રામ મંદિર માટે આ રાજ્યના લોકોએ આપ્યું સૌથી વધુ દાન, કુલ આંકડો જાણીને તમે પણ પડી જશો આશ્વર્યમાં…
વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય ઉપાધ્યક્ષ અને શ્રીરામ જન્મભૂમિ તિર્થ સ્થાન ન્યાસના મહામંત્રી ચંપતરાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે,
રાજસ્થાન રાજ્યના લોકો દ્વારા સૌથી વધારે દાન આપવામાં આવ્યું છે. રાજસ્થાન રાજ્ય તરફથી ૫૧૫ કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું
રાજસ્થાન રાજ્યના ૩૬ હજાર ગામ અને શહેરોએ રામ મંદિર માટે ૫૧૫ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

મીડિયા સાથે વાતચીત કરવા દરમિયાન મહામંત્રી ચંપતરાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજસ્થાન રાજ્યમાં આવેલ ૩૬ હજાર ગામડાઓ અને શહેરો તરફથી રામ મંદિરના નિર્માણ કાર્ય માટે ૫૧૫ કરોડ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. દેશમાં ઉત્તરાયણના તહેવારથી શરુ કરીને માધ પુનમ સુધી ચલાવવામાં આવેલ દાન અભિયાનમાં ૧.૭૫ લાખ ટોળીઓની મદદથી અંદાજીત નવ લાખ જેટલા કાર્યકરો દ્વારા લોકોના ઘરે ઘરે જઈને તેમનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને આ દરમિયાન લોકોને ખુલ્લા હાથે દાન આપવાની અપીલ કરવામાં આવી રહી હતી.
રામ મંદિરના નિર્માણ કાર્ય માટે અત્યાર સુધીમાં ૨૫૦૦ કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે.

મહામંત્રી ચંપતરાય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તા. ૪ માર્ચ, ૨૦૨૧ સુધીમાં રામ મંદિરના નિર્માણ કાર્ય માટે અત્યાર સુધીમાં ૨૫૦૦
કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત કરી લેવામાં આવ્યું છે. પણ આ આંકડો અંતિમ છે નહી, રામ મંદિરના ચબુતરા માટે મિર્ઝાપુર જીલ્લા અને પરકોટા માટે જોધપુરથી પથ્થર મંગાવીને લગાવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. રામ મંદિરમાં ભરતપુરમાં મળી આવતા બંશી પહાડપુરથી પણ પથ્થર લગાવવામાં આવશે. ચંપતરાયએ જણાવ્યું છે કે, રામ મંદિર બનાવવા માટે ૪૦૦ ફૂટ લાંબો, ૨૫૦ ફૂટ પહોળાઈ ધરાવતો અને ૪૦ ફૂટની ઊંડાઈ સુધી આવેલ કાટમાળને બહાર કાઢવામાં આવી રહ્યો છે. જેને પુરવાનું કામ શરુ કરવામાં આવશે. તેને પુરવાનું કામ આઈઆઈટી મદ્રાસના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે.
જમીન પર અંદાજીત ૫૦૦ જેટલા વિશાળ વૃક્ષને કાપી નાખ્યા વિના અન્ય સ્થાને ખસેડવામાં આવશે.

ચંપતરાય વધુ જણાવતા કહે છે કે, જમીન સુધી કોંક્રીટ પાથરવામાં આવશે ત્યાર અબ્દ તેની ઉપર ૧૬.૫ ફૂટ ઊંચા ચ્બુત્રને પથ્થરો માંથી
ફૂટ લાંબુ અને ૨૩૫ ફૂટ પહોળાઈ ધરાવતું હશે.

રામ મંદિર ત્રણ માળનું બનાવવામાં આવશે, જેમાં દરેક માળની ઉંચાઈ અંદાજીત ૨૦ ફૂટ જેટલી રાખવામાં આવશે. તેઓ જણાવે છે કે, આ જમીન પર રહેલ અંદાજીત ૫૦૦ જેટલા વિશાળ વૃક્ષને કાપ્યા વિના જ અન્ય કોઈ સ્થાને સ્થળાંતર કરવામાં આવશે.
0 Response to "રામ મંદિર માટે આ રાજ્યના લોકોએ આપ્યું સૌથી વધુ દાન, કુલ આંકડો જાણીને તમે પણ પડી જશો આશ્વર્યમાં…"
ટિપ્પણી પોસ્ટ કરો