બીજી ડિલિવરીના 7 દિવસ પછી કરીના કપૂરે પહેલી તસવીર શેર કરી, અને કહ્યું…’ઓહ! હેલ્લો, મને…’, શું તમે હજુ સુધી નથી જોઇ આ તસીવીર?

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર બીજી વખત માતા બની છે. ત્યારબાદથી કરીના કપૂર ખાન કેમેરાની સામે આવી નથી. સૌ કોઈ તેના બીજા દીકરાની એક ઝલક જોવા આતુર છે. અભિનેત્રીએ બાળકને જન્મ આપ્યા બાદ પહેલીવાર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે. જો કે અભિનેત્રીએ પોતાની એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીર પોસ્ટ કરી તેણે એવું કેપ્શન લખ્યું છે કે તે ચાહકોને ખૂબ જ મિસ કરી રહી છે. આ સાથે કરીનાએ બધાને હેલ્લો પણ કહ્યું છે.

image source

કરીના કપૂર ખાન સ્વીમીંગ પૂલ પાસે બેઠી છે, તેના માથા પર કેપ પહેરીને ફોટોમાં નજરે પડે છે. કરીનાએ આ ફોટો પોતાના નવા ઘરમાંથી શેર કર્યો છે. જો કે તેણે હજી સુધી ન્યૂ બોર્ન બેબીનો ફોટો શેર કર્યો નથી, પરંતુ હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાન નાના દીકરાને મીડિયા સમક્ષ લાવવા માટે ખાસ પ્લાનિંગ કર્યું છે. કોરોના વાયરસના વધતાં કેસ સામે કરીના અને સૈફે બાળકને ઈંટ્રોડ્યુસ કરવા માટે આ આ આયોજન કર્યું છે.

રિપોર્ટ્સ એવા છે કે કરીના હવે ઇન્સ્ટાગ્રામ પર છે તેના બેબીને દુનિયા સાથે ઈંસ્ટોડ્યુસ કરશે. સૈફ અલી અને કરીનાના બાળકનું નામ શું હશે તે કેવો દેખાય છે તે જોવા માટે લોકો તલપાપડ છે. કરીનાએ 21 ફેબ્રુઆરીએ સવારે દીકરાને જન્મ આપ્યો હતો. મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દીકરાને જન્મ આપ્યો હતો. કરીનાને 23 ફેબ્રુઆરીના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

ત્યારથી અત્યાર સુધીમાં કરીના અને સૈફે તેના નાના દીકરાને મીડિયાથી દૂર રાખ્યો છે. ત્યારે હવે જાણવા મળ્યું છે કે તેઓ દુનિયાની સામે બાળકને સોશિયલ મીડિયાના માધ્યમથી ઈન્ટ્રોડ્યુસ કરશે. મુંબઈમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેવામાં સૈફે આ નિર્ણય લીધો છે.

બાળકના નામ અંગે પણ અનેક અટકળો ચાલી રહી છે. આ પાવર કપલે બાળકનું નામ હજુ સુધી જણાવ્યું નથી. જો કે તેમણે નામ બબીતા અને શર્મીલા ટાગોરના નામ પરથી રાખ્યું હોવાનો અંદાજ છે. જો કે હજુ સુધી શર્મિલા ટાગોરે તેના પૌત્રને જોયો નથી. તે હાલ મુંબઈમાં છે નહીં અને કોરોનાના કેસના કારણે તે મુંબઈ આવી શક્યા નથી. તેના કારણે બાળકનું નામ રાખવામાં પણ રાહ જોવાઈ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કરીના કપૂર ખાનની પહેલી બુક પણ આ વર્ષે રજૂ થવાની છે. ગત વર્ષે એટલે કે 20 ડિસેમ્બર 2020ના રોજ તૈમૂરના જન્મદિવસે કરીનાએ આ બુકનું કવરપેજ શેર કર્યું હતું. જ્યારે આ પુસ્તક હવે આ વર્ષમાં રીલીઝ કરવામાં આવશે. આ પુસ્તકનું નામ કરીના કપૂર ખાન પ્રેગ્નન્સી બાઈબલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "બીજી ડિલિવરીના 7 દિવસ પછી કરીના કપૂરે પહેલી તસવીર શેર કરી, અને કહ્યું…’ઓહ! હેલ્લો, મને…’, શું તમે હજુ સુધી નથી જોઇ આ તસીવીર?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel