દિપીકા, પ્રિયંકા બાદ બોલિવૂડની આ હોટ હસિના કરશે હોલિવૂડમાં એન્ટ્રી

બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીઝ ટૂંક સમયમાં હોલિવુડ ફિલ્મમાં જોવા મળશે. જેક્લીન વુમન સ્ટોરીઝથી હોલીવુડમાં પ્રવેશ કરશે. નોંધપાત્ર વાત એ છે કે આ ફિલ્મમાં છ મહિલા ફિલ્મકારો દ્વારા નિર્દેશિત છ વાર્તાઓ રજૂ કરવામાં આવશે, જેમાં ડ્રામા, કોમેડી અને એનિમેશન વગેરેનો સમાવેશ છે. તે એક એંથોલોજી ફિલ્મ છે તેમ કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મ છ સેગમેન્ટમાં બનાવવામાં આવશે, તેમાં મહિલાઓ મુખ્ય ભૂમિકા છે. જેક્લીન ફિલ્મ નિર્માતા લીના યાદવના સેગમેન્ટમાં શેરિંગ ધ રાઇડમાં કામ કરશે.

જૈકલીનના હાથમાં ચાર મોટી ફિલ્મ

image source

ડેડલાઇનમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ, ફર્નાન્ડીઝ લીના યાદવની લઘુ વાર્તા શેરિંગ એ રાઇડમાં જોવા મળશે. તેમાં તેની સાથે ટ્રાંસજેન્ડર આર્ટિસ્ટ અંજલી લામા પણ કામ કરશે. યાદવ પાર્ચડ, રાજમા રાઇસ અને તીન પત્તી જેવી ફિલ્મ્સના ડાયરેક્શન માટે જાણીતા છે. વુમન સ્ટોરીઝમાં કારા ડેલિવિંગને, ઇવા લોંગોરિયા, માર્ગિરીટા બોય, લિયોનોર વરેલા અને માર્સિયા ગે હાર્ડન પણ છે. જેકલીન હોલિવૂડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે પરંતુ બોલિવૂડમાં પણ તેને દબદબો રહેશે. જૈકલીનના હાથમાં ચાર મોટી ફિલ્મ છે. જેમાં એટેક, ભૂત પોલીસ, સર્કસ અને બચ્ચન પાંડે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

ભારતમાં થશે શૂટિંગ

image source

ઘણી વાર્તાનો સમાવેશ કરનારી આ ફિલ્મનું શૂટિંગ ઇટાલી, ભારત અને અમેરિકામાં કરવામાં આવશે, આ ફિલ્મ મહિલાઓના જીવનના તમામ પાસા બતાવવાનો પ્રયત્ન કરશે. ફિલ્મમાં કારા ડેલવિંજે, ઇવા લોન્ગોરિયા, માર્ગિરીતા બાય, મારિકા ગે હાર્ડન, લેવાનોર વરેલા વગેરે જોવા મળશે. મેકર્સે કહ્યું છે કે અમે મહિલાઓની વાર્તા શંભળાવવાની વાત કરી રહ્યા છીએ, કેમેરા પર અને તેની પાછળ પણ. જેક્લીન અગાઉ 2015 ની બ્રિટીશ ફિલ્મ ડેફિનેશન ઓફ ફિયરમાં કામ કરી ચૂકી છે, જે એક હોરર-થ્રિલર હતી. તે 5 ડિસેમ્બર 2015 ના રોજ દિલ્હી આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં દર્શાવવામાં આવી હતી.

જેક્લીન મૂળ શ્રીલંકન

image source

1 ઓગસ્ટ, 1985 ના રોજ જન્મેલી જેક્લીન મૂળ શ્રીલંકન છે. જેકલીન નાનપણથી જ એક પ્રખ્યાત ફિલ્મ અભિનેત્રી બનવા માંગતી હતી. સિડની યુનિવર્સિટીમાંથી માસ કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યા પછી, જેક્લીને શ્રીલંકામાં ટેલિવિઝન રિપોર્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. બાદમાં જેક્લીને જ્હોન સ્કૂલ ઓફ એક્ટિંગમાંથી અભિનયની તાલીમ લીધી અને મોડેલિંગની દુનિયામાં પ્રવેશ મેળવ્યો હતો.

મોડેલિંગથી ફિલ્મોમા આવી હતી જેક્લિન

image source

2009 માં ફિલ્મ ‘અલાદિન’ થી બોલિવૂડમાં પગ મૂકનાર જેક્લીન બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. જેક્લીને મોડેલિંગથી જ ફિલ્મની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. બોલિવૂડ પ્રોજેક્ટની વાત કરીએ તો, જેકલીન અક્ષય કુમાર સાથે ‘બચ્ચન પાંડે’માં કામ કરી રહી છે. આ સાથે જ જેકલીન જોન અબ્રાહમના ‘એટેક’માં પણ જોવા મળશે. જેકલીન ફિલ્મ ‘ભૂત પોલીસ’ નો પણ એક ભાગ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત

0 Response to "દિપીકા, પ્રિયંકા બાદ બોલિવૂડની આ હોટ હસિના કરશે હોલિવૂડમાં એન્ટ્રી"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel