આ લોકો માટે ઝેર સમાન સાબિત થાય છે લસણ, જાણો શા માટે
મિત્રો, લસણ એ આપણા ભારતીય રસોઈઘરની સૌથી સામાન્ય ચીજવસ્તુઓમાની એક વસ્તુ છે. તેનુ હજારો વર્ષોથી સેવન કરવામા આવે છે. તેનો સ્વાદ ફક્ત આપણા દેશમા જ નહીં વિદેશમા પણ છે. તેનો ઉપયોગ ફક્ત રસોઈનો સ્વાદ વધારવા માટે જ થતો નથી પરંતુ, ઘણાં ઘરોમા તેનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામા આવે છે. કોરોના યુગમા પણ લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેનો ખૂબ જ ઉપયોગ કર્યો હતો.
યુ.એસ.ની એક રાષ્ટ્રીય કેન્સર સંસ્થા દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ જો ભૂખ્યા પેટે લસણનુ સેવન કરવામા આવે તો ઘણા લોકોને હૃદયમા બળતરા, ઉબકા અને ઉલટી વગેરે જેવી સમસ્યાઓ થઈ શકે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા પ્રકાશિત અહેવાલ મુજબ લસણમા અમુક પ્રકારના વિશેષ સંયોજનો સમાવિષ્ટ હોય છે, જે એસિડિટીની સમસ્યા ઉદ્ભવવા પાછળનુ કારણ બની શકે છે.
લસણ એ આપણા રક્તને પ્રાકૃતિક રીતે પાતળુ કરવામા ખુબ જ ઉપયોગી માનવામા આવે છે. તેથી આપણે લોહીના પાતળા કરતી દવાઓ જેમકે, વોરફરીન, એસ્પિરિન વગેરે સાથે લસણનું સેવન ન કરવું જોઈએ. આનું કારણ એ છે કે, આ બંનેનુ એકસાથે સેવન આપણા શરીર માટે જોખમકારક સાબિત થઇ શકે છે.
સગર્ભા સ્ત્રીઓ અથવા સ્તનપાન કરાવતી માતાએ આ સમયગાળા દરમિયાન લસણ ખાવાનું ટાળવું જોઈએ કારણકે, તે ગર્ભપાતની સમસ્યા માટે જવાબદાર સાબિત થઇ શકે છે. તે જ સમયે સ્તનપાન કરાવતી માતાએ વધુ લસણ ખાવાનું ટાળવું જોઈએ કારણકે, તે દૂધનો સ્વાદ બદલી નાખે છે.
જો બાળક નાનું હોય, તો દરરોજ ૩૦૦ મિલિગ્રામની માત્રામાં લસણ આપવું તે યોગ્ય માનવામાં આવે છે કારણકે, તેના કરતા વધારે પ્રમાણમા લસણનુ સેવન ત્વચાને બાળી શકે છે અથવા અન્ય પ્રકારના નુકસાનનું કારણ બની શકે છે. જો કોઈ સ્ત્રીને યોનિમાર્ગ ચેપ હોય તો તેણે લસણની માત્રામાં વધુ માત્રા લેવાનું ટાળવું જોઈએ.
એવું કહેવામા આવે છે કે, લસણ એ યોનિમાર્ગની સુક્ષ્મ પેશીઓને નુકસાન પહોંચાડીને ચેપને વધારે છે. યકૃત એ આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે કારણકે, તે લોહીની સફાઇ, ચરબી ચયાપચય, પ્રોટીન ચયાપચય અને આપણા શરીરમાંથી એમોનિયાને દૂર કરવા જેવા વિવિધ કાર્યો કરે છે.
કેટલાક અધ્યયનો અનુસાર, એવું જાણવા મળ્યું છે કે લસણમાં એલિસિન નામનુ કમ્પાઉન્ડ સમાવિષ્ટ હોય છે, જે વધારે માત્રામાં લેવામાં આવે ત્યારે યકૃતમા ઝેરી અસર થઈ શકે છે. દરરોજ લસણની ૨-૩ કળીઓ ખાવાથી તમે લાભ મેળવી શકો છો. તે જ સમયે, જો તમે સપ્લીમેન્ટ લો છો, તો દિવસ દીઠ ૬૦૦-૧૨૦૦ મિલિગ્રામની માત્રા પૂરતી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "આ લોકો માટે ઝેર સમાન સાબિત થાય છે લસણ, જાણો શા માટે"
ટિપ્પણી પોસ્ટ કરો