ટ્રાફિક મેમોથી શરૂ થયેલી લવસ્ટોરીનો આ કરુણ અંજામ વાંચીને તમે પણ રડી પડશો

અંદાજીત દોઢ વર્ષ પહેલા ટ્રાફિક મેમો દ્વારા શરુ થયેલ એક PSI અને યુવતીની લવસ્ટોરી લગ્નના છ મહિનામાં જ ભંગાણના આરે આવીને ઉભા રહી ગયા છે. આ યુવતીએ મહિલા પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં PSI પતિ સાગર આચાર્ય સહિત અન્ય ૪ સાસરી પક્ષના સભ્યોની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જેમાં PSI દ્વારા હત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો છે.

image source

-ટ્રાફિક મેમો દ્વારા શરુ થયેલ લવસ્ટોરીનો કરુણ અંજામ.

-PSI પતિ સાગર આચાર્યની સામે પોલીસ ફરિયાદ.

-PSI દ્વારા હત્યા કરવાનો પ્રયત્ન કર્યાનો આક્ષેપ.

image source

ગોદરેજ ગાર્ડન સિટીમાં આવેલ વૃંદાવન ફ્લેટમાં રહેતા ૩૪ વર્ષની ઉમર ધરાવતા વંદના બેનએ PSI સાગર આચાર્ય, સાસુ શારદાબેન, સસરા બાબુલાલ અને નણંદ ગાયત્રીબેન સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે. ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, દોઢ વર્ષ પહેલા કારગિલ પેટ્રોલ પંપ નજીક PSI સાગર આચાર્યની સાથે ટ્રાફિક મેમો દરમિયાન મુલાકાત થઈ હતી. ત્યાર બાદ એક વર્ષ પછી આ મહિલાએ પોતાના પતિને છૂટાછેડા આપી દીધા બાદ PSI સાથે લગ્ન કરી લીધા હતા.

સાસરી પક્ષના સભ્યોનો ત્રાસ વધી જતા કેસ પોલીસ સ્ટેશનમાં પહોચ્યો.

image source

વંદનાબેનને લગ્નના બીજા દિવસે ખબર પડે છે કે, તેમના પતિ સાગરના આની પહેલા પણ લગ્ન અને છૂટાછેડા થઈ ગયા હતા. તેમના પતિ સાગર આચાર્યને પહેલી પત્નીથી એક સંતાન પણ છે. તેમ છતાં પણ વંદનાબેનએ કોઈ વાતનો વાંધો ઉઠાવ્યો નહી અને વાતને આગળ વધારી નહી. લગ્ન કર્યાના ૨૦ દિવસમાં જ વંદનાબેનનો તેમના પતિ સાથે કપડા બાબતે લઈને મોટો ઝઘડો થયો હતો. ત્યાર બાદ ત્રાસ વધી જતા આ કેસ પોલીસ સ્ટેશન પહોચી ગયો છે.

PSI સાગર આચાર્ય અમદાવાદ ટ્રાફિક વિભાગમાં ફરજ નિભાવે છે.

image source

PSI સાગર આચાર્ય અમદાવાદ શહેરના ટ્રાફિક વિભાગમાં ડ્યુટી કરે છે. ટ્રાફિક નિયમનો ભંગ કરવાના લીધે ૬ મહિના પહેલા રુચીતાને PSI સાગર આચાર્ય દ્વારા પકડવામાં આવી હતી. ત્યાર બાદ તે સમય દરમિયાન થયેલ તકરાર બાદ બંને એકબીજાની નજીક આવવા લાગ્યા. PSI સાગર આચાર્યના પ્રેમમાં પાગલ વંદનાબેનએ પોતાના પતિને પણ છૂટાછેડા આપી દીધા છે. ઉપરાંત PSIની સાથે લગ્ન કર્યા બાદ લાજ કાઢવા બાબત સહિત કપડા પહેરવા જેવા અલગ અલગ બાબતોમાં સાસુ- વહુના ઝઘડા થવા લાગ્યા હતા. PSI સાગર આચાર્ય ઘરે દારૂ પીને આવતો અને  દનાબેનની સાથે મારઝૂડ કરતો હતો. જયારે વંદનાબેન પોતાની નણંદને વાત કરતા તો તેમની વાત સાંભળતા હતા નહી.

સાસરીના લોકોએ વંદનાબેનને ઘરે કાઢી મુક્યા

image source

સાસરી પક્ષના લોકોએ ઘરેથી બહાર કાઢી મુક્યા પછી તેઓ પતિની સાથે મકાન ભાડે રાખીને રહેવા લાગ્યા હતા. જ્યાં સાસુએ ઘરે આવીને પતિ સાથે ઝઘડો કર્યો હતો અને પતિને રિવોલ્વરથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. અમદાવાદમાં ભાડે રાખેલ ઘરનો સામાન પણ લઈ જાય છે અને સાસરીવાળા વંદનાબેનને ઘર ખાલી કરીને છૂટાછેડા આપવા માટે દબાણ કરવા લગ્યા હતા. આવા ઘણા બધા આક્ષેપો સાથે વંદનાબેનએ મહિલા પોલીસ દ્વારા તપાસ શરુ કરી દેવામાં આવી છે.

દોઢ વર્ષનો પરિચય અને ૬ મહિનાના લગ્ન જીવન હવે ભંગાણના આરે.

image source

દોઢ વર્ષના પરિચય અને ૬ મહિનાના લગ્ન જીવન બાદ હવે સંબંધ ભંગાણના આરે આવી ઉભું છે. આવામાં પત્ની દ્વારા ગંભીર આરોપો સહિત ફરિયાદ નોંધાવીને PSI સાગર આચાર્યની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ બંને ખતરામાં આવીને ઉભું છે. હવે મહિલા પોલીસ દ્વારા તમામ આક્ષેપોની તપાસ શરુ કરી દેવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "ટ્રાફિક મેમોથી શરૂ થયેલી લવસ્ટોરીનો આ કરુણ અંજામ વાંચીને તમે પણ રડી પડશો"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel