વિરુષ્કાના દીકરીની પહેલી જલક સામે આવી, તસવીર જોઈને ફેન્સ રાજીના રેડ થયાં! તમે જોઈ કે નહીં
કાલ સાંજના એક જ સમાચાર ચર્ચામાં છે કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા માતા પિતા બની ગયા છે. જ્યાં જોઈએ ત્યાં નાના લોકોથી માંડીને મોટા લોકો સુધી એક જ વાત કરવામાં આવી રહી છે કે કેવી હશે તેમની બાળકી અને તેનું નામ શું રાખવામાં આવશે. ત્યારે ગઈ કાલે તો લોકોએ તેના નામની અટકળો પણ લગાવી હતી અને પોતાની રીતે નામકરણ પણ કર્યા હતા.
ત્યારે હવે આ બધાની વચ્ચે આ બાળકીની પહેલી તસ્વીર સામે આવી છે. અને જે ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી હતી. આ તસવીર શેર થતાની સાથે જ બધે વાયરલ થવા લાગી છે અને લોકોમાં ચર્ચા જાગી રહી છે.
♥️ pic.twitter.com/js3SkZJTsH
— Virat Kohli (@imVkohli) January 11, 2021
બાળકીની ખુશી વ્યક્ત કરતા વિરાટે એક ટ્વીટ પણ કરી હતી અને તેમાં કહ્યું કે, અમને બંનેને જણાવતા ખુશી થાય છે કે આજે બપોરે અમારા ઘરે દીકરી આવી છે. અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બંને સ્વસ્થ છે અને અમારુ આ સૌભાગ્ય છે કે અમને જીવનનું આ ચેપ્ટર અનુભવ કરવા મળ્યું. અમે જાણીએ છીએ કે આ સમયે અમને થોડી પ્રાઇવસીની જરૂર હશે. સ્નેહ વિરાટ. આ ટ્વીટ પણ ઘણું વાયરલ થયું હતું અને લોકોએ શેર કર્યું હતું.

બંન્ને આ બાળકનું નામ અન્વી રાખી શકે એવી ચર્ચાઓ પણ કાલે ખુબ વાયરલ થઈ રહી હતી. કારણ કે ફેન્સ એવું માની રહ્યાં છે કે અનુષ્કામાંથી અન્ અને વિટારમાંથી વી લઈને અન્વી નામ રાખવામાં આવી શકે છે. ગુજરાતી સાહિત્ય પ્રમાણે વાત કરીએ તો અન્વીનો અર્થ દયાળું એવો પણ થાય છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે દીકરીનું નામ શું રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઇન્ડિયા કોમના જ્યોતિષ પંડિત જગન્નાથજી ગુરુજી સાથે વાત કરી અને એમણે કહ્યું હતું કે, વિરાટ અને અનુષ્કાના ઘરે નાની પરીનો જન્મ થશે અને સાચે આ આગાહી સાચી ઠરી હતી.

ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કાએ તેઓ માતા પિતા બનવાના છે તે વાતની જાણકારી ઓગસ્ટ 2020માં આપી હતી અને ઇન્સ્ટાગ્રામ પર લખ્યુ હતું કે, “And then, we were three! Arriving Jan 2021.” ત્યારે હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના ઘરે દિકરીએ જન્મ લીધો છે.
જો વાત કરીએ તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા બોલિવૂડના સૌથી પાવર કપલમાં સામેલ છે. બંને સ્ટાર્સ પોત પોતાના ફિલ્ડમાં શાનદાર કામ કરીને ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા જ ઈન્ટાગ્રામ પર એક ફેને અનુષ્કાને પૂછ્યું હતું કે શું તમારા નીકટના લોકો તમને બેબી પ્લાનિંગ માટે નથી પૂછતા?

તમારા અને વિરાટના લગ્નને ઘણો સમય થઈ ગયો છે. જેના પર અનુષ્કાએ કહ્યું હતું કે કોઈ પૂછતું નથી. ફક્ત સોશિયલ મીડિયા પર જ લોકો પૂછે છે. આ અંદાજમા એનો જવાબ પણ ખૂબ વખણાયો હતો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.
આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ ન્યુઝ ગુજરાત
0 Response to "વિરુષ્કાના દીકરીની પહેલી જલક સામે આવી, તસવીર જોઈને ફેન્સ રાજીના રેડ થયાં! તમે જોઈ કે નહીં"
ટિપ્પણી પોસ્ટ કરો