‘SBI કે ગ્રાહક કૃપિયા ધ્યાન દે’, જો આ કામ નહીં કરો તો સબસિડી થઈ જશે બંધ
ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ ગ્રાહકો માટે એક નવી ચેતવણી જાહેર કરી છે. આ ચેતવણી આધાર અને એસબીઆઇ ખાતા વિશે છે. એસબીઆઇએ કહ્યું છે કે બેંક ખાતામાં કોઈપણ પ્રકારની સરકારી સબસિડી મેળવવા માટે આધાર લિંક હોવુ જરૂરી છે. એસબીઆઈએ આ ચેતવણી ટ્વીટ દ્વારા જારી કરી છે. ટ્વીટમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ‘અમે અમારા ગ્રાહકોને જાણ કરવા માંગીએ છીએ કે, બેંક ખાતામાં આધાર નંબરને સીડિંગ / લિંક કરવું તે ગ્રાહકો માટે ફરજિયાત છે કે જેઓ ભારત સરકાર દ્વારા સીધા લાભ ટ્રાન્સફર દ્વારા કોઈપણ રીતે લાભ અથવા સબસિડી મેળવવા માંગે છે.

નહી તો નહી મળે સબસિડી
એસબીઆઇએ વધુમાં કહ્યું છે કે ગ્રાહકો બેંક ખાતામાં આધાર નંબર સીડિંગ કરવા માટે નજીકની એસબીઆઇ શાખાનો સંપર્ક કરી શકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર, બેંક ખાતાને આધાર સાથે જોડવું ફરજિયાત નથી, પરંતુ જો તમે બેંક ખાતામાં સરકારી સબસિડી મેળવવા માંગતા હોય, તો તમારે આધાર નંબર, એકાઉન્ટ જોડવો પડશે. જો કે, સરકારે બેંકોને 31 માર્ચ 2021 સુધીમાં તમામ બેંક ખાતાઓ ગ્રાહકોના આધાર નંબર સાથે જોડાયેલા છે તેની ખાતરી કરવા જણાવ્યું હતું.

ઓનલાઈન આધાર લિંક
એસબીઆઈના બચત ખાતાને 4 રીતે લિંક કરી શકાય છે. એસબીઆઈ એનીવેયર એપથી, શાખાની મુલાકાત લઈને, ઇન્ટરનેટ બેંકિંગથી, એટીએમથી. જો તમે ઇન્ટરનેટ બેંકિંગથી એસબીઆઈ ખાતામાં આધાર નંબર લિંક કરવા માંગતા હો, તો તમારું નેટ બેંકિંગ ચાલુ કરવું આવશ્યક છે.

Www.onlinesbi.com પર લોગીન કર્યા પછી, સ્ક્રીનની ડાબી બાજુએ, “My Accounts” ટેબની અંદર “Link your Aadhaar number” નો વિકલ્પ આપેલો હોય છે. અહીં જાઓ અને એકાઉન્ટ નંબર પસંદ કરો અને તમારો આધાર નંબર સબમિટ કરો. પછી બેંકમાં નોંધાયેલા તમારા મોબાઇલ નંબરના છેલ્લા બે અંકો પ્રદર્શિત થશે. આ મોબાઈલ નંબર પર સ્ટેટસ મોકલવામાં આવશે.

એટીએમ દ્વારા આધાર લિંક કરાવો
એસબીઆઈ એટીએમ પર જાઓ, તમારું ડેબિટ કાર્ડ સ્વાઇપ કરો અને પિન દાખલ કરો. હવે ‘સર્વિસ-રજિસ્ટ્રેશન’ વિકલ્પ પસંદ કરો. મેનૂમાં આધાર રજિસ્ટ્રેશન પસંદ કરો. હવે ખાતાનો પ્રકાર પસંદ કરો અને આધાર નંબર દાખલ કરો. આ પછી, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર બેંક એકાઉન્ટ અને આધારને લિંક કરવાનો મેસેજ આવશે.

બેન્કમાં જઈને આધાર લિંક કરાવો
જો તમે ઓનલાઇન અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરતા નથી, તો પછી તમે સ્ટેટ બેંકની શાખાની મુલાકાત લઈને તમારા ખાતાને લિંક કરી શકો છો. અહીં તમારે આધારકાર્ડની ફોટો કોપી આપવાની રહેશે. તેની સાથે તમારી પાસબુક પણ સાથે લઈ જાઓ. તમારે ફોર્મ ભરીને સબમિટ કરવું પડશે. જ્યારે તમારું ખાતું આધાર સાથે લિંક થઈ જશે ત્યારે તમને બેંક તરફથી એસએમએસ મોકલીને માહિતી આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે, જો તમારો આધાર અને બેંક આપવામાં આવેલા મોબાઇલ નંબર જુદા હશે તો લિંક નહી થાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "‘SBI કે ગ્રાહક કૃપિયા ધ્યાન દે’, જો આ કામ નહીં કરો તો સબસિડી થઈ જશે બંધ"
ટિપ્પણી પોસ્ટ કરો