IRCTCનું ચાર ધામ પેકેજ છે જોરદાર, ઓછી કિંમતમાં મળી રહી છે 3 સ્ટાર હોટલની સાથેે-સાથે આ પણ સુવિધાઓ, જાણો તમામ વિગતો
દેશમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રા કરી ધન્યતા અનુભવે છે. વર્ષમાં એકવાર યોજાતી આ યાત્રા માટે ભક્તો મહિનાઓ અગાઉથી પ્લાનિંગ કરવા લાગે છે. જેથી તેમને ટિકિટ બુકિંગમાં ફાયદો થાય. જો કે આ વર્ષે જે લોકો ચારધામ યાત્રા કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે મોટી ગિફ્ટ ઈંડિયન રેલવે કૈટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ એટલે કે આઈઆરસીટીસી લાવ્યું છે.

આ વર્ષે આઈઆરસીટીસી હિમાલયન ચાર ધામ યાત્રા 2021 યોજના હેઠળ દર્શનાર્થીઓ માટે બેસ્ટ ટૂર પેકેજ લાવ્યું છે. જે અંતર્ગત કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીના દર્શન કરવા શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકશે. તેના માટેના બુકિંગની ચિંતા તેમને કરવી પડશે નહીં.

આઈઆરસીટીસી દ્વારા તાજેતરમાં જ આ અંગે જાણકારી આપવામાં આવી છે. આ જાણકારી અનુસાર દર્શનાર્થીઓ 11 રાત અને 12 દિવસનું ટૂર પેકેજ બુક કરી શકે છે જેનું ભાડુ 43,850 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે. જ્યારે કોઈપણ બે યાત્રા ધામ માટે ખર્ચ 37,800 રૂપિયા પ્રતિ વ્યક્તિ હશે.
આ પેકેજ અનુસાર હરિદ્વારાથી યાત્રા માટે જનાર વ્યક્તિએ 40,100 રૂપિયા ચાર ધામ માટે જ્યારે 34,650 રૂપિયા 2 ધામની યાત્રા માટે ખર્ચ કરવા પડશે. ખાસ વાત એ છે કે કોરોના મહામારીના કારણે એક ગૃપમાં પણ માત્ર 20 યાત્રીઓનો જ સમાવેશ કરવામાં આવશે. ટૂર પેકેજમાં થ્રી સ્ટાર હોટલમાં રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે.

આ ચાર ધામ યાત્રા માટે આઈઆરસીટીસીની આધિકારિક વેબસાઈટ irctctourism.com પર જઈ બુકિંગ કરાવી શકાય છે. સાથે જ કોઈપણ પ્રકારની જાણકારી આ ટૂર પેકેજને લઈને મેળવવાની હોય તો તે પણ અહીં મળશે. આ સિવાય યાત્રાળુઓ આઈઆરસીટીસી દ્વારા જાહેર કરવામાં આવેલા હેલ્પલાઈન નંબર 9717641764, 8287930909, 8595930981 અથવા તો 8287930908 પર કોલ કરીને પણ ટૂર પેકેજ સંબંધિત માહિતી મેળવી શકે છે.
ચાર ધામ યાત્રાના ટૂર પેકેજની વિગતવાર માહિતી
The Char Dham yatra is believed to be the key to salvation by #Hindu devotees. Embrace unmatched spirituality at #Gangotri, #Yamunotri, #Kedarnath & #Badrinath with a pilgrim special package by #IRCTC #Tourism.#Details & #booking on https://t.co/F8GuGC2ikr #DekhoApnaDesh
— IRCTC (@IRCTCofficial) March 15, 2021
- – કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રીની યાત્રા – 11 રાત અને 12 દિવસ – 43,850 રૂપિયા ખર્ચ
- – ચાર ધામ યાત્રા કેદારનાથ, બદ્રીનાથ, યમુનોત્રી અને ગંગોત્રી – 10 રાત અને 11 દિવસ – 40,100 રૂપિયાનો ખર્ચ
- – બે ધામની યાત્રા કેદારનાથ અને બદ્રીનાથ – 7 રાત અને 8 દિવસ – 37,800 રૂપિયાનો ખર્ચ
- – બે ધામની યાત્રા કેદારનાથ અને બર્દીનાથ – 6 રાત અને 7 દિવસ – 34,650 રૂપિયા ખર્ચ
– એક ધામ યાત્રા બદ્રીનાથ ધામ યાત્રા – 4 રાત અને 5 દિવસ – 21,500 રૂપિયા ખર્ચ
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
0 Response to "IRCTCનું ચાર ધામ પેકેજ છે જોરદાર, ઓછી કિંમતમાં મળી રહી છે 3 સ્ટાર હોટલની સાથેે-સાથે આ પણ સુવિધાઓ, જાણો તમામ વિગતો"
ટિપ્પણી પોસ્ટ કરો