દાડમ ખાનાર લોકો સાવચેત રહો, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, જાણો કેવી રીતે
જો તમને ફળો ખાવાના શોખીન છો, તો તમને દાડમ ભાવતું જ હશે, કેટલાક લોકો સવારના નાસ્તામાં દાડમ ખાય છે, તો કેટલાક તેને બેગમાં રાખી ઓફિસમાં લઈ જાય છે. કામમાંથી વિરામ મળતાં તેઓ તરત જ દાડમ ખાઈ લે છે. દાડમ ખાવામાં સ્વાદિષ્ટ છે અને દેખાવમાં પણ તે ખૂબ જ આકર્ષક લાગે છે.

જો કે, તેના વધુ પડતા સેવનના કારણે તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી શકે છે. આ સાંભળીને તમને વિચિત્ર લાગશે, પરંતુ આ વાત સો ટકા સાચી છે. આજે અમે તમને જણાવીશું કે દાડમ તમને કેવી રીતે ‘બીમાર’ બનાવી શકે છે. ખાસ કરીને જ્યારે તમે પહેલાથી જ કોઈ રોગ સાથે સંઘર્ષ કરી રહ્યાં છો, ત્યારે કૃપા કરીને દાડમનું સેવન કરતા પેહલા ડોક્ટરની સલાહ જરૂરથી લો.
બ્લડ પ્રેશર ઓછું

ઘણા અભ્યાસ દ્વારા તે બહાર આવ્યું છે કે દાડમના સેવનથી બ્લડ પ્રેશર ઓછું થઈ શકે છે. આવી સ્થિતિમાં, જે લોકોને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય અથવા બ્લડ પ્રેશરમાં પરિવર્તન આવે છે, તેઓએ દાડમથી દૂર રહેવું જોઈએ.
પાચનની સમસ્યાઓ થઈ શકે છે
દાડમના અતિશય સેવનથી પાચન સમસ્યાઓ થઈ શકે છે. દાડમ ખાવાથી તમને ઉલટી, પેટમાં દુખાવો અને ડાયરિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. જો તમારી પાચન સિસ્ટમ યોગ્ય રીતે કામ કરી રહી નથી, તો તમારે દાડમ અને તેના જ્યુસનું સેવન ન કરવું જોઈએ.
/pomegranate-fruit-on-cut-board-157685468-588901525f9b5874ee801d3e.jpg)
આ સિવાય ગેસ્ટ્રિક સમસ્યાથી પીડિત લોકોએ પણ દાડમનું સેવન ન કરવું જોઈએ. કારણ કે દાડમની ઠંડી અસરને કારણે ખોરાક યોગ્ય રીતે પચતું નથી. તેનાથી પેટમાં ખોરાક સડતો હોય છે. જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેમણે પણ દાડમ ન ખાવા જોઈએ. કારણ કે આ પાચનતંત્રને યોગ્ય રીતે કાર્ય કરતા અટકાવશે.
એલર્જિક હોઈ શકે છે

દાડમની આડઅસર એ એલર્જી છે. કેટલીકવાર આ સમસ્યા ગંભીર થઈ શકે છે. જો તમને દાડમ ખાધા પછી ખંજવાળ, સોજો, ગળામાં દુખાવો જેવી સમસ્યા લાગે છે, તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઇએ. ઉપરાંત, દાડમના સેવનથી પણ બચવું જોઈએ. દાડમ લોહીને વધારવાનું કામ કરે છે. પરંતુ જો તમારી ત્વચા પર કોઈપણ પ્રકારનો ચેપ છે, તો દાડમનું સેવન ટાળવું જોઈએ. કારણ કે તેઓ ત્વચા પર ફોલ્લીઓની સમસ્યામાં વધારો કરી શકે છે.
ડાયાબિટીઝ વધી શકે છે
દાડમના કુદરતી મીઠાસ હોવાના કારણે ડાયાબીટિઝની દવા લેતા લોકોએ દાડમનું સેવન કરતા પેહલા સાવધાન રહેવું જોઈએ.
માનસિક સમસ્યા

જે લોકોને માનસિક સમસ્યા હોય છે તેમણે પણ દાડમ ન ખાવા જોઈએ. આ શરદીને કારણે તેના મગજની ચેતાને અવરોધિત કરી શકે છે. જેના કારણે તમારી માનસિક સમસ્યામાં વધારો થાય છે. માનસિક મુશ્કેલી દરમિયાન જો તમે દવાઓનું સેવન કરો છો તો આ સમયમાં દાડમનું સેવન બિલકુલ ના કરો. આ રાસાયણિક પ્રતિક્રિયા પેદા કરી શકે છે.
આ સિવાય ડોક્ટરની સલાહ લીધા વગર એડ્સ અને કેન્સર જેવા રોગમાં પણ દાડમનું સેવન ન કરવું જોઈએ. કારણ કે આ રોગોમાં વપરાયેલી દવાઓની યોગ્ય અસર દાડમથી નકારાત્મક અસર થઈ શકે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "દાડમ ખાનાર લોકો સાવચેત રહો, તે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે, જાણો કેવી રીતે"
ટિપ્પણી પોસ્ટ કરો