જૈન મૂળ હરિયાણાનો છે. આવો જાણીએ કે તેણે એવી તે શું સિદ્ધિ પ્રાપ્ત કરી કે તેનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી રહ્યું છે. છ બાળકોએ રમવાની ઉંમરમાં NASA માટે એપ બનાવીને ગર્વથી તેમના માતા-પિતાનુ મસ્તક ઉંચુ કરી બતાવ્યું છે.

image source

નાસામાં ભારતીય બાળકે ડંકો વગાડ્યો

image source

નાસા ( NASA ) દ્વારા આયોજિત એપ્લિકેશન ડેપલોપ ( Application development ) કરવાની સ્પર્ધાના વિજેતાઓમાં ગુરુગ્રામના હાઇ સ્કૂલના વિદ્યાર્થી આર્યન જૈનનો સમાવેશ થાય છે. એક અખબારી યાદી અનુસાર, આર્યન જૈન આ વર્ષે નાસાના “આર્ટેમિસ નેક્સ્ટ-જનરલ સ્ટેમ-મૂન ટુ મંગલ એપ્લિકેશન ડેવલપમેન્ટ ચેલેન્જ” ( Artemis Next-General Stem-Moon to Mars Application Development Challenge ) વિજેતાઓમાં સામેલ છે. આ માટે NASAએ પોતાની વેબસાઈટ પર જાહેરાત કરી હતી અને તેમાંથી જ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી,

છ વિદ્યાર્થીઓની ટીમે કરી બતાવ્યો કમાલ

image source

હરિયાણાનો રહેવાસી આર્યન જૈન ગુરુગ્રામની સનસિટી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આર્યન જૈને અમેરિકાની હાઇ સ્કૂલના છ વિદ્યાર્થીઓ સાથે મળીને આ કામ કર્યું હતું. આ હાઈસ્કુલના બાળકોએ મળીને નાસા ( NASA ) માટે એક સરસ મજાની એપ ડિઝાઈન કરી છે. છ સભ્યોની ટીમે ક્રોસ પ્લેટફોર્મ ગેમ એન્જિન યુનિટી ( Cross Platform Game Engine Unity )નો ઉપયોગ કરીને એક એપ્લિકેશન વિકસાવી. આ બાળકોએ કોડિંગ કરીને કમાલ કરી બતાવ્યો છે.

સ્પેસ કમ્યુનિકેશન્સ અને નેવિગેશન ટીમ દ્વારા યોજાઈ સ્પર્ધા

image source

નાસા ( NASA )ની સ્પેસ કમ્યુનિકેશન્સ અને નેવિગેશન ( Space Communications and Navigation ) ટીમ દ્વારા આ વર્ષે આયોજિત આ પડકારમાં, સહભાગીઓએ મિશન પ્લાનિંગ અને સંશોધન પ્રવૃત્તિઓમાં સહાય માટે એક એપ્લિકેશન વિકસાવવાની હતી. જેમાં હાઈસ્કૂલના બાળકોએ પણ ભાગ લઈને આ અંગેના પ્રોબ્લેમ સોલ્વિંગ એપ બનાવવાની હતી. આ પોગ્રામ 2024 માટે ડિઝાઈન કરાઈ રહ્યો હોવાનું પણ જાણવા મળ્યું હતુ.

0 Response to "છોટા પેકેટ બડા ધમાકા : NASAની હરિફાઈમાં આ ભારતીય બાળકે કમાલ કરી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel