જાણો વિશ્વની સૌથી નાની હોટેલમાં એક રાત્રીના કેટલા ચૂકવવા પડશે પૈસા
તમે એકથી એક લક્ઝુરિયસ અને મોંઘી હોટલ વિશે સાંભળ્યું હશે અને કદાચ જોઈ પણ હશે અને તમે તેમા રહ્યા પણ હશો, પરંતુ તમે દુનિયાની સૌથી નાની હોટેલ જોઇ છે? તેને ‘મિની હોટલ’ પણ કહી શકાય. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયાની આ સૌથી નાની હોટેલ બિલ્ડિંગમાં નહીં, પરંતુ કારમાં છે.
આ હોટેલમાં એક સમયે ફક્ત એક જ દંપતી રહી શકે છે. આ હોટલની વિશેષતા જોઇને લોકો અહીં રોકાવા માટે દૂર-દૂરથી આવે છે. આ કારણોસર, આ હોટલનું બુકિંગ લાંબા સમય ફુલ રહે છે.
આ હોટલ વિશ્વની સૌથી નાની અને અનોખી છે
આ હોટેલ દક્ષિણ પશ્ચિમ એશિયામાં અકાબા ખાડીની દક્ષિણે સ્થિત અરબ દેશ જોર્ડનમાં આવેલી છે. આ હોટલના માલિકનું નામ મોહમ્મદ અલ-મલાહિમ છે, જે જોર્ડનના રહેવાસી છે. તેમનો દાવો છે કે તેની વિંટેજ ફોક્સવેગન બીટલ હોટલ વિશ્વની સૌથી નાની અને અનોખી છે. આ નાની હોટલની શરૂઆત વર્ષ 2011માં કરવામાં આવી હતી. તેના માલિક મોહમ્મદ અલ-માલાહિમ કહે છે કે તેની હોટલ મોટા પથ્થરોની વચ્ચે ઉભી છે. આ જ કારણ છે કે જે લોકો અહીં આવે છે તેમને આશ્ચર્યજનક દૃશ્યો જોવા મળે છે.
ચાર હજાર રૂપિયા ચુકવવા પડે છે
જો કે, આ હોટલની સૌથી મોટી સમસ્યા એ છે કે એક સમયે ફક્ત બે જ લોકો અહીં રહી શકે છે. યુગલો માટે આ સારી હોઈ શકે છે. બિઝનેસ ઇન્સાઇડરના એક અહેવાલ મુજબ, અહીં રોકાનારા મહેમાનોને દિવસના લગભગ $ 56 એટલે કે લગભગ ચાર હજાર રૂપિયા ચુકવવા પડે છે. જો કે, એવું નથી કે તમે ઇચ્છો ત્યારે આ ‘મીની હોટેલ’ માં રહી શકો, લોકોએ અહીં રહેવા માટે લાંબી રાહ જોવી પડેશે. અહીં રહેવા માટે અગાઉથી બુકિંગ કરવવું પડે છે.
આ વિંટેજ ફોક્સવેગન બીટલ હોટલને હાથથી એમ્બ્રોડરી ચાદર અને ઓશિકાથી શણગારવામાં આવી છે. અલ-માલાહિમ નજીકની ગુફામાં આ હોટેલમાં રોકાતા લોકોને સ્થાનિક પીણાં અને નાસ્તાની સેવા પણ આપે છે.
આ ‘મીની હોટલ’ ના માલિક, મોહમ્મદ અલ-માલાહિમ હવે આખા જોર્ડનમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયા છે. તેમણે એક ઇન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તે હંમેશાં ટૂરિઝમ પ્રોજેક્ટ પર કામ કરવા માંગે છે જે ઓછામાં ઓછી જગ્યાનો ઉપયોગ કરે અને આ પ્રોજેક્ટ ટૂરિઝ્મન્સના ક્ષેત્રમાં એક છાપ છોડી દે. જો તમે પણ જોર્ડન જવાની યોજના બનાવી રહ્યા હોય અને આ હોટલમાં જવા માંગતા હો, તો આ મીની હોટેલમાં બુકિંગ અગાઉથી કરાવવું પડશે.
0 Response to "જાણો વિશ્વની સૌથી નાની હોટેલમાં એક રાત્રીના કેટલા ચૂકવવા પડશે પૈસા"
ટિપ્પણી પોસ્ટ કરો