આ બે સરકારી બેન્કમાં સોમવારથી બધું જ બંધ થવા જઈ રહ્યું છે, જો તમે હજુ ત્યાં ખાતું રાખીને બેઠા હોય તો જલ્દી કરો
થોડા સમય પહેલાં જ જાણવા મળ્યું હતું કે, હવે વિજયા બેન્ક અને દેના બેન્ક બન્ને મર્જ થવા જઈ રહી છે એક ત્રીજી બેન્ક સાથે. એટલે લે આ બન્ને બેન્કો બેન્ક ઓફ બરોડા સાથે મર્જ થવા જઈ રહી છે. હવે જો તમે વિજયા બેંક અથવા દેના બેંકના ગ્રાહક છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય તેવા છે. આમ તો આ બન્ને બેન્કો બેન્ક ઓફ બરોડામાં મર્જ 1 એપ્રિલ 2019ના રોજ જ થઈ ગઈ હોવાનાં સમાચાર મળ્યાં હતાં, પરંતુ આ માટેની બધી પ્રક્રિયાઓમાં ઘણો સમય લાગ્યો હોય છે.

તાજેતરમાં જ બેંક ઓફ બરોડાએ ટ્વીટ કર્યું છે કે, જો તમે હજી પણ વિજય બેંક અને દેના બેંકના આઈએફએસસી કોડનો ઉપયોગ કરી રહ્યાં છો, તો નવો આઈએફએસસી કોડ અપડેટ કરો, કારણ કે તે 1 માર્ચ 2021થી કામ કરવાનું બંધ થઈ જશે. આવી સ્થિતિમાં, જૂના કોડ સાથે વ્યવહાર શક્ય નહીં હોય અને તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મળતી માહિતી મુજબ, દેના બેન્ક અને વિજયા બેન્કની 3898 શાખાઓનું એકીકરણ કાર્ય તો હવે પૂર્ણ થઈ ચૂક્યું છે. જેમાં દેના બેંકની 1770 શાખાઓનું એકીકરણ ડિસેમ્બરમાં જ પૂર્ણ થયું હતું અને વિજયા બેંકની 2128 શાખાઓ છે જેનું એકીકરણ સપ્ટેમ્બર 2020માં જ પૂર્ણ થઈ ચૂક્યું છે.

આ બન્ને બેન્કોના 5 કરોડ જેટલાં ગ્રાહકોનું સ્થળાંતર સફળતાપૂર્વક બેન્ક ઓફ બરોડાના પ્લેટફોર્મ પર પૂર્ણ થઈ ચૂકયું છે. આ સિવાય વાત કરીએ તો, હવે એટીએમ, પીઓએસ મશીન, ક્રેડિટ કાર્ડ સ્થળાંતરનું કામ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. હવે બેન્ક ઓફ બરોડામાં કુલ 8248 દેશી શાખાઓ થઈ ચૂકી છે, તેમજ સમગ્ર દેશના શાખાઓના આકડા પર નજર કરીએ તો તે 10318 એટીએમ મશીન ધરાવે છે. બેન્કના તમામ ગ્રાહકો હવે ડિજિટલ ચેનલો, બરોડા એમ-કનેક્ટ પ્લસ અથવા બરોડા કનેક્ટ સેવાનો પણ લાભ લઈ શકશે.

બેન્ક ઓફ બરોડા સાથે આ રીતે નવા જોડાયેલાં ગ્રાહકોએ હવે નવો આઈએફએસસી કોડ કેવી રીતે મેળવવો તે પ્રશ્ન થઈ રહ્યો છે, ત્યારે આ માટે બેન્ક ઓફ બરોડા દ્વારા તેની સરળ પદ્ધતિ આપવામાં આવી છે. આઈએફએસસી કોડ મેળવવા માટે, બેન્ક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ સિવાય એક બીજી રીત એ પણ છે કે, રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 8422009988 પર એસએમએસ મોકલી શકાય છે. આ માટે ‘જૂના એકાઉન્ટ નંબરના છેલ્લા 4 અંકો’ અને એમઆઈજીઆર (સ્પેસ) લખો. કોઈપણ ડિજિટલ ટ્રાંઝેક્શન (એનઇએફટી, આરટીજીએસ અથવા આઇએમપીએસ) માટે આઈએફએસસી કોડ આવશ્યક છે. આ સિવાય https://ift.tt/30aZF3f આઈએફએસસી કોડ આ લિંકની મુલાકાત લઈને શાખાની સહાયથી મળી શકે છે. ભારતીય નાણાકીય સિસ્ટમ કોડ 11 અંકનો કોડ છે. એકાઉન્ટ, એટીએમ એકીકરણનું કામ પહેલેથી જ પૂર્ણ થઈ ગયું છે.

આ સાથે ધ્યાનમાં લેવાનું રહ્યું કે, જૂના આઈએફએસસી કોડ્સ ફક્ત 28 ફેબ્રુઆરી સુધી માન્ય છે. એટલે કે આ સોમવારથી અમાન્ય થઈ જશે. મળતી માહિતી મુજબ, વિજયા બેન્ક અને દેના બેન્કના ગ્રાહકોના ખાતા નંબર, ગ્રાહક ઓળખ નંબર (સીઆઈએફ), શાખા કોડ, આઈએફએસસી અને એમઆઈસીઆર કોડ પણ બદલાયા છે. જો વાત કરીએ કે અગાઉ દેના બેન્ક અને વિજયા બેન્ક જે ગ્રાહકો પાસે ડેબિટ કાર્ડ છે તેના વિશે તો, જેની પાસે આ બંને બેન્કોનું ડેબિટ કાર્ડ છે તે સમાપ્તિ સુધી તેનો ઉપયોગ કરી શકે છે. જો કે, બંને બેન્કના ગ્રાહકોએ ડિજિટલ બેંકિંગ માટે બેન્ક ઓફ બરોડાની વેબસાઇટની મુલાકાત લેવી પડશે. આ સિવાય મોબાઈલ એપ દ્વારા પણ આ કામ કરવામાં આવી રહ્યું છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ બે સરકારી બેન્કમાં સોમવારથી બધું જ બંધ થવા જઈ રહ્યું છે, જો તમે હજુ ત્યાં ખાતું રાખીને બેઠા હોય તો જલ્દી કરો"
ટિપ્પણી પોસ્ટ કરો