ગોવાને ટક્કર મારે ગુજરાતનો આ બ્લુ બિચ , પણ ગોવા જેવી આ એક જ વસ્તું નહીં મળે
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વૈશ્વિક વિકાસના રોલ મોડેલ બનેલા ગુજરાતની વિશ્વખ્યાતિમાં હવે નવો કિર્તિમાન ‘ગ્લોબલ ચોઇસ ફોર ટુરિઝમ’ પ્રસ્થાપિત કરવાની નેમ સાથે ગુજરાત નવી પ્રવાસન નીતિ 2021-25ની જાહેરાત કરી છે.

નવી પ્રવાસન નીતિમાં રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે નવા રોકાણો અને સ્થાનિક સમુદાયો માટે રોજગાર અવસર ઊભા કરવા પર ધ્યાન કેન્દ્રીતકરવામાં આવ્યું છે. આ નવી પ્રવાસન નીતિમાં ‘આત્મનિર્ભર ભારત’ ના દૃષ્ટિકોણ સાથે વોકલ ફોર લોકલ સહિત સ્થાનિક રોજગારી અને સંતુલિત પ્રાદેશિકવિકાસની વેગ મળે તે વાતને કેન્દ્ર સ્થાને રાખવામાં આવી છે.

વિશ્વભરમાંથી ગુજરાત આવતા પ્રવાસીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડી પ્રવાસનો ઉત્તમ અનુભવ આપીને પ્રવાસીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આ પોલિસી ઉપયુકત બનશે તેવું સરકારનું અનુમાન છે. જો કે આ પોલિસી વિશે જાણકારી આપતાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે વિદેશી પ્રવાસીઓને તમામ સુવિધા મળશે પરંતુ રાજ્યમાં દારુબંધી હળવી થશે નહીં.

ભારતના પશ્ચિમ કાંઠે આવેલું ગુજરાત વૈવિધ્યસભર પ્રવાસન આકર્ષણો સાથે વિશ્વભરના પ્રવાસીઓને અદભૂત અનુભવોની ભરપૂર તકો પૂરી પાડે છે. આ ઉપરાંત રાજ્યમાં ગોવા જેવા બીચ પણ ડેવલપ કરવામાં આવશે પરંતુ આ સ્થળોએ દારુનું વેચાણ કરવામાં આવશે નહીં.

ગુજરાતમાં વન્યજીવોના અભયારણ્યો, હિલ રિસોર્ટ્સ, કુદરતી આકર્ષણો અને વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હેરિટેજ સાઈટ્સ છે. આ તમામ જગ્યાઓએ કડક પણે દારુ બંધી રહેશે જ. વિદેશથી આવતા પરમીટ ધારક પ્રવાસીઓ માટે એરપોર્ટ પરથી પરમીટની વ્યવસ્થા થશે પરંતુ કોઈપણ ફરવાના સ્થળે દારુનું વેચાણ નહીં જ થાય.

વિવિધ પ્રવાસન સમૃદ્ધિના કારણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગુજરાત આવતા પ્રવાસીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. છેલ્લાં 9 વર્ષોમાં પ્રવાસીઓની સંખ્યા 15% CAGRના દરે વધી છે, જે ભારતના કુલ પ્રવાસીઓની સંખ્યાના 12%ના વૃદ્ધિદરને પણ આંબી ગઈ છે. સ્થાનિક પ્રવાસીઓ મેળવવાની દ્રષ્ટિએ ગુજરાત ટોચના 10 પ્રવાસન સ્થળોમાં સ્થાન ધરાવે છે.તેમાં પણ દ્વારકા નજીક આવેલા શિવરાજપુર બીચ જે ભારતનો સૌપ્રથમ બ્લુ ફ્લેગ સર્ટિફિકેશન ધરાવતો બીચ બન્યો છે તેની સુંદરતાપ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે તેવી છે.

રાજ્યમાં દરિયાકાંઠામાં ગોવા જેવા બીચ સરકાર ડેવલપ કરશે પરંતુ અહીં દારુની છૂટ મળશે નહીં. આ ઉપરાંત રાજ્યમાં કેરેવાન ટુરિઝમને પ્રોત્સાહન આપવા ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ ગ્રામ્ય મેળાઓ યોજવા માટે, હાઇ પ્રાયોરિટી ટુરિઝમ સેન્ટર્સનો વિકાસ કરવા માટે, ઇવેન્ટ્સ માટે ગુજરાતને પસંદગીનું સ્થળબનાવવા માટે, એડવેન્ચર ટુરિઝમ માટે યુવા પ્રવાસીઓનેઆકર્ષિત કરવા માટે તેમજ રાજ્યના વિવિધ નદી સરોવર ક્ષેત્રોમાં રિવર ક્રુઝ ટુરિઝમને પ્રોત્સાહન આપવા માટે કેપિટલ સબસીડીઓ અને અન્ય નાણાકીય સહાયતાઓ જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં હોટલો, રિસોર્ટ્સ, કન્વેન્શન સેન્ટર્સ, વેલનેસ રિસોર્ટ્સ, થીમ પાર્ક અને અમ્યુઝમેન્ટ પાર્ક્સ, ટુરિઝમ હોસ્પિટાલિટી તેમજ ટુર ઓપરેટરો માટે પણ વિવિધ નાણાકીય પ્રોત્સાહનો આ પોલિસીમાં જાહેર કરવામાં આવ્યાં છે. ખાસ વાતએ છે કે નવી પોલિસીમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં વધારો કરવા માટે, ઈ-વાઉચર્સ અથવા ગુજરાત ટુરિઝમ કાર્ડ દ્વારા ગરવી ગુજરાતમાંથી ખરીદી કરવા પર મહત્તમ રૂ.20,000 સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "ગોવાને ટક્કર મારે ગુજરાતનો આ બ્લુ બિચ , પણ ગોવા જેવી આ એક જ વસ્તું નહીં મળે"
ટિપ્પણી પોસ્ટ કરો