વિરાટ કોહલીની જેમ બ્લેક વોટર પીવે છે હોટ અભિનેત્રી ઉર્વશી રૌતેલા, કિંમત જાણીને તમને ચક્કર આવી જશે
અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજકાલ તેની સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને તેની જીવન જીવવાની સ્ટાઈલને કારણે ચર્ચાઓમાં છે, તેની ફિલ્મો કરતાં વધારે બીજી વાતોના કારણે વધારે ચર્ચામાં આવે છે. તાજેતરમાં જ ઉર્વશી તેના મોંઘા ડ્રેસમાં ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી હતી, તેથી હવે અચાનક જ ઉર્વશી રૌતેલાની પાણીની બોટલે ખળભળાટ મચાવી દીધો છે.

એટલું જ નહીં આ બોટલને કારણે ફરી એકવાર ઉર્વશી અને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વચ્ચે કનેક્શન બની ગયું છે. આ દરમયાન ઉર્વશી કાળા જિન્સ, ટૈંક ટોપ અને ક્રોપ બ્લેજરમાં નજરે આવી હતી. તેની સાથે જે ચીજ ચર્ચામાં રહી તે છે તેની પાણીની બોટલ.

હાલમાં જ ઉર્વશીને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી. અહીં તેના હાથમાં પાણીની બોટલ જોવા મળી હતી જેમાં ‘બ્લેક વોટર’ હતું. આ પાણીની કિંમત આશરે 3 થી 4 હજાર રૂપિયા પ્રતિ લિટર છે. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીની સાથે અન્ય કેટલીક હસ્તીઓ પણ આ ખૂબ મોંઘું અને ખાસ પાણી પીવે છે.

અભિનેત્રી ઉર્વશી રૌતેલાના હાથમાં જોવા મળતી પાણીની બોટલમાં કુદરતી આલ્કલાઇન પાણી હોય છે. આ પાણી શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. કાળા પાણીનું પીએચ મૂલ્ય ખૂબ વધારે છે. કોવિડ -19 દરમિયાન વિરાટ કોહલી સહિત અન્ય ઘણા સેલેબ્સે પ્રતિરક્ષા વધારવા અને ફીટ રહેવા માટે કાળા પાણી લેવાનું શરૂ કર્યું હતું. વર્કફ્રન્ટ પર વાત કરતા ઉર્વશી આ દિવસોમાં અભિનેતા રણદીપ હૂડા સાથે તેની આગામી વેબ સીરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. ઉર્વશી તમિલ ફિલ્મ ‘થિરુત્તુ પાયલે 2’ ના રિમેકમાં જોવા મળશે.

ઉર્વશીના હાથમાં જે બ્લેક વોટરની બોટલ હતી. જે પ્રીમીયમ આલ્કલાઈન વોટર alkaline છે. જેને Fulvic Traceથી ઈન્ફ્યુઝ કરવામાં આવે છે. રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પણ આ બ્લેક વોટર પીવે છે. આ પાણી હાઈડ્રેટેડ થવામાં મદદ કરે છે અને પીએચને હાઈ રાખે છે. ઈમ્યુનીટી વધારવા અને ફિટ રહેવા માટે સેલિબ્રિટી આ પાણી પીવે છે..

AV Organicsના ફાઉન્ડરના એમડી આકાશ વાઘેલાએ જણાવ્યું હતું કે, પાણીની ક્વોલીટી સારી રાખવા માટે જે મિનરલ્સનો ઉપયોગ કરીએ છીએ તેનો કલર કાળો હોય છે. 70 ટકા મિનરલ્સ પાણીમાં ઈન્ફ્યુઝ કરવામાં આવે છે. જેના કારણે પાણી કાળુ થઈ જાય છે. આ સાથે જ વાત કરીએ તો અનુષ્કા શર્મા સાથે લગ્ન કર્યા બાદ વિરાટ કોહલી મુંબઇના વર્લીના ફ્લેટમાં ભાડે રહે છે. આ ફ્લેટનું ભાડુ 15 લાખ રૂપિયા છે. મહિનાના 15 લાખ રૂપિયા. આ વિશે તો ઘણી મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "વિરાટ કોહલીની જેમ બ્લેક વોટર પીવે છે હોટ અભિનેત્રી ઉર્વશી રૌતેલા, કિંમત જાણીને તમને ચક્કર આવી જશે"
ટિપ્પણી પોસ્ટ કરો