આ વસ્તુ બતાવશો તો જ હરિદ્વારમાં ગંગા સ્નાન કરી શકશો, આજે જ જાણી લો આ નિયમો, નહિં તો…
હરિદ્વાર જિલ્લા પ્રશાસને મકરસંક્રાંતિને લઈને નવી એડવાઈઝરી જાહેર કરી છે. જેના આઘારે અહીં આવનારા શ્રદ્આધળુઓના કોરોનાના આરટીપીસીઆર રિપોર્ટ સાથએ રાખવાના રહેશે. જો આ રિપોર્ટ નેગેટિવ હશે તો જ તમે અહીં સ્નાન કરી શકશો.

ઉત્તરાણના દિવસે ગંગા સ્નાનનું ખાસ મહત્વ રહે છે. આ કારણે આ ધાર્મિક નગરી હરિદ્વારમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થાય છે. પણ આ સમયે કોરોના સંક્રમણના કારણે અહીં જિલ્લા પ્રશાસનેે ખાસ નિયમો બનાવી દીધા છે. જો તમે ઉત્તરાયણ પર્વ પર હરિદ્વારનો પ્લાન કરી રહ્યા છો તો તમારે પ્રશાસનના નિયમોનું ખાસ પાલન કરવાનું રહે છે.
આરટીપીસીઆર નેગેટિવ સાથે રાખવો જરૂરી

જિલ્લા પ્રશાસને ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. જેના આધારે અહીં આવનારા શ્રદ્ધાળુઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય તેમને જ પ્રવેશ અપાશે. આ સિવાય એડવાઈઝરીના આધારે વૃદ્ધો કે અન્ય બીમાર વ્યક્તિઓે માટે આરટીપીસીઆપ નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય રહેશે. એટલું જ નહીં જિલ્લા પ્રશાસને અન્ય શ્રદ્ધાળુઓની પાસે પણ આ નેગેટિવ રિપોર્ટ લાવવાની આશા રાખ છે જેથી કોરોનાના સંક્રમણને ઘટાડવામાં રાહત મળે.

ઉલ્લેખનીય છે કે કોરોનાના બાદ આ પહેલી વારનું ગંગા સ્નાન હશે જેમાં શ્રદ્ધાળુઓને આવવાની છૂટ અપાશે, આ સાથએ અહીંની ગાઈડલાઈનનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે.

તેઓએ પહેલાં પણ જેટલા સ્નાન હોય છે તે બંધ રાખ્યા છે. મળતી માહિતી અનુસાર જિલ્લા અધિકારીએ કહ્યું કે મકર સંક્રાંતિના પર્વને લઈને દરેક પ્રકારની તૈયારીઓ કરાઈ ચૂકી છે. ધર્મશાળા અને હોટલોમાં પણ એડવાઈઝરી આપવામાં આવી છે.

ઉત્તરાખંડમાં કોરોનાના કેસની સંખ્યા ઘટી રહી છે, સોમવારે અહીં 156 નવા કેસ આવ્યા છે પણ સાથે બર્ડ ફ્લૂના કારણે અહીં યૂપી સરકારે મોટો નિર્ણય લઈને આયાત થતા પક્ષીઓ પર રોક લગાવી દીધી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "આ વસ્તુ બતાવશો તો જ હરિદ્વારમાં ગંગા સ્નાન કરી શકશો, આજે જ જાણી લો આ નિયમો, નહિં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો