વાળ કપાવવાનું વિચારો છો તો આ દિવસને કરો પસંદ, વધશે લક્ષ્મીજીની કૃપા

સનાતન ધર્મમાં દૈનિક જીવનના દરેક વાતના શુભ અને અશુભ સંકેતો કહેવામાં આવ્યા છે. મહાભારતના સમયથી વાળ અને દાઢી કરાવવાને લઈને કેટલાક નિયમો છે. તો જાણો ઘરમાં સમૃદ્ધિ લાવવા માટે કયા દિવસે વાળ કપાવવાનું ઉત્તમ માનવામાં આવે છે. અને કયા દિવસે સલૂનમાં જવાથી તમારો વિનાશ થઈ શકે છે.

image source

સનાતન ઘર્મમાં જીવનના દરેક પગલા માટે શુભ અને અશુભ સંકેતો અપાયા છે. આ માટે વાળ અને દાઢી કરાવવાના માટે લોકો ખાસ કરીને રજાનો દિવસ એટલે કે રવિવાર પસંદ કરે છે. પણ અઠવાડિયાના અલગ અલગ દિવસે હેર કટ કરાવવાથી અલગ અલગ ફળ મળે છે. જો તમે રવિવારે એટલે કે સૂર્યના દિવસે વાળ કપાવો છો તો આ માટે ધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે. જો તમે શનિવારે વાળ કપાવો છો તો તે અશુભ માનવામાં આવે છે. માટે શનિવારે સલૂન ન જવાનું કહેવાય છે. જો વાળ કપાવવા હોય કે દાઢી કરાવવી હોય તો બુધવારનો દિવસ ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે આ કામ કરવાથી ઘરમાં ધનની વૃદ્દિ થાય છે. આ દિવસે નખ કાપવાનું પણ શુભ માનવામાં આવે છે.

રવિવારે વાળ કપાવવાથી દન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે.

image source

સોમવારે વાળ કપાવવાનું યોગ્ય માનવામાં આવતું નથી. આ દિવસે વાળ કપાવવા એ સંતાન માટે હાનિકારક રહે છે. આ સિવાય તે માનસિક દુર્બળતાને નોંતરે છે.

image source

મંગળવારે વાળ કપાવવાથી તમારી ઉંમર ઘટે છે અને અસામાયિક મૃત્યુનું કારક બને છે. માટે જ આ દિવસે તમામ સલૂન રજા રાખે છે.

બુધવારે નખ અને વાળ કપાવવા માટેનો શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે આ કામ કરવાથી ધન વધે છે અને ઘરમાં ખુશીઓ આવે છે.

image source

ગુરુવારે વાળ કપાવવાથી કે દાઢી કરાવવાથી ધનલક્ષ્મી અને સંપત્તિને નુકસાન થાય છે. આ સાથે જ માન સન્માનને પણ હાનિ થાય છે.

શુક્રવારે આ કામ કરવાથી શુક્રનો પ્રભાવ વધે છે. આ ગ્રહ સૌંદર્યનું પ્રતીક માનવામાં આવે છે. તેનાથી લાભ અને યશની પ્રાપ્તિ થાય છે.

image source

શનિવારે વાળ કપાવવાનું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિવસે વાળ કપાવવાનું કે દાઢી કરાવવું એ મૃત્યુનું કારણ માનવામાં આવે છે.

Related Posts

0 Response to "વાળ કપાવવાનું વિચારો છો તો આ દિવસને કરો પસંદ, વધશે લક્ષ્મીજીની કૃપા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel