સુશાંતની હત્યા, આત્મહત્યા કે સામાજીક વ્યવસ્થાની નિષ્ફળતા? વાંચો આ લેખમાં જેમાંથી તમને સમજાઇ જશે ઘણું બધું…

સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ અંગે વિચારપત્ર, હત્યા, આત્મહત્યા કે સામાજીક વ્યવસ્થાની નિષ્ફળતા

મિત્રો દરેક ઘટના પાછળ આમ તો ઘણા કારણો જવાબદાર હોય છે પરંતુ કેટલાક એવા પણ કારણો હોય છે તે સીધી રીતે જોઈ શકાતાં નથી. તેમ છતાંય એની દૂરગામી અસરો જીવનના દરેક આયામ પર થતી હોય છે.

image source

સુશાંત જેવા મોહક સ્મિત અને એક સફળ કારકિર્દી ધરાવતા કલાકારની અણધારી, અચાનક અને વિવાદાસ્પદ વિદાયથી આપણા જેવા ઘણા બધા તેના ચાહકો અને ભારત દેશ ના વિચારશીલ નાગરિકો માનસિક ચિંતા નો સામનો કરી રહ્યા છીએ. આપણે બધા એ જ વિચારી રહ્યા છીએ કે આ હત્યા છે કે આત્મહત્યા. પરંતુ આજે આપણે એક જુદા દૃષ્ટિકોણથી આ વિષય સમજવાના છીએ. શું આ ઘટના આપણને એક સામાજિક વ્યવસ્થાની નિષ્ફળતા તરફ નિર્દેશ તો નથી કરી રહી ને? પ્રથમ તો જો આ આત્મહત્યા હોય તો આવા સફળ અને બાહોશ વ્યક્તિ કે જેના જીવનમાં પ્રતિષ્ઠા અને પૈસા બધું હોવા છતાં શા માટે આવું કર્યું હશે?

image source

બીજો પ્રશ્ન એ જો આત્મહત્યા સાચે જ હોય તો તે સુસાઇડ નોટ જેવું કંઈ મૂક્યા વગર આમજ આવું કેમ કરી શકે? તો બીજી બાજુ જો હવે હત્યા હોય તો એવા કયા કારણો થયા કે જેથી આસપાસના મિત્રો અને સહ્રદયી કહેવાતા લોકોના ષડયંત્રનો ભોગ બનતો રહ્યો અને છેલ્લે જીવ ગુમાવ્યો. નવેમ્બરથી જ તેની બહેન, જીજાજી અને પિતાને ષડયંત્રની ગંધ આવતી હતી. તો શા માટે કોઈ કંઇજ કરી શક્યું નહીં? શા માટે સુશાંત તેની મનોવ્યથા તેના સગાને જણાવી શક્યો નહિ? અને માનસિક સંઘર્ષ ના સમયે તેને પોતાનું કહી શકાય તેવું કોઈ જ તેની પાસે ન હતું?

image source

હત્યા હોય કે આત્મહત્યા મૃત્યુ પહેલાની તેની માનસિક પરિસ્થિતિ સામાન્ય ન હતી. કદાચ સંબંધોમાં વિશ્વાસઘાત ને લીધે એ તૂટી ચૂક્યો હશે એવું અનુમાન લગાવવું સેહલુ છે. હવે પ્રશ્ન એ છે કે શું આ પરિસ્થિતિથી સુશાંત બચી શક્યો હોત? શું આ ઘટના નિવારી શકાઈ હોત? ખૂબ જ પેચીદો મામલો છે. પરંતુ મિત્રો આ ઘટના પાછળ આપણા બધાનો પણ કંઈક હાથ છે. તમે વાંચીને વિશ્વાસ નહીં થાય પરંતુ સમાજનો દરેક વ્યક્તિ થોડા ઘણા અંશે જવાબદાર છે. કારણ અહીં આપણી સામાજિક વ્યવસ્થા નિષ્ફળ ગઇ છે એ વાત સ્વીકારવી જ પડશે.

image source

સમાજ વ્યક્તિઓના સમુહથી બને છે અને સામૂહિક કર્મોથી સમાજનું પોષણ થાય છે અને વ્યવસ્થા ટકે છે. હમણાં એક બે દાયકાથી આપણે આપણી સમાજવ્યવસ્થાના પાયારૂપ ગૃહસ્થાશ્રમ સંસ્થાની અવગણના કરી છે અથવા તો તેની અવગણના કરનારા લોકોને આપણે હીરો બનાવ્યા છે. આપણે એવા લોકોની ખોટી વાતોને જાણતા અજાણતા અનુમોદન આપ્યું છે. ઋષિઓના અથાક પરિશ્રમથી બનેલા સામાજિક સંસ્કારોની અવગણના કરનાર લોકોને હીરો બનાવનારા અને એમને સમાજમાં પ્રતિષ્ઠા આપનારા આપણે જ આપણી સમાજ વ્યવસ્થાને તોડવામાં કારણરૂપ છીએ.

image source

હવે તમે જ વિચારો પહેલા સામાન્ય રીતે ૨૨ થી ૨૫ વર્ષે લગ્ન થતા હતા. હવે હાયર એજયુકેશનની બોલબાલા માં કારકિર્દી સેટ કરવામાં મોડું થાય છે આથી ૨૮-૨૯ વર્ષ સુધી લગ્નની ઉંમર સામાન્ય થઈ ગઈ છે. જે મૂળ સામાજિક વ્યવસ્થા કરતા તો મોડુંજ છે. હવે સફળ અને આત્મનિર્ભર વ્યક્તિ જ્યારે વધુ સ્વતંત્રતા લેવા માંગે છે ત્યારે પોતાને વધુ બુદ્ધિશાળી ગણવા લાગે છે. પોતાની પાસે પૈસા અને કીર્તિ વધવા લાગ્યા પછી સમાજ વ્યવસ્થાની ચિંતા કરતો નથી. હવે આપણે સુશાંત સિંહ રાજપૂત ની વાત કરીએ.

image source

એ સામાન્ય પરિવારથી આવતો હતો અને શ્રેષ્ઠ કોલેજમાંથી એન્જિનીયર બન્યા બાદ ફિલ્મ ક્ષેત્રે સંઘર્ષ કર્યા પછી મોટી સફળતા મળી. હવે તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ખોટી સમાજ વ્યવસ્થા સાચી લાગવા લાગી હતી. ફિલ્મે ફિલ્મે ગર્લફ્રેન્ડ બદલવું અને પાંચ વર્ષના ગાળામાં બે – ત્રણ લીવ ઈન રીલેશનશીપ પછી પણ તેને લગ્ન માટે યોગ્ય જીવનસાથી મળ્યું ન હતું. સફળતા હતી પણ જીવનમાં સંતોષ ન હતો. મિત્રો સફળતા મળવું એકલું પૂરતું નથી તેની સાથે સફળતા એટલેકે સુખ વહેંચવાની ખૂબ જ જરૂર હોય છે. એ એક માનસિક જરૂરિયાત છે. અહીંયા આ ખોટ પુરાઈ ન હતી.

image source

મૃત્યુ સમયે ૩૪ વર્ષના સુશાંત વિશે માત્ર કલ્પના ખાતર એક પરિસ્થિતિ વિચારીએ કે ૨૯-૩૦વર્ષે લગ્ન બાદ સુશાંત ને અનુકૂળ પત્ની અને પરિવારમાં ૨૦૨૦ સુધી એક કે બે બાળકો હોત કે જે સામાન્ય રીતે ભારતની સામાજિક વ્યવસ્થામાં આ ઉમરના વ્યક્તિના જીવન માં જોવા મળે છે તો સફળતા સાથે મળેલા સુખ અને દુઃખને સારી રીતે વહેંચતા શીખી ગયો હોત. જીવનસાથી સાથે જીવનના અનુભવો વહેંચતો હોત અને સંઘર્ષો સામે લડતો હોત.

image source

કદાચ નાના બાળકોના પ્રેમભર્યા શબ્દો અને સ્પર્શથી એનામાં જીવન જીવવાની નવી પ્રેરણા મળતી હોય. હું કોઈના માટે છું અને કોઈ મારા માટે છે આ ભાવના એક માનસિક બળ માટે ખૂબ જ પુષ્ટીદાયક હોય છે. પરંતુ ફિલ્મી દુનિયાની આધુનિકતાએ એને એના પોતાના લોકોથી દૂર એકલા રહેવાની ફેશનમાં વ્યસ્ત રાખ્યો. અને આ ફિલ્મી જગત માં પોતાનો સ્વાર્થ સાધનારા ગ્લેમરસ ધુતારાની ટોળકીઓમાં તેનું શોષણ થતું રહ્યું. મિત્રો આવી જીવન વ્યવસ્થા તો આપણા મનોરંજન ખાતર આપણે જાણતાં અજાણતાં બિરદાવીએ છીએ. આપણી સમાજ વ્યવસ્થાના પાયા ખોખલા બનાવવામાં આપણા સૌનો નાનો મોટો ફાળો છે.

મિત્રો શું નથી લાગતું કે આપણી સમાજવ્યવસ્થા અને ગૃહસ્થાશ્રમનાં સિદ્ધાંતો અને પદ્ધતિઓ ને અનુસરવાથી આવી ભવિષ્યની હત્યા કે આત્મહત્યા ને રોકી શકાશે?

તમારા પ્રતિભાવ આવકાર્ય છે.

લેખક: ડો સમીર બત્રા 

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

0 Response to "સુશાંતની હત્યા, આત્મહત્યા કે સામાજીક વ્યવસ્થાની નિષ્ફળતા? વાંચો આ લેખમાં જેમાંથી તમને સમજાઇ જશે ઘણું બધું…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel