શાનદાર કાર્ટુનીસ્ટ વોલ્ટ ડીઝની વિષે આ વાતો જાણીને તમારા પણ ઉડી જાશે હોશ..
મિત્રો, જ્યારે વાત કાર્ટૂનિસ્ટ વોલ્ટ ડીઝનીની આવે એટલે મોટાભાગના ૯૦ ના દાયકાના લોકો પોતાના બાળપણની સ્મૃતિઓમા ખોવાઈ જાય છે. આ સમયકાળ એવો સમય હતો કે, જ્યારે હજુ પણ ફિલ્મજગત પ્રત્યે લોકોમા કોઈ વિશેષ સભાનતા નહોતી. પ્રવર્તમાન સમયની જેમ તે સમયમા ફિલ્મજગત પ્રત્યે લોકોમા તેટલો ક્રેઝ જોવા મળતો ના હતો.

પરંતુ, હા આ સમય દરમિયાન અમુક એવા એવરગ્રીન શો આવેલા હતા કે જે બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધીના માનસપટમા છપાઈ ચુક્યા હતા. જેની સ્મૃતિઓ લોકો આજ સુધી પણ ભૂલી શક્યા નથી અને આજે પણ લોકોના મોઢામા જ્યારે વોલ્ટ ડીઝની નામ આવે એટલે તે સ્મૃતિઓ ફરી તાજા થઇ જાય છે.

વોલ્ટ ડિઝનીનો જન્મ વર્ષ ૧૯૦૧મા અમેરિકાના શિકાગો શહેરમા થયો હતો. ધ વોલ્ટ ડિઝની ફિલ્મ આર્કાઇવ્સ. એનિમેટેડ ફિલ્મ ૧૯૨૧-૧૯૬૮ નામની એક બૂકમા તેમને એક તેજસ્વી કાર્ટૂનિસ્ટ તરીકે વર્ણવવામા આવ્યા હતા. મિકી માઉસ અને સ્નો વ્હાઇટના ઘણા સમય પહેલા યુવાન વોલ્ટે ૧૯૨૦ના દાયકામાં “એલિસ કોમેડીઝ” નામની શ્રેણીનું નિર્માણ અને દિગ્દર્શન કર્યું હતું.

તેમાં એલિસ નામની એક સાચી છોકરી હતી અને એક કાર્ટૂન બિલાડી હતી અને તેમા તેના પરાક્રમો બતાવવામા આવ્યા હતા. આ ફોટોમા બાળ કલાકાર વર્જિનિયા ડેવિસ “એલિસ્સ સ્પૂકી એડવેન્ચર”ના સેટ પર દેખાડવામા આવ્યા છે. ડિઝનીએ જે કાર્ટૂન પાત્રોનું સ્વપ્ન જોયું હતુ, તે આજે સમગ્ર વિશ્વમા એક અલગ જ પ્રકારની ઓળખ ધરાવે છે જેમકે, મિકી માઉસ. જો કે, હજુ સુધી તે સ્પષ્ટ નથી કે, મિકી માઉસ કોણે બનાવ્યુ?
વોલ્ટ ડિઝનીના આર્ટ ડિરેક્ટર યુબ આઇવર્ક્સને આ કાર્ટૂન કેરેક્ટર કમ્પોઝ કરવાનો શ્રેય જાય છે. ડિઝનીએ વર્ષ ૧૯૨૬મા ડ્રોઈંગ કરવાનુ બંધ કરી દીધુ હતુ પરંતુ, તેમની મંજૂરી વિના કોઈપણ કાર્ટૂન ચાલતુ ના હતુ. પિનોચિયો, ડમ્બો, બામ્બી, ફેન્ટેટિયા, સિન્ડ્રેલા, એલિસ ઇન વન્ડરલેન્ડ અને પીટર પેન આ તમામ પ્રખ્યાત ફિલ્મો વર્ષ ૧૯૪૦ અને ૧૯૫૦ ના દાયકામા રિલીઝ થઈ હતી. તેમની પાસે મહાન એનિમેશન હતા અને પ્રેક્ષકોની સામે એક એવી દુનિયા હતી જેની કોઈ સીમાઓ જ નહોતી.

જ્યારે તમે બાળપણની યાદો તાજા કરો છો અને તેમા ખોવાઈ જાવ છો ત્યારે તમને એ અવશ્યપણે યાદ આવશે કે, કેવી રીતે તમે વીડિયો અથવા ડીવીડી ના માધ્યમથી આ ફિલ્મો જોતા હતા. ” યહ કોઈ ચીડિયા નહિ બલકી એક તિતલી હે”,”બામ્બી” ૧૯૪૨ની વાર્તાને હજુ પણ ક્લાસિક ગણવામાં આવે છે.

આ સ્મૃતીઓએ અવશ્ય તમને બાળપણમા ફરી જીવવા માટે મજબુર કરી દીધા હશે પરંતુ, અફસોસ આપણે તે સમયમા પાછા જઈ શકતા નથી પરંતુ, આ સ્મૃતિઓને યાદ કરીને ફરી તમે આ સમયને જીવી અવશ્ય શકો છો. તો આવી જ રસપ્રદ વાતો જાણવા માટે અમારી સાથે જોડાઈ રહો, ધન્યવાદ!
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "શાનદાર કાર્ટુનીસ્ટ વોલ્ટ ડીઝની વિષે આ વાતો જાણીને તમારા પણ ઉડી જાશે હોશ.."
ટિપ્પણી પોસ્ટ કરો