આ સાપની ચામડી પર છે કંઇક ખાસ, જે વેચાયો લાખોમાં, જણાવો અમને કોમેન્ટમાં તમને શું લાગે છે આ સાપમાં કંઇક નવું…

વિશ્વમાં સાપની સેંકડો જાતો છે, જેમાંના કેટલાક લીલા, કેટલાક કાળા, કેટલાક સફેદ અને કેટલાક પીળા છે. પરંતુ શું તમે ક્યારેય એવો સાપ જોયો છે જેની ત્વચા પર સ્માઈલી ફેસ ઇમોજી બનેલુ હોય? હકીકતમાં, યુ.એસમાં રહેતા એક વ્યક્તિએ એક અજગર સાપની બ્રિડિંગ કરાવી છે કે તેના ઇંડામાંથી નીકળેલા સાપની ત્વચા પર પીળા અને નારંગી સ્માઈલી ઇમોજી બનેલા છે. તેઅજગરની ત્વચા પર ત્રણ ઇમોજીસ છે. સૌથી અગત્યની બાબત એ છે કે તે વ્યક્તિ કંઈક બીજું ઇચ્છતો હતો, પરંતુ કંઈક બીજું થઈ ગયુ.

તમે આવા ‘ઇમોજી સાપ’ ક્યાંય નહીં જોયા હોય

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અનોખા સ્માઇલી ફેસ ઇમોજીવાળા અજગરને જે માણસે પેદા કરાવ્યો છે તે જ્યોર્જિયાનો રહેવાસી છે અને તેનું નામ જસ્ટિન કોબિલ્કા છે. જસ્ટિન એક સાપ સંવર્ધક છે અને છેલ્લા ઘણા સમયથી સાપનું સંવર્ધન કરે છે. અહેવાલો અનુસાર, જસ્ટિન કોબિલ્કાએ એક નિવેધનમાં કહ્યું કે, તે બોલ પાઈથનને બ્રીડિંગ કરાવી રહ્યો હતો. તે ઇચ્છતો હતો કે અજગર ગોલ્ડન યેલો અને સફેદ રંગનો પેદા થાય, પરંતુ જ્યારે અજગરનો જન્મ થયો ત્યારે તેની ત્વચા પર સ્વાભાવિક રીતે ત્રણ સ્માઈલી ઇમોજી બનેલા હતા. તમે આવા ‘ઇમોજી સાપ’ ક્યાંય નહીં જોયા હોય.

આ અજગરને છ હજાર ડોલરમાં વેચ્યો

image source

મીડિયા રિપોર્ટ અનુસાર, જસ્ટિન કોબિલ્કાએ જણાવ્યું હતું કે, દર 20 જીવમાંથી કોઈ એકમાં સ્માઈલી ફેસ ઈમોજી જોવા મળી જાય છે, પરંતુ તેની સંવર્ધન કારકીર્દિમાં આ પહેલીવાર છે જ્યારે સાપની ત્વચા પર ત્રણ-ત્રણ ઇમોજીસ મળી આવ્યા છે. તેણે આ ઇમોજી ધરાવતા અજગરને છ હજાર ડોલર એટલે કે લગભગ 4.37 લાખ રૂપિયામાં વેચ્યો હતો.

image source

તમને જણાવી દઈએ કે, આ તે પ્રજાતીનો સાપ છે જેની ગણતરી હવે નહિવત રહી ગઈ છે. નોંધનિય છે કે, જૂન 2020માં ઉત્તર પ્રદેશના દૂધવા નેશનલ પાર્કમાં એક દુર્લભ લાલ કોરલ કુકરી સાપ જોવા મળ્યો હતો. તેમજ રેડ કોરલ કુકરી સાપ રાત્રે બહાર જોવા મળે છે બાકીના સમયે તે જમીનની અંદર રહે છે. આ ઉપરાંત અગાઉ ઓરિસ્સામાં બે મોઢાવાળો સાપ મળી આવ્યો હતો. જેને બે માથાં, ચાર આંખો અને બે જીભ હતી.

આ એક ખાસ પ્રકારનું પરિવર્તન છે

image source

ખરેખર, અજગરની ચામડી પર સતત ફેરફારને લીધે સ્માઈલી ફેસ વાળી પેટર્ન જોવા મળી હતી. આ એક ખાસ પ્રકારનું પરિવર્તન છે, જે જંગલમાં બની શકતું નથી. જસ્ટિન કોબિલ્કાએ આવા ઘણાં અલગ અલગ પેટર્ન વાળા અજગર પાળી રાખ્યા છે. જેને જોઈને તમને ખુબ જ આશ્ચર્ય થશે.

Related Posts

0 Response to "આ સાપની ચામડી પર છે કંઇક ખાસ, જે વેચાયો લાખોમાં, જણાવો અમને કોમેન્ટમાં તમને શું લાગે છે આ સાપમાં કંઇક નવું…"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel