અશ્વગંધા કેન્સરના દર્દીઓ માટે છે ઉત્તમ, જાણો બીજી કઇ બીમારીઓને દૂર કરવાની ધરાવે છે તાકાત, સાથે જાણો કઇ પરિસ્થિતિમાં નુકસાનકારક સાબિત થાય છે
અશ્વગંધાનું નામ તમે ઘણીવાર સાંભળ્યું હશે પણ એના ફાયદા વિશે કદાચ તમે નહિ જાણતા હોવ. આયુર્વેદમાં અશ્વગંધાને ખાસ સ્થાન મળેલું છે. આ ફક્ત એક છોડ જ નહિ પણ ઘણી બીમારીઓને મૂળમાંથી ખતમ કરનારી ઔષધી પણ છે. એના મૂડ અને પાંદડાથી દવા બનાવવામાં આવે છે.
દવાનું કામ કરે છે અશ્વગંધા.
અશ્વગંધા એક ચમત્કારિક હર્બ છે. એને આયુર્વેદમાં મહત્વનું સ્થાન મળેલું છે.
તનાવ, ચિંતા, થાક, ઊંઘની કમી જેવી તકલીફોનો અકસીર ઈલાજ અશ્વગંધાથી કરી શકાય છે. એ સ્ટ્રેસ હોર્મોન કોટિસોલના લેવલને ઓછું કરે છે,
જેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે.
ગંભીર ડિપ્રેશનથી પીડાતા લોકોનો ઈલાજ પણ અશ્વગંધાથી શક્ય છે.
એન્ટીઇંફલામેટ્રી ગુણોના કારણે એ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિશરાઈડ લેવલને ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે.
કેન્સરના દર્દીઓ માટે પણ લાભદાયી છે. એક રિસર્ચ અનુસાર અશ્વગંધા કિમોથેરપીની ખરાબ અસરને ઘટાડવામાં મદદ કરે છે. એ સિવાય નવા કેન્સર સેલ્સને બનતા પણ રોકે છે..
- સોજો અને દુખાવો ઘટાડવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.
- એના મૂડને પીસીને ઘા પર લગાવવાથી ઘા જલ્દી મટી જાય છે.
- એ ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે.
- ચામડીના રોગોને દૂર કરવામાં મદદ કરે છે. એ ન ફક્ત કરચલીઓ ઘટાડે છે પણ ચામડીના રોગોને પણ મટાડે છે.
- અનિંદ્રાની તકલીફ દૂર કરે છે.
- ડાયાબિટીસ કંટ્રોલ કરે છે. બ્લડ શુગર ઘટાડે છે અને ઇન્સ્યુલિન સેન્સેટીવીટીને મસલ્સ સેલ્સમાં ઇમપ્રુવ કરે છે.
- પુરુષોમાં મસલ્સ માસને વધારીને બોડી ફેટ્સ ઘટાડે છે અને મજબૂતાઈ આપે છે.
- એ સોજા અને બળતરામાં પણ રાહત આપે છે.
- જોઈન્ટ પેન અને કમરના દુખાવા માટે પણ ફાયદાકારક હોય છે.
- અલઝાઈમરનો ઈલાજ કરવા માટે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે.
- એન્ટીબેક્ટેરિયલ ગુણોના કારણે અશ્વગંધા ઘણા બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી પણ બચાવે છે.
- સેક્સ લાઈફને બનાવે છે વધુ રોચક.
- અશ્વગંધા મેલ હોર્મોન લેવલ અને રિપ્રોડકટિવ હેલ્થને ઇમપ્રુવ કરે છે.
- આ પરુષોની ફર્ટિલિટી વધારવામાં મદદ કરે છે. એના સેવનથી સ્પર્મ કાઉન્ટ વધે છે.
- ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને વધારવામાં મદદ કરે છે.
- આ સેક્સ દરમિયાન લાગતા થાકને ઘટાડે છે અને એનર્જી આપે છે.
- અશ્વગંધાથી ઘણી શક્તિવર્ધક દવાઓ બનાવવામાં આવે છે જે સેક્સ સાથે જોડાયેલી તકલીફોમાંથી છુટકારો આપે છે.
- આવી સ્થિતિમાં ન કરો સેવન
- પ્રેગ્નેન્ટ મહિલાએ કે જે મહિલાઓ સ્તનપાન કરાવતી હોય એમને અશ્વગંધાનું સેવન ન કરવું જોઈએ.
- ઓટોઇમ્યુન ડીસીઝથી પીડાતા લોકોએ પણ આનું સેવન ન કરવું જોઈએ.
જે લોકો થાઇરોઇડની દવા લઈ રહ્યા હોય એમને પણ અશ્વગંધા ન ખાવું જોઈએ કારણ કે એનાથી થાઇરોઇડ હોર્મોન લેવલ વધી શકે છે. સાથે જ એનું સેવન કરવાથી બપડ શુગર અને બ્લડ પ્રેશર પણ વધી શકે છે. એનું સેવન કરતા પહેલા ડોકટરનો સંપર્ક કરો કારણ કે દવાઓનો ડોઝ બદલવો પડશે.
અશ્વગંધાની ટેબ્લેટ કે પાઉડર ડોકટરની સલાહ વગર ન લોક.
ડોકટરે જણાવ્યા અનુસાર જ ડોઝ લો. એના વધુ સેવનથી ડાયરીયા, ઉલટી ને પેટ ખરાબ થઈ શકે છે
અશ્વગંધાના બ્યુટી બેનિફીટ્સ.
એમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ એજિંગ પ્રોસેસને સ્લો કરે છે. સ્કિનને રેડીકલ્સથી બચાવે છે.
અશ્વગંધાનો ટોનર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે.
સ્કાલ્પ સર્ક્યુલેશનને ઇમપ્રુવ કરે છે અને વાળને મજબૂત બનાવે છે.
ડેન્ડ્રફથી છુટકારો આપે છે.
વાળના રંગ માટે જવાબદાર મેલીનનના પ્રોડક્શનને વધારે છે અને સફેદ વાળને ફરીથી કાળા કરી દે છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ –
આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.
આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,
ટીમ હેલ્થ ગુજરાત
0 Response to "અશ્વગંધા કેન્સરના દર્દીઓ માટે છે ઉત્તમ, જાણો બીજી કઇ બીમારીઓને દૂર કરવાની ધરાવે છે તાકાત, સાથે જાણો કઇ પરિસ્થિતિમાં નુકસાનકારક સાબિત થાય છે"
ટિપ્પણી પોસ્ટ કરો