વિરાટ કોહલી અને અનુષ્કાની લાડલીનું નામ હરિદ્રારના આ બાબા રાખી શકે છે, જાણો કોણ છે આ બાબા

બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ 11 જાન્યુઆરીના રોજ બપોરે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો અને આ વાતની જાણ વિરાટ કોહલીએ જાતે જ સોશિયલ મીડિયા મારફતે આપી હતી. જો કે વિરાટે એની દીકરીનો કોઈ ફોટો શેર નહોતો કર્યો. પણ હવે અનુષ્કા તથા વિરાટની દીકરીની પહેલી તસવીર સામે આવી ગઈ છે, જેમાં ફક્ત તેના પગ જ જોવા મળે છે.

image source

તમને જણાવી દઈએ કે આ તસવીર વિરાટ કોહલીના ભાઈ વિકાસ કોહલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શૅર કરી છે અને સાથે જ લખ્યું છે કે, ‘ખુશીઓની લહેર, પરી ઘર આવી ગઈ.’ એક બીજી ખબર પણ સામે આવી રહી છે કે અનુષ્કા-વિરાટની દીકરીનું નામ આધ્યાત્મિક ગુરુ અનંત નારાયણ કરે એવી શક્યતા છે.

વિરાટ કોહલીએ પોતાના ઘરે દીકરીના જન્મનાં સારા સમાચાર આપીને પ્રાઈવસીનું ધ્યાન રાખવાની વાત પણ પોતાની પોસ્ટમાં કહી હતી. વિરાટ કે અનુષ્કાએ હજી સુધી એમની દીકરીની તસવીર શૅર નથી કરી. હવે એવામાં વિરાટના ભાઈએ જે તસવીર શૅર કરી છે એ પહેલી તસવીર હોવાનું માનવામાં આવે છે.

અનુષ્કાએ દીકરીને જન્મ આપ્યો ત્યારથી જ સોશિયલ મીડિયામાં એના નામ અંગે ચર્ચા થઈ રહી છે. હોસ્પિટલનાં સૂત્રો મુજબ વિરાટ અને અનુષ્કાની દીકરીનું નામ ‘અન્વી’ રાખવામાં આવ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જો કે એક અહેવાલ પ્રમાણે, શર્મા પરિવારના આધ્યાત્મિક ગુરુ અનંત નારાયણ દીકરીનું નામકરણ કરશે.

image source

તમને જણાવી દઈએ કે શર્મા તથા કોહલી પરિવાર મહારાજ અનંતના નિર્ણયોને હંમેશાં માન આપતા હોય છે. પછી એ લગ્નનો નિર્ણય હોય કે ઘર ખરીદવાનો. શર્મા પરિવારના મહત્ત્વના નિર્ણયમાં તેઓ અનંત નારાયણ મહારાજની સલાહ ચોક્કસથી લે જ છે.

તમને જણાવી દઈએ કે અનંત નારાયણ હરિદ્વારમાં આવેલા અનંત ધામમાં રહે છે. અને શર્મા પરિવાર તેમને મળવા અવારનવાર ત્યાં જાય છે. એટલું જ નહીં અનુષ્કા અને વિરાટના લગ્નમાં પણ અનંત બાબા ઇટલી ગયા હતા. અનંત બાબા ફક્ત 15 વર્ષની ઉંમરથી જ આધ્યાત્મ સાથે જોડાઈ ગયા હતા..

image source

તમને સૌને ખ્યાલ જ હશે કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ઇટલીમાં પરિવાર અને મિત્રોની હાજરીમાં 11 ડિસેમ્બરે 2017માં લગ્ન કર્યાં હતાં. તેમના રિસેપ્શનમાં વડાપ્રધાન મોદીએ પણ હાજરી આપી હતી.

image source

આ વર્ષના ઓગસ્ટ મહિનામાં અનુષ્કા તથા વિરાટે પોતે માતા પિતા બનવાના છે તેની જાહેરાત કરી હતી. લગ્નનાં ત્રણ વર્ષ અને એક મહિના બાદ બંનેના ઘરે દીકરીનો જન્મ થયો છે. અનુષ્કા મે મહિનાથી કામ કરવાનું શરૂ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

Related Posts

0 Response to "વિરાટ કોહલી અને અનુષ્કાની લાડલીનું નામ હરિદ્રારના આ બાબા રાખી શકે છે, જાણો કોણ છે આ બાબા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel