ઓછી મહેનત અને ઓછીમાં મૂડીમાં શરૂ કરો આ બિઝનેસ, થશે લાખોની કમાણી, જાણી લો તમામ માહિતી એક ક્લિકે
લગ્ન પ્રસંગની ઉજવણી હવે એક બહુ જ મોટી ઇન્ડસ્ટ્રી બની રહી છે. ફેશન, દેખાદેખી, નવા નવા વિચારો અને કંઈક હટકે કરવાના લોકોના ઉત્સાહને કારણે લગ્નપ્રસંગોમાં મેનેજમેન્ટ, ક્રિયેટિવિટી અને ટેક્નિકલ આવડત એ ત્રણેયની ડિમાન્ડ વધી છે. લગ્નપ્રસંગે જાતે ટેન્શન
લેવા કરતાં બધું જ ‘રેડી’ મળે એવું ઈચ્છનારા લોકો વધ્યા છે અને એ સાથે વધી છે સ્ત્રીઓ માટે કરિયરની નવી નવી તકો…આજથી બે દાયકા પહેલાં લગ્ન એ ખૂબ અંગત બાબત હતી અને લગ્નની સઘળી તૈયારી સ્વજનો અને સંબંધીઓ કરતાં. પરંતુ હવે લગ્નમાં જે નવા તામ-ઝામ ઉમેરાયા છે એ માટે પ્રોફેશનલ લોકોની મદદ આવશ્યક બની છે. વર્ષે ૧ લાખ કરોડનું ટર્નઓવર ધરાવતી વેડિંગ ઇન્ડસ્ટ્રીમાંથી
પાત્રો નક્કી થઈ જાય અને એમની સગાઈ થઈ જાય એટલે લગ્નની

તૈયારી માટે વેડિંગ પ્લાનરની જરૂર પડે, જે ક્લાયન્ટના બજેટ પ્રમાણે શ્રેષ્ઠ લગ્ન પ્રસંગનું આયોજન કરે. સારા વેડિંગ પ્લાનરને ફી તરીકે લગ્નના બજેટની ૮થી ૧૦ % રકમ મળે છે. વેડિંગ પ્લાનર બનવા માટે ઈવેન્ટ મેનેજમેન્ટમાં ડિપ્લોમા કે માસ્ટર ડિગ્રી હોય તો સારું. જો કે વ્યવહાર કુશળતા, બાર્ગેનિંગ પાવર અને કોન્ટેક્સનું મહત્ત્વ જરાય ઓછું નથી. લગ્નનું સ્થળ, પાર્ટીની થીમ, ડેકોરેશનની વ્યવસ્થા, કેટરર,
મંડપ, ડીજે કે બેન્ડની વ્યવસ્થા જેવાં અનેક કામોનો લગ્ન-આયોજનમાં સમાવેશ થાય છે. બે- ત્રણ ફ્રેન્ડઝ મળીને પણ આ કામ કરી શકે. વેડિંગનું પ્લાનિંગ કોર્પોરેટ ઈવેન્ટથી અલગ ભાવનાઓ અને લાગણીઓથી જોડાયેલું હોય છે. જે પ્લાનિંગમાં લોકોનાં ઈમોશન્સને વણી લેવાય એ પ્લાનિંગ વધારે સફળ બને છે. ત્રીજા ક્રમે સૌથી મહત્ત્વની ભૂમિકા ઈવેન્ટ મેનેજરની છે. ગામડાંમાં રહેતાં કોઈ એન.આર.આઈ.ના દીકરાનાં લગ્ન ગોવાના બીચ રિસોર્ટમાં કરવાના હોય તો પરંપરા તથા આધુનિકતાનો મેળ કરવો પડે. આજે ગોવા, ઉદયપુર, જયપુર, સિંગાપુર, દુબઈ અને બાલીમાં ભારતીય લગ્નોનું આયોજન ટ્રેન્ડમાં છે. લોકો હવેલી, મહેલ, કિલ્લા, કોઈ વિલાની લોન, ફર્મ હાઉસ, બીચ રિસોર્ટ, આલીશાન ક્લબો કે મંદિરોમાં લગ્નને પ્રાથમિકતા આપે છે. લગ્નમાં ઘોડા- પાલખીની પરંપરા સાથે બોલિવૂડ સિંગર્સ અને એક્ટર્સને બોલાવવાનું ચલણ છે. જે ઈવેન્ટ મેનેજર સેલિબ્રિટીઝને બોલાવી પ્રસંગની શોભા વધારે છે તે વધુ કાબેલ ગણાય છે. ઈવેન્ટ મેનેજરને પગાર ઉપરાંત આકર્ષક કમિશન મળે છે. નવી પેઢીની અનેક યુવતીઓ એમની સ્માર્ટનેસ અને બોલ્ડનેસનો ઉપયોગ આ વ્યવસાયમાં કરી શકે.

જે સ્થળે લગ્ન થવાના હોય એ સ્થળની સઘળી વ્યવસ્થા ડેસ્ટીનેશન મેનેજર સંભાળે છે. ડેસ્ટીનેશન મેનેજર વેડિંગ પ્લાનર સાથે મળીને અથવા તો સ્વતંત્ર રીતે કામ કરે છે. હોટલ- રિસોર્ટનું એડવાન્સ બુકિંગ, મહેમાનોની વ્યવસ્થા, પ્રસંગ માટે ફૂલ-મંડપ-પૂજાસામગ્રીથી માંડીને કપલ્સનું હનીમૂન બુકિંગ વગેરે અનેક કામો મેનેજર-પ્લાનરે કરવાનાં રહે છે.

દરેક લગ્નમાં વેડિંગ ફેટોગ્રાફ્ર અને વીડિયો એડિટરની જરૂર પડે છે. પ્રી- મેરેજ વીડિયો શુટ, કપલ્સની જિંદગીનાં મહત્ત્વનાં પ્રસંગોનાં ફેટોગ્રાફ પરથી વીડિયો બનાવવાં કે લાઈવ ફેટોગ્રાફી કરવી…ફેટોગ્રાફીનું ક્ષેત્ર ખૂબ વિકસ્યું છે. જેમાં ક્રિયેટિવિટી અને ટેક્નિકલ નોલેજ બંનેની જરૂર પડે છે.

એક પ્રોફેશનલ ફેટોગ્રાફ્ર એક ઈવેન્ટનાં દોઢ- બે લાખ રૂપિયા કમાઈ શકે છે. ફેમિલીમાં બિઝી યુવતીઓ વર્ષમાં ત્રણ- ચાર ઓર્ડર લઈને પણ ઈન્ડિપેન્ડન્ટ રહી શકે છે. લગ્નમાં બ્રાઈડલની જ્વેલરી પર સૌનું ધ્યાન જાય છે. બ્રાઈડલ જવેલરી પર તત્કાલીન ફ્લ્મિોમાં પોપ્યુલર બનેલી જવેલરીની પણ ઈફેક્ટ હોય છે. જેમ કે, જોધાબાઈ જેવો હાર કે પદ્માવતી જેવા ઝૂમખાં..તો ક્યાંક સાડીની સાથે મેચિંગ ડિઝાઈનની
જવેલરીમાં એવાં જ ફૂલ-મોર બનાવાય. દર વર્ષે આપણે ત્યાં લગ્નની સીઝનમાં ૪૦૦ ટન સોનું વેચાય છે. આજની કન્યાઓ ખૂબ જ ડિમાન્ડિંગ અને ચૂઝી બની છે ત્યારે જ્વેલરી ડિઝાઈન એ કરિયરનો એક સારો ઓપ્શન બની શકે.

આજે સંગીતની જેમ મહેંદીનું પણ અલગ ફંકશન થાય છે. બ્રાઈડલ મહેંદીના સારા આર્ટિસ્ટ પંદરથી વીસ હજાર રૂપિયા લે છે. એક વખત નામ થઈ ગયું તો લોકો સામેથી બોલાવીને મોં માંગી ફી આપે છે. ભારતમાં બ્રાઈડલ મહેંદીનું બજાર લગભગ પાંચ હજાર કરોડ રૂપિયાનું છે. એક વેડિંગ ઈવેન્ટમાં ૨૫થી ૩૦ હજાર રૂપિયા આરામથી કમાઈ શકાય. માઉથ પલ્બિસિટીથી જ આ ફીલ્ડમાં કામ મળી રહે છે. લગ્નમાં સૌથી મહત્ત્વની વસ્તુ છે. દુલ્હનના કપડાં… અતિ અમીર પરિવારોનાં લગ્નોમાં રાષ્ટ્રીય સ્તરે નામાંકિત એવાં ડિઝાઈનરોનો આગ્રહ રાખવામાં આવે છે. બાકી તો સામાન્ય ઘરની યુવતીઓ પણ એમના બજેટ મુજબ ડ્રેસ ડિઝાઈન કરાવે છે. ફેશનની સમજણ ધરાવનાર યુવતીઓ ડ્રેસ ડિઝાઈનરની સારી કરિયર બનાવી શકે. ભારતમાં લગ્નનાં કપડાંનું બજાર લગભગ વર્ષે ૧૦ હજાર કરોડ રૂપિયા જેટલું છે. એનાં પરથી અંદાઝ લગાવી શકાય કે વેડિંગ ડ્રેસ ડિઝાઈનરની કરિયર કેવા ઊંચા મુકામ પર છે. જો તમે ક્રિએટિવ છો અને નવું બિઝનેસ શરૂ કરીને લાખો કમાવવા માંગો છો તો આજે અમે તમને એક જબરદસ્ત બિઝનેસ વિશે જણાવીશું. ચાલો જાણીએ. અત્યારના સમયમાં વેડિંગ ઇન્ડસ્ટ્રીનું માર્કેટ આશરે 50 બિલિયન ડોલરનું છે. જેના પર દેશભરમાં ફેલાયેલી મહામારીની પણ ખાસ અસર નથી દેખાઇ રહી કારણ કે આજના સમયમાં બધાં જ પોતાના લગ્નને યાદગાર બનાવવા માંગે છે. તો એવામાં તમે વેડિંગ ઈવેન્ટ પ્લાનરનો બિઝનેસ શરૂ કરી શકો છો. આજના સમયમાં આ સારું કરિયર ઓપ્શન બન્યું છે. દેશભરમાં ફેલાયેલી મહામારીની પણ આની પર ખાસ અસર નથી દેખાઇ રહી.
કરી શકો છો ડિપ્લોમા

આજના સમયમાં તમે આ બિઝનેસ કરવા માટે ઘણાં કોર્સ પણ શકો છો. તમે ડિપ્લોમા ઇન વેડિંગ પ્લાનિંગ પણ કરી શકો છો. આ સિવાય સર્ટિફિકેટ કોર્સ ઈન ઇવેન્ટ મેનેજમેન્ટ પણ કરી શકાય છે. આ ફીલ્ડમાં તમને ઘણાંપ્રકારનાં વિકલ્પો મળી શકે છે.
થાય છે લાખોની કમાણી

તમને જણાવી દઈએ કે, લગ્નના આયોજકને તમારા લગ્ન માટે સંપૂર્ણ જવાબદારી અને ખર્ચ આપવામાં આવે છે, જેમાં તેઓ થીમના આધારે તમારા લગ્ન કરાવે છે અને તેની જવાબદારી નિભાવે છે. આ માટે તેમની પાસે એક સારો ટીમ લીડર હોય છે. આમાં લોકો પગાર લઈને શરૂઆત કરે છે, પરંતુ કેટલાક વર્ષોના અનુભવ પછી દર મહિને એક લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. જો તમે પોતાની કંપની બનાવવા ઇચ્છતા હોવ, જેમાં આખી ટીમ સાથે મળીને કામ કરે, તો તેમાં વધુ રોકાણની જરૂર પડી શકે છે અને આ બધું કર્યા પછી પણ માર્કેટિંગ કોસ્ટ પણ વધુ આવી શકે છે. આ માટે તમારે લગભગ 5થી 10 લાખનું પ્રારંભિક રોકાણ કરવું પડી શકે છે. આ સિવાય તમારે તમારા માર્કેટિંગમાં રૂપિયા ખર્ચ કરવા પડશે.
0 Response to "ઓછી મહેનત અને ઓછીમાં મૂડીમાં શરૂ કરો આ બિઝનેસ, થશે લાખોની કમાણી, જાણી લો તમામ માહિતી એક ક્લિકે"
ટિપ્પણી પોસ્ટ કરો