આ છે વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં સ્ત્રી સ્વરૂપે બિરાજે છે મહાદેવ, જાણો કઈ રીતે કરાય છે પૂજા

દરેક મંદિર પોતાની એક ખાસ ખાસિયત અને મહત્વ ધરાવે છે. આવું જ આ મંદિરનું છે. વિશ્વનું એક માત્ર મંદિર છે જ્યાં મહાદવે સ્ત્રી સ્વરૂપે બિરાજે છે.

image source

મથુરા અને વૃંદાવનના નામ આવતા જ લોકોના મનમાં શ્રી કૃષ્ણનું નામ મોઢા પર આવી જાય છે પણ આજે એવા મંદિરની વાત કરાઈ રહી છે જે વૃંદાવનમાં સ્થિત છે અને સાથે જ તે શ્રીકૃષ્ણ નહીં પણ મહાદેવનું મુંદિર છે. અહીં તેઓને મહિલાઓની મદદથી સોળ શણગાર કરવામાં આવે છે.

image source

આ મંદિર વિશે કહેવામાં આવે છે કે આ વિશ્વનું એકમાત્ર મંદિર છે જ્યાં મહાદેવજી સ્ત્રીના રૂપમાં બિરાજમાન છે. આ ખાસ મંદિરના દર્શન કરવા અને ધન્ય થવા માટે લોકો દૂર દૂરથી આવતા રહે છે. તેમને ગોપેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવે છે. ગોપેશ્વર મહાદેવ મંદિર વૃંદાવનના સૌથી જૂના મંદિરોમાંનું એક માનવામાં આવે છે. કહેવાય છે કે અહીં હાજર શિવલિંગની સ્થાપના ભગવાન શ્રીકૃષ્ણના પૌત્ર વજ્રનાભે કરી હતી.

આ છે પૌરાણિક કથા

કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજની ગોપીઓની સાથે મહારાસ કર્યો હતો. આ મનોહર દૃશ્યના સાક્ષી દરેક દેવી દેવતા બનવા ઈચ્છતા હતા. મહાદેવ જે ભગવાન વિષ્ણુને પોતાના આરાધ્ય માનતા હતા તેઓ તેમના મહારાસને જોવા માટે પૃથ્વી લોકમાં આવ્યા તો તેમને ગોપીઓને સામેલ થવા દીધા નહીં.

image source

તેઓએ કહ્યું કે આ મહારાસમાં ફક્ત મહિલાઓ સામેલ થઈ શકે છે. આ પછી માતા પાર્વતીએ તેમને સૂચન કર્યું કે તે ગોપીના રૂપમાં મહારાસમાં સામેલ થાય અને તેને માટે યમુનાજીની મદદ લે. યમુનાજીએ મહાદેવના આગ્રહ પર તેમના ગોપી રૂપમાં શ્રૃંગાર કર્યા અને સાથે મહાદેવ ગોપી રૂપમાં મહારાસમાં સામેલ થયા.

image source

આ પછી આ રૂપમાં કૃષ્ણ ભગવાને તેમને ઓળખી લીધા અને મહારાસ કર્યા બાદ પોતે પોતાના આરાધ્ય મહાદેવની પૂજા કરી અને તેમના આ રૂપમાં વ્રજમાં રહેવાનો આગ્રહ કર્યો ત્યારે રાધારાણીએ કહ્યું કે મહાદેવના ગોપીના રૂપમાં ગોપેશ્વર મહાદેવના નામે ઓળખવામાં આવશે. ત્યારથી લઈને આજ સુધી ગોપેશ્વર મહાદેવના મદિરમાં તેમનો મહિલાની જેમ સોળે શણગાર કરાય છે. આ પછી તેમની પૂજા અર્ચના કરાય છે. મહાશિવરાત્રિના દિવસે આ મંદિરમાં ભક્તોની ભીડ રહે છે.

0 Response to "આ છે વિશ્વનું એકમાત્ર મંદિર જ્યાં સ્ત્રી સ્વરૂપે બિરાજે છે મહાદેવ, જાણો કઈ રીતે કરાય છે પૂજા"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel