વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચની મજા માણવી હોય તો આ વાતનું રાખજો ધ્યાન, નહીં તો…
હાલમાં ભારત અને પ્રવાસી ઈંગ્લેન્ડની ટીમ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝ ચાલી રહી છે. પહેલી ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતા ત્યાર બાદ ભારતે બીજી ટેસ્ટમાં જોરદાર કમબેક કર્યું હતું અને ઈંગ્લેન્ડ હાર આપી હતી. આમ હાલ ચાર ટેસ્ટ મેચની સીરિઝ એક-એકની બરોબરી પર છે. આ સીરિઝની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા ખાતે રમાવાની છે. તમને જણાવી દઈએ કે નવા બનેલા આ વિશ્વના સૌથી મોટા મેદાનની પહેલી મેચ છે. આ સ્ટેડિયમના ઉદ્ધાટન પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે. 24ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી આ સ્ટેડિયમનું લોકાર્પણ કરશે.
24 ફેબ્રુઆરીએ શરૂ થતી મેચ ડે-નાઇટ રમાશે

વિશ્વના સૌથી મોટ ક્રિકેટ ગ્રાઉન્ડ મેચ જોવા માટે ક્રિકેટપ્રેમીઓ આતુર છે. જેથી તેઓ વહેલી તકે ટિકિટ ખરીદી મેચ જોવાની રાહમાં છે. તમને જણાવી દઈએ કે બે ટેસ્ટ ઉપરાંત ભારત ઈંગ્લેન્ડ સામે ટી-20 મેટ પણ રમશે. હાલમાં મેદાન પર તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે મોટેરા ખાતે 24 ફેબ્રુઆરીએ શરૂ થતા મેચ ડે-નાઇટ રમાશે. આ અંગે સૌથી મહત્વની વાત એ છે કે, મેચ જોવા આવનારા પ્રેક્ષકોએ મેચની જેમ વાહન પાર્ક કરવાની પણ ટિકિટ ઓનલાઇન એપથી બુક કરાવવી પડશે. આ ટિકિટ માટે ટુ વ્હીલરના 30 રુપિયા અને કાર માટે 100 રૂપિયા પાર્કિંગ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જેને લઈને પાર્કિંગ માટે સ્ટેડિયમની આસપાસ 27 પ્લોટ ફાળવવામાં આવ્યા છે.
1155 પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

તમને જણાવી દઈએ કે ઓનલાઈન પાર્કિંગ બુક નહીં કરાવનાર પ્રેક્ષકને પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. છતા પણ લોકો જો આજુ બાજુના વિસ્તારમાં વાહન પાર્ક કરશે તો પાર્ક કરનારનું વાહન પોલીસ ટો કરી જશે. તો બીજી તરફ આ મેચની ટિકિટ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનની વેબસાઇટ https://ift.tt/37np51A પર બુક કરાવી શકાશે. તો બીજી તરફ લાંબા સમય બાદ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાતી હોવાથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એક લાખની ક્ષમતવાળા આ ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં લોકો આવવાના હોય સોમવારે મોટેરા સ્ટેડિમય ખાતે એક મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં પાર્કિંગ અને ટ્રાન્સપોર્ટેશનને લઈને ચર્ચા કરવામાં આવી હતા. તમને જણાવી દઈએ કે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ દરમિયાન મોટેરા સ્ટેડિયમ પર, તમામ પાર્કિંગ પ્લોટની બહાર અને પાર્કિંગના સ્ટેડિયમ સુધીના રસ્તા પર ટ્રાફિક પોલીસના 1155 પોલીસ અધિકારી અને કર્મચારી ખડેપગે સેવા આપશે. જેથી કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય.
300 રૂપિયાથી શરૂ થશે ટિકિટનો ભાવ

તમને જણાવી દઈએ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી ડે નાઈટ ટેસ્ટ મેચ માટેની ટિકિટ હાલ ઓનલાઈન વેચાઈ રહી છે. કોરોના મહામારીના કારણે મેદાનની કુલ સીટીંગ કેપેસિટીના 50 ટકા જ પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે. જો તમે પણ આ મેચ જોવા માંગતા હોય તો આ મેચની ટિકિટ ‘બુક માય શો’ એપના માધ્યમથી કરાવી શકો છો. તો બીજી તરફ ટેસ્ટ મેચ રમાતી હશે તે સમયે જે તે દિવસની ટિકિટનું વેચાણ GCA(gujarat cricket association) દ્વારા મોટેરા સ્ટેડિયમ ખાતેથી પણ કરાશે.

તો બીજી તરફ 5 T20 મેચની ટિકિટ પેહલી માર્ચથી લોકોને મળશે. આ તમામ T20 મેચની ટિકિટ પણ ઓનલાઈન ‘બુક માય શો’ એપ પરથી બૂક કરાવી શકાશે. જો આ મેચની ટિકિટના ભાવની વાત કરીએ તો એક ટિકિટનો ભાવ રૂ. 300થી લઈ 2500 સુધી નક્કી કરાયો છે. ગ્રાઉન્ડમાં અલગ અલગ સિટિંગ પ્રમાણે 300, 400, 450, 500, 1000 અને 2500 રૂપિયામાં ટિકિટ નક્કી કરવામાં આવી છે.
0 Response to "વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચની મજા માણવી હોય તો આ વાતનું રાખજો ધ્યાન, નહીં તો…"
ટિપ્પણી પોસ્ટ કરો