કિસમિસ હોય છે આટલા બધા પ્રકારની, સાથે જાણો વધુ કિસમિસ ખાવાથી થતા આ નુકસાન વિશે..

દરેક વ્યક્તિ કિસમિસના સ્વાદથી વાકેફ હોય છે, અત્યાર સુધી દરેક લોકો કિસમિસને ફાયદાઓ વિશે જ જાણે છે પરંતુ શું તમે કિસમિસના વધુ પ્રમાણમાં સેવનથી થતા નુકસાન વિશે જાણો છો ? તમને જાણીને આશ્ચર્ય થશે પણ આ સાચું છે કિસમિસના વધુ પ્રમાણમાં સેવનથી નુકસાન થઈ શકે છે. આજે અમે તમને કિસમિસના ગેરફાયદાઓ વિશે વિગતવાર જણાવીશું.

જાણો કિસમિસ શું છે ?

image source

ડ્રાયફ્રૂટની શ્રેણીમાં કિસમિસનો સમાવેશ થાય છે, જે દ્રાક્ષને સૂકવીને તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં, દ્રાક્ષને લગભગ ત્રણ અઠવાડિયા સુધી સૂર્યમાં સૂકવવામાં આવે છે જેથી તેનું મોસ્ચ્યુરાઇઝ દૂર થાય છે. તે ભારતમાં ઘણા નામોથી ઓળખાય છે, જેમ કે હિન્દીમાં કિસમિસ, અંગ્રેજીમાં રાયસિન, તેલુગુમાં એન્ડુદ્રાક્ષ, તમિળમાં ઉલાર ધ્રાક્ષાય, મલયાલમમાં ઉનાકકુ મુન્થિરિંગા, કન્નડમાં વોનાદ્રક્ષે, ગુજરાતીમાં લાલ દ્રાક્ષ અથવા કિસમિસ અને મરાઠીમાં તે મનુકા તરીકે ઓળખાય છે. કિસમિસ આરોગ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે ઘણા આવશ્યક ફાયટોકેમિકલ્સથી ભરપૂર છે. તેમાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુનો પણ છે. કિસમિસ શરીર માટે ફાયદાકારક જ છે પરંતુ તેનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી શરીરને ઘણા નુકસાન પણ થઈ શકે છે.

જાણો કિસમિસ કેટલા પ્રકારની હોય છે

કિસમિસના ઘણા પ્રકારો છે, જેમાંથી ત્રણ પ્રકાર નીચે અનુસાર છે –

બ્રાઉન કિસમિસ

image source

આ કિસમિસ ત્રણ અઠવાડિયા સુધી સૂકવીને બનાવવામાં આવે છે. સૂકવણી પછી તે ભૂરા રંગની થાય છે. તેને બનાવવા માટે વિવિધ પ્રકારની દ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. તેમનો રંગ, કદ અને સ્વાદ દ્રાક્ષના પ્રકાર પર આધારિત છે.

સુવર્ણ કિસમિસ

image source

આ કિસમિસ સુલતાના દ્રાક્ષ (બીજ વગર લીલી દ્રાક્ષ) ને સૂકવીને બનાવવામાં આવે છે. આ પ્રકારની કિસમિસ બનાવવા માટે, દ્રાક્ષ સુકાવતા પહેલા એક પ્રકારના તેલયુક્ત દ્રાવણમાં પલાળીને રાખવામાં આવે છે. આ કારણોસર આ કિસમિસનો રંગ ગોલ્ડન / લાઇટ બ્રાઉન થાય છે. આ કિસમિસ ઘણીવાર નાની હોય છે અને અન્ય બે કિસમિસ કરતાં તેને મીઠો સ્વાદ હોય છે.

કાળી કિસમિસ

image source

આ પ્રકારની કિસમિસને જાંટે કરંટ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે કાળી દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે. આ કિસમિસ બનાવવા માટે દ્રાક્ષને ત્રણ અઠવાડિયા સુધી સૂકવવી પડે છે. તેનો સ્વાદ ઘણીવાર ખાટા-મીઠા જેવો હોય છે અને કદમાં નાની હોય છે.

કિસમિસ કેટલી માત્રામાં ખાવી જોઈએ –

ડ્રાયફ્રુટ તો દરેક ઉંમરના લોકો માટે ફાયદાકારક છે, પરંતુ તેનું સેવન મર્યાદિત માત્રામાં હોવું જોઈએ. આ માટે તમે એક દિવસમાં 50-100 ગ્રામ કિસમિસ ખાઈ શકો છો. ડાયાબિટીઝથી પીડિત લોકો માટે, તેનું પ્રમાણ તેમના આહાર અને દવાઓ અનુસાર હોઈ શકે છે, જેના વિશે ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.

કિસમિસના સેવનથી થતા નુકસાન વિશે જાણો –

– જે લોકોને એલર્જીની સમસ્યા છે, તેઓએ કિસમિસના વધુ સેવનથી બચવું જોઈએ. નહીંતર તમારી આ સમસ્યા વધી શકે છે.

image source

– કિસમિસનું સેવન વધુ પ્રમાણમાં કરવાથી જાડાપણાની સમસ્યા વધી શકે છે. તેથી જે લોકો જાડાપણું ઘટાડવા માટે ડાયટિંગ અને યોગા જેવા ઉપાયો અપનાવે છે, તેમણે કિસમિસના સેવનથી દૂર રેહવું જોઈએ.

image source

– કિસમિસને વધુ પડતા સેવનના કારણે પેટમાં ગેસ, ઉલ્ટી અને ડાયરિયા જેવી સમસ્યા પણ થઈ શકે છે. ઘણીવાર કિસમિસને વધુ સેવનથી તાવની સમસ્યા પણ જોવા મળે છે અને શ્વાસ લેવામાં પણ સમસ્યા થઈ શકે છે. તેથી શ્વાસના દર્દીઓએ કિસમિસથી દૂર જ રેહવું જોઈએ.

image source

– ડાયાબિટીઝના દર્દીઓએ કિસમિસને સેવનથી બચવું જોઈએ. કિસમિસમાં કુદરતી મીઠાસ જોવા મળે છે જે તમારી સમસ્યામાં વધારો કરી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત

0 Response to "કિસમિસ હોય છે આટલા બધા પ્રકારની, સાથે જાણો વધુ કિસમિસ ખાવાથી થતા આ નુકસાન વિશે.."

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel