આ યુવાને મોતને એવી રીતે વ્હાલું કર્યુ કે જે જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી…’પોલીસને મારી ખાસ વિનંતી છે આવા ફ્રોડને…’
દર વર્ષે વિશ્વમાં આશરે ૮ લાખ જેટલા મોત આપઘાતથી નિવડે છે, જે પૈકી ૧.૩૫ લાખ (આશરે ૧૭% મોત) ભારત માથી નોંધાય છે. અને આપઘાતનો પ્રયત્ન કરી બચી જનાર વ્યક્તિની સંખ્યા તો આથી ૨૫ ગણી વધુ હોવાની. ભારતમાં છેલ્લા તીસ વર્ષમાં આપઘાતના પ્રમાણમાં આશરે ૩૦% જેટલો વધારો નોંધાયો છે. જે ચિંતાજનક બાબત છે. વૈશ્વિક સ્તરે ૧૫ થી ૨૪ વર્ષના યુવાનોમાં મૃત્યુના કારણોમાં આપઘાત પ્રથમ ક્રમાકે છે. (જ્યારે રોડ પર વાહનમાં થતો અકસ્માત દ્વિતીય ક્રમાકે, કે અકસ્માતે ઝેર કે અન્ય ઘાતક પદાર્થોના સેવનથી થતા મૃત્યુ તૃતીય ક્રમાકે તેમજ માર-પીટ કે હુમલાથી થતા મૃત્યુ ચોથા ક્રમાંકે છે.—

કંઇક અંશે આ દરેક મૃત્યુના કારણૉમાં યુવાનોની માનસિક પરિસ્થિતી ભાગ ભજવતી હોય છે. જો લાગણોઓ તેમજ ગુસ્સા ને નિયંત્રિત કરવાની તાલીમ આપવામાં આવે તો તેને નિવારી શકાય છે.)મોટા ભાગના કિસ્સાઓમાં એવુ જોવા મળ્યુ હોય છે કે આપઘાતનો પ્રયત્ન કરનાર કે આપઘાત વડે મૃત્યુને ભેટનાર વ્યક્તિ ખરેખર આપઘાત કરવા ઇચ્છતી નથી હોતી પરંતુ કોઇ પોતાની નિરાશા ઓળખી પોતાના પ્રશ્નોમાં દરમિયાનગીરી કરે તેમ ઇચ્છતી હોય છે. આવા સમયે જો નજીકના સ્નેહીઓ કે મિત્રો મદદરુપ બને તો આપઘાત ના ઘણા કિસ્સાઓ નિવારી શકાય તેમ છે.

ઘણી વખત સ્નેહીજન કે મિત્ર આપઘાતની વાત કે પોતાના વિચાર જાહેર કરે ત્યારે શું કરવુ-કેવો પ્રતિભાવ આપવો એ આપણે સમજી શકતા નથી. કે પોતા પાસે જે-તે વ્યક્તિના પ્રશ્નો ના જવાબો નહીં હોય તેમ માની પ્રતિભાવો આપવાનુ ટાળે છે. પરંતુ આવા સમયે માત્ર તેને સમય આપીને સાંભળવાથી, પોતાના નિર્ણયો તેના પર થોપીના બેસાડવાથી પણ આપણે તેને મદદરુપ થઇ શકીયે છીએ.
આજકાલ યુવક-યુવતીઓના આપઘાતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ફરીથી એક દુખદ ઘટના સામે આવી છે. આજકાલ યુવક યુવતીઓ નાની નાની વાતોમાં આપઘાત સુધીનું પગલું ભરી લેતા હોય છે ત્યારે આવી એક ઔર દુઃખદ ઘટના સામે આવી છે જેમાં છેતરપિંડી થતા
યુવાને મોત વહાલુ કર્યુ છે.

જૂનાગઢના વંથલીના ઓજત ડેમમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ વ્યક્તિની લાશ મળી આવી હતી. આંબેડકરવાસમાં રહેતા રમેશ વાણવીએ આપઘાત કરતા પહેલા વીડિયો બનાવી વંથલીમાં રહેતા સંજય માકડિયા નામના શખ્સ પર પૈસા નહીં આપવાનો આક્ષેપ કર્યો હતો તથા તે શખ્સને સજા અપાવવા માટે પણ માગ કરી હતી. ઉલ્લેખનીય છે કે પૈસાની લેતીદેતીમાં અટવાતા આશાસ્પદ યુવકે આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો
સંજય માકડિયાને સજા અપાવવા પણ માંગ
રમેશ વાણવીએ આપઘાત કરતા પહેલા વીડિયો વાયરલ કરી મોતની છલાંગ લગાવી હતી. પૈસાની લેતી દેતીમાં અટવાતા કર્યો આપઘાત હતો અને તેણે વીજિયોમાં જણાવ્યું હતુ કે, સંજય માકડિયા નામના વ્યક્તિએ છેતરપિંડી કરી હતી. છેતરપીંડીના કારણે આપઘાત કરી રહ્યો હોવાની કરી હતી. વીડિયોમાં વાત સંજય માકડિયાને સજા અપાવવા પણ માંગ કરી હતી.
જ્યારે કોઇ સ્નેહીજન આપઘાતના વિચારો વ્યક્ત કરે ત્યારે શું કરવુ જોઇએ?
આપઘાતના દરેક પ્રયત્ન ને ગંભીરતાથી લેવો જોઇએ.
વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. તેને પ્રતિતિ થવી જોઇએ કે તમને તેની મુશકેલીઓ હલ કરવામાં પુરતો રસ છે.
વ્યક્તિને એકલા ના મુકો. સતત તેની સાથે રહો.
તે કઇ રીતે આત્મહત્યા નો પ્રયત્ન કરવાનુ વિચારે છે તે જાણવાનો પ્રયત્ન કરવો જોઇએ.

તેને ઠપકો આપવાનો, શિખામણ આપવાનો કે ગુસ્સે થવાનો આ યોગ્ય સમય નથી.
તે આત્મહત્યા નહીં કરી શકે, ખાલી ધમકી આપે છે, આત્મહત્યાની વાતો કરવી સહેલી છે પરંતુ વાસ્તવમાં તેનો અમલ અઘરો છે વગેરે કહી તેને પડકારો નહીં.
જો વ્યક્તિ ખાતરી આપે કે તે હવે આત્મહત્યા નહીં કરે અને યોગ્ય સારવાર વિના પરિસ્થિતીનુ નિરાકરણ આવી ગયુ છે તો તેમ માની લેશો નહી.
આપઘાત ના વિચારો કે પ્રયત્ન કરતી વ્યક્તિ આ કૃત્ય માનસિક અસ્વસ્થતા કે બિમારી હેઠળ કરેલ હોય તેવી પુરી સંભાવના છે. આથી આ દરેક વ્યક્તિની મનોચિકિત્સક પાસે પણ તપાસ કરાવવી જરુરી છે. આથી સબંધિત માનસિક રોગની સારવાર કરી શકાય અને વધુ
આપઘાતના પ્રયત્નો ટાળી શકાય.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "આ યુવાને મોતને એવી રીતે વ્હાલું કર્યુ કે જે જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી…’પોલીસને મારી ખાસ વિનંતી છે આવા ફ્રોડને…’"
ટિપ્પણી પોસ્ટ કરો