આજથી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, આ તારીખે વાતાવરણમાં આવશે જોરદાર પલટો, જાણો તમે પણ
ફરી એકવાર હવામાન વિભાગે વાતાવરણમાં પલટો આવવા અને વરસાદ થવાની આગાહી કરી છે. ગત વર્ષ દરમિયાન અનેકવાર દેશભરમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ નોંધાયો હતો જે ઘટનાક્રમ હજુ પણ યથાવત છે. ફરી એકવાર હવામાન વિભાગે કેટલાક રાજયોને લઈને વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

દેશના મોટા ભાગના ભાગોમાં શિયાળો કહેર યથાવત જ છે. આ દરમિયાન કેટલાક રાજ્યોમાં શિયાળાની વિદાઈ સાથે તાપમાનમાં પણ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે ગરમીની શરુઆત થઈ હોવાનું અનુભવાય રહ્યું છે. દેશના પહાડી વિસ્તારોમાં થોડા થોડા દિવસો દરમિયાન હિમવર્ષા પણ થઈ રહી છે. જેના કારણે ઠંડીનું પ્રમાણ અચાનક વધારે અનુભવાય છે.
આ સ્થિતિ દરમિયાન ભારત હવામાન વિભાગ એટલે કે આઈએમડીએ વરસાદની આગાહી પણ કરી છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દેશના કેટલાક રાજ્યોમાં વરસાદ થઈ શકે છે. આ રાજ્યોમાં આંધ્ર પ્રદેશ, યનમ, કર્ણાટક, તમિલનાડુ, પોંડીચેરી, કરાઈકલ, કેરળ અને માહેનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર આગામી બે દિવસ સુધીમાં અહીં વાતાવરણમાં પલટો આવી શકે છે અને આ સમય દરમિયાન રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ સાથે જ હવામાન વિભાગે તમિલનાડુ, કર્ણાટક, પુડુચેરી અને કરાઈકલ ના કેટલાક આંતરિક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 22 ફેબ્રુઆરીએ આંધ્રપ્રદેશ, યનમ, કર્ણાટક, તામિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ અને માહેમા વરસાદ સાથે વાવાઝોડાની આગાહી છે. 22 ફેબ્રુઆરીની સવારે પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે ધુમ્મસ છવાઈ જવાની પણ સંભાવના છે. આઈએમડીએ કહ્યું છે કે 22 ફેબ્રુઆરી પછીથી આ ધુમ્મસ ઘટવાનું શરૂ પણ થઈ જશે.

આઇએમડી અનુસાર હિમાચલ પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 22 ફેબ્રુઆરીથી 25 ફેબ્રુઆરી દરમિયાન ભારે વરસાદ સાથે બરફવર્ષા થવાની પણ સંભાવના છે. આ સાથે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિત, બાલ્તિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં આગામી 2 દિવસ ભારે વરસાદ સાથે બરફવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે શિમલા સહિત કુફરી વિસ્તારોમાં ગત સપ્તાહમાં અચાનક બરફ વર્ષા થઈ હતી. જો કે અહીં છેલ્લા ઘણા દિવસોથી વાતાવરણ સ્વસ્છ હતું. પરંતુ અચાનક વાતાવરણમાં પલટો નોંધાયો અને બરફ વર્ષા થઈ હતી. ત્યારે આ સપ્તાહમાં પણ હવામાન વિભાગે કેટલાક વિસ્તારો માટે વરસાદની આગાહી કરી છે. ગત સપ્તાહમાં શિમલા સહિતના વિસ્તારોમાં સવારથી વાતાવરણ સ્વચ્છ હતું પરંતુ ત્યારબાદ બપોરથી વાતાવરણમાં પલટો આવ્યો અને જોતજોતામાં બરફવર્ષા શરૂ થઈ ગઈ હતી.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આજથી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, આ તારીખે વાતાવરણમાં આવશે જોરદાર પલટો, જાણો તમે પણ"
ટિપ્પણી પોસ્ટ કરો