જો હજુ પણ તમે કોરોનાને મજાકમાં લેતા હોય તો સુધરી જજો, નવા વેરિઅન્ટ્સની એન્ટ્રી ભારતમાં વાજતે-ગાજતે થઈ ગઈ!
તાજેતરના આંકડાને જોતાં લાગી રહ્યું છે કે કોરોના વાયરસના કેસો ધીરે ધીરે ઓછા થઈ રહ્યા છે. લોકો હવે ફરીથી રાબેતા મુજબની કામગીરી સાથે જોડાયા છે. લોકો ફરીથી પેહલા જેમ જીવવા લાગ્યાં છે. બધુ હવે સામાન્ય થઈ રહ્યુ છે ત્યારે આ વચ્ચે એક ચિંતાજનક બાબત બહાર આવી છે. દક્ષિણ આફ્રિકાથી દેશમાં પરત ફરતાં 4 લોકોમાં કોરોનાની દક્ષિણ આફ્રિકન સ્ટ્રેનની પુષ્ટિ થઈ છે. આ માહિતી આઈસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવા દ્વારા આપવામાં આવેલ છે.

વધુ માહિતી આપતાં જણાવ્યું કે તમામ મુસાફરો અને તેમની સાથે સંપર્કમાં રહેલા લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેઓને કોરન્ટીન પણ કરવામાં આવ્યા છે.

આ બાબતે વધારે જાણવાં મળ્યું છે કે, યુરોપ અને દક્ષિણ આફ્રિકન વેરિઅન્ટ્સ સામે આવ્યાં પછી બ્રાઝિલિય વેરિઅન્ટ્સમાં પણ ફરીથી લક્ષણો જોવા મળ્યાં હતાં. એસએએસ-સીવી -2 ના બ્રાઝિલિયન વેરિઅન્ટ્સ ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં મળી આવ્યા હતાં. તેમણે કહ્યું કે રસીની અસરકારકતાને આંકવા માટે પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. ડોક્ટર ભાર્ગવે કહ્યું કે દક્ષિણ આફ્રિકાના વેરિઅન્ટ્સ અને બ્રાઝિલિય વેરિઅન્ટ્સ યુકે વેરિઅન્ટ્સથી તદન અલગ છે.

આ પરથી એવું લાગી રહ્યું છે કે કોરોના વાયરસ સામે યુદ્ધ હજુ પણ ચાલુ છે. લાંબા સમયથી આ વાઇરસના કારણે ચારે તરફ છવાયેલ હતાશા દૂર કરવા માટે રસીકરણ કાર્યક્રમ ઝડપથી ચલાવવામાં આવી રહ્યો છે. આ વિશે વધુ માહિતી આપતાં આરોગ્ય મંત્રાલય દ્વારા જણાવામાં આવ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં 87 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. યુપી, ગુજરાત, ગોવા સહિત આઠ રાજ્યોમાં આ કામ ચાલી રહ્યું છે. 60 ટકાથી વધુ આરોગ્ય કર્મચારીઓને બીજો ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે. જ્યારે દિલ્હી અને કર્ણાટક જેવા રાજ્યો રસીકરણને લગતી પછાડમાં શામેલ છે.

હળવાશની વાત એ છે કે આ પછી હવે ચોથી વખત કોરોનાના કિસ્સામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે એ પણ જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં ચોથી વાર કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. તેમજ નવા કેસની સંખ્યા 10 હજાર કરતાં ઓછી 9,121 હોવાનું જાણવા મળ્યું છે. દેશમાં ચેપના કેસ વધીને 1,09,25,710નો આકડો નોધાયો છે. મળતી માહિતી મુજબ, વાયરસના ચેપને કારણે, એક જ દિવસમાં 100 કરતા ઓછા લોકો મૃત્યુ પામ્યા છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનો અહેવાલ જણાવે છે કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 9,121 કેસ નોંધાયા છે અને 81 જેટલાં લોકોએ વાયરસ સામે લડતા પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો.

આ સાથે જ વાત કરીએ તો ગુજરાત માટે પણ એક ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. આમ તો છેલ્લા ઘણા દિવસથી ધીમે ધીમે કોરોના વાયરસમાંથી લોકોને રાહત મળી રહી હતી. ત્યારે રાજ્યના સુરતમાં ફરી એકવાર કોરોના વાયરસ માથું ઊંચકી રહ્યો છે. કોરોનાનો ગ્રાફ વધતા તંત્ર દ્વારા ધડાધડ આકરા નિર્ણયો લેવામાં આવ્યા છે. સુરતમાં ફરી કોરોનાને કાબૂમાં લેવા માટે ફરી કડક કાર્યવાહીની સૂચના આપવામાં આવી છે. સુરતમાં કોરોનાનો ગ્રાફ વધતા મનપા કમિશ્નરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી ટાણે નિર્ણય લીધા છે. માસ્ક થી લઈને સોશિયલ ડિસ્ટન્સિંગ માટે ફરી કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણી ટાણે શહેરમાં મોટો કોરોના વિસ્ફોટ ના થાય તેના માટે મતદાનના દિવસે પણ કોવિડના નિયમોની પાલન કરાવવા આદેશ આપવામાં આવ્યા છે. શહેરની એન્ટ્રીમાં ટેસ્ટિંગ સઘન કરવા પણ સૂચના અપાઈ છે. અત્રે નોંધનીય છે કે સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને દરેક પાર્ટીઓ ઘણા બધા કાર્યક્રમો કરી રહી છે. રાજકીય પક્ષો રેલી કરી રહ્યા છે અને મતદાન પણ થવાનું છે ત્યારે કમિશનર દ્વારા મતદાનના દિવસે પણ કોરોનાના નિયમોનું પાલન કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે જ સુરતમાં ટેસ્ટિંગ સઘન કરવા પણ સૂચના અપાઇ છે. સુરત મનપા કમિશનરે કોરોના કાબૂમાં કરવા માટે ફરી કડક કાર્યવાહીની સૂચના આપી છે.
0 Response to "જો હજુ પણ તમે કોરોનાને મજાકમાં લેતા હોય તો સુધરી જજો, નવા વેરિઅન્ટ્સની એન્ટ્રી ભારતમાં વાજતે-ગાજતે થઈ ગઈ!"
ટિપ્પણી પોસ્ટ કરો