જાદુ કી જપ્પી વીસ સેકન્ડથી વધુ સમય ચાલે ત્યારે એ થેરપી બની જાય છે! જાણી લો શું થાય છે અસર
હગને જાદુ કી જપ્પી કંઇ એમ જ નથી કહેવામાં આવતી. એ ખરેખર ભેટી પડનાર બંને વ્યકિતઓ પર એક જાદુઇ અસર છોડે છે. હવે આ વાતને પુષ્ટિ આપતુ એક નવુ રિસર્ચ જાહેર થયુ છે જે કહે છે કે કે લાઇફ-પાર્ટનર સાથે કંઇક પ્રોબ્લેમ થાય ત્યારે તેને એક ઝપ્પી આપી દેવી જોઇએ. આ જપ્પી જયારે વીસ સેકન્ડથી વધુ સમય ચાલે ત્યારે એ થેરપી
સમાન બની જાય છે અને એમાંથી પ્રોડયુસ થતુ ઓકિસટોસિન નામનું ન્યુરો કેમિકલ જે લવ- હોર્મોન તરીકે પણ ઓળખાય છે એ પ્રોડયુસ થાય છે અને તન તેમ જ મન બંને રિલેકસ થાય છે.
જ્યારે તમે પોતાના મિત્રો યારોને મળો છો ત્યારે તમારી પ્રથમ પ્રતિક્રિયા તેમને જાદુની જપ્પી (Hug) હોય છે. આટલુ જ નહીં ઑફિસમાં પણ હેન્ડ શેક સામાન્ય વાત છે. શું તમે જાણો છો કે જ્યારે તમે કોઇને ગળે મળો છો કે હેન્ડ શેક કરો છો તેના કેટલા ફાયદા થાય છે? એક રિસર્ચમાં જાણવા મળ્યુ છે કે સ્નેહ સંબંધ જેવા કે હાથ પકડવો, ગળે મળવાથી બ્લડ પ્રેશરનું લેવલ અને હાર્ટ બીટને નોર્મલ કરી શકે છે. જેનાથી હાર્ટ સંબંધિત કેટલીય સમસ્યાઓનું સમાધાન શક્ય છે. આપણે માત્ર પોતાના પાર્ટનર ઉપરાંત જેને પણ તમે પોતાનાથી ક્લોઝ માનતા હોય તેની સાથે તમે ગળે મળી શકો છો. આમ કરવાથી ન માત્ર તમારી બંનેની વચ્ચે ક્લોઝનેસ વધશે આ સાથે જ માનસિક સ્વાસ્થ્યમાં પણ લાભદાયી થાય છે. જાણો, માત્ર સ્કિનના ટચથી જ કેવી રીતે માનસિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખી શકાય છે.
માનસિક તણાવને ઘટાડે છે
જો તમે પરેશાન છો, કોઇ સમસ્યાથી ઘેરાઇ ગયા છો અને કોઇ તમારી નજીકનું તમને હગ કરે છે તો તમે જાણી શકશો કે તમે હવે સારું ફીલ કરી રહ્યા છો. ઑક્સફોર્ડ યૂનિવર્સિટીમાં મનોવૈજ્ઞાનિક પ્રોફેસરનું કહેવું છે કે ગળે મળવાથી તણાવ તો ઓછો થાય જ છે, માનસિક સ્વાસ્થ્યમાં પણ ઝડપથી સુધારો આવે છે. એટલા માટે જ્યારે પણ કોઇ તમારાથી ક્લોઝ વ્યક્તિને પરેશાન જુઓ તો તેને ગળે મળવાનું ન ભૂલશો.
ખુશીઓ વધે છે
જ્યારે કોઇ તમને ગળે મળે છે ત્યારે તમારા શરીરમાં રહેલ ઑક્સીટોસિન હૉર્મોનનું સ્તર વધી જાય છે. જે લોકોના આપણી આસપાસ હોવાથી આપણને સારું લાગે છે. તે લોકોની સાથે રહેવાથી ઑક્સીટોસિન હૉર્મોન રિલીઝ થાય છે અને આપણો મૂડ સારો રહે છે. હગિંગ શરીરના કોર્ટિસોલ સ્તરને નિયંત્રિત કરે છે જેનાથી ઑક્સીટોન નામનો હૉર્મોન રિલીઝ થવા લાગે છે જેને લવ હૉર્મોન પણ કહેવામાં આવે છે. આ આપણા વર્તનમાં સકારાત્મક અસર નાંખે છે. બૉડીના ઑક્સીટોન રિલીઝ થવાથી આપણે વધારે કૂલ અને રિલેક્સ થવાની સાથે તણાવ મુક્ત થઇ જઇએ છીએ.
હાર્ટને વધારે મજબૂત બનાવે છે
જ્યારે આપણે કોઇ પોતાનાને ગળે મળીએ છીએ ત્યારે આપણને મજબૂતીનો અનુભવ થાય છે. આમ કરવાથી આપણને એકલા નથી લાગતું. હકીકતમાં વૈજ્ઞાનિકોને પણ જાણવા મળ્યું છે કે ગળે મળવું હેલ્ધી હાર્ટ માટે ખૂબ જ જરૂરી છે. યૂનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર પણ આ વાત સ્વીકારે છે. હકીકતમાં જ્યારે તમારો કોઇ હાથ થામે છે અથવા ગળે મળે છે ત્યારે જાતે જ બ્લડ પ્રેશર લેવલ અને હાર્ટ બીટમાં ઘટાડો થાય છે. આ હ્યૂમન બૉડીના હેલ્ધી હાર્ટ માટે ખૂબ જ જરૂરી છે. આટલું જ નહીં આમ કરતાં રહેવાથી હાર્ટ અટેકનું જોખમ પણ ઘટી જાય છે.
એકલતાને દૂર કરે છે
કોવિડ પેન્ડેમિકના સમયગાળામાં લોકોને જો સૌથી વધારે મુશ્કેલી પડી છે તો તે છે પોતાના લોકો સાથે શારીરિક રીતે અંતર જાળવવું. હકીકતમાં ડૉક્ટર્સનું કહેવું છે કે માનવ શરીરની સંરચના જ એવી છે કે તેને દર વખતે કોઇ પોતાનું ખૂબ જ નજીક જોઇએ. જ્યારે વ્યક્તિ માતાના પેટની અંદર રહે છે ત્યારથી તે આ પ્રકારનો નેચર લઇને જન્મ લે છે. એવામાં પોતાના નજીકના લોકોથી દૂર રહેવું તેને માનસિક રીતે અસર કરે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "જાદુ કી જપ્પી વીસ સેકન્ડથી વધુ સમય ચાલે ત્યારે એ થેરપી બની જાય છે! જાણી લો શું થાય છે અસર"
ટિપ્પણી પોસ્ટ કરો