PM મોદીની કાલે રાજ્યોના CM સાથેની બેઠકને લઈને અનેક ચર્ચાઓ, જાણો આખરે કેમ PM મોદીએ બોલાવવી પડી આ મીટિંગ? શું ફરીથી આવશે લોકડાઉન?

દેશમાં કોરોનાની સ્થિતિ માર્ચ મહિનાની શરૂઆતથી જ વકરી રહી છે ત્યારે દેશના 8 રાજ્યોએ સરકારનું ટેન્શન વધારી દીધું છે. કોરોનાએ ફરીથી લોકોને પોતાના ભરડામાં લેવાનું શરૂ કર્યું છે.

image source

દેશ જ્યારે ફરી એકવાર પોતે રૂટિનમાં આવી રહ્યો હતો ત્યારે કોરોનાના વધતા સંક્રમણની સાથે સાથે પીએ મોદીની આવતી કાલની તમામ રાજ્યોના સીએમ સાથેની કોરોનાની બેઠકને લઈને લોકોમાં એક ભયની લાગણી છે કે ક્યાંક કાલે ફરીથી લોકડાઉન કરવામાં ન આવે. આપને જણાવી દઈએ કે પીએમ મોદી આવતી કાલે સવારે 11 વાગે તમામ રાજ્યોના સીએમ સાથે કોરોનાના વધતા સંક્રમણ અને વેક્સીનેશન અભિયાનને લઈને બેઠક યોજવાનો પ્લાન કરી રહ્યા છે. પીએમ મોદી આ બેઠકમાં વીડિયો કોન્ફરન્સથી ભાગ લેશે.

image source

મળતી માહિતી અનુસાર આ બેઠકમાં PM મોદી રાજ્યોના સીએમ પાસે કોરોના વધતા કેસના કારણોની સાથે જ વેક્સીનેશન અભિયાનને લઈને પણ ચર્ચા કરશે અને કેસને કઈ રીતે કાબૂમાં લેવા તે અંગે પણ ચર્ચા કરશે.

ગુજરાતમાં આવી છે સ્થિતિ

image source

રાજ્યમાં સોમવારે 890 કોરોના કેસ નોંધાયા છે તો સાથે જ અહીંથી 594 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં કુલ 56 દર્દીઓ વેન્ટિલેટર પર છે તો રાજ્યમા કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 4717 થઈ છે. આજે કોરોનાથી રાજ્યમાં 1 દર્દીનુ મૃત્યુ થયું છે. કોરોનાથી કુલ 4425 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ 269955 દર્દીઓ સાજા થયા છે. ગુજરાતના 4 મહાનગરોમાં જો સૌથી વધારે ખરાબ સ્થિતિ હોય તો તે અમદાવાદ અને સુરતની છે. અમદાવાદમાં ગઈકાલે 24 કલાકમાં 200 કેસ આવ્યા છે જે 24 ડિસેમ્બર બાદના સૌથી વધારે કેસ છે. અહીં 4 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનો વધારો કરવામાં આવ્યો છે. ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કેસ વધી રહ્યા છે.

દેશમાં ગરમીની 8 રાજ્યોમાં કોરોનાના કેસ 15 દિવસમાં થયા બમણા

image source

દેશભરમાં કોરોના ફરીથી રફ્તાર વધી રહ્યો છે ત્યારે સરકારનું ટેન્શન વધી રહ્યું છે. છેલ્લા 15 દિવસમાં ગરમીનો પારો વધતા સરકારનું ટેન્શન પણ સતત વધ્યું છે. લગભગ 15 દિવસમાં દેશના 8 રાજ્યોમાં કોરોનાના કેસની સંખ્યા બમણી થઈ છે. મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, મધ્ય પ્રદેશ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક અને હરિયાણામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કુલ કેસના 63 ટકા કેસ આ રાજ્યોમાં જોવા મળી રહ્યા છે. માર્ચમાં મહામારીનો કહેર ખાસ કરીને મહારાષ્ટ્રમાં વધતો જોવા મળી રહ્યો છે.

દેશમાં કોરોનાની સ્થિતિ

image source

ભારતમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો છે પણ તેનાથી રાહત લેવાની કોઈ જરૂર નથી. દેશમાં 24 કલાકમાં 24437 કેસ નવા આવતા સરકારનું ટેન્શન વધ્યું છે. એક દિવસમાં એટલે કે 24 કલાકમાં જ 130 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. ભારતમાં કોરોનાના એક્ટીવ કેસ 2 લાખ 20 હજાર 401 થયા છે. દેશમાં રિકવર દર્દીની સંખ્યા 1 કરોડ 10 લાખ 25 હજાર 631 પહોંચી છે. દેશમાં કોરોનાથી થયેલા મોતની સંખ્યા 1 લાખ 58 હજાર 892 થઈ છે.

ગુજરાતમાં રાજ્ય સરકારે લીધો આ મોટો નિર્ણય

image source

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણને લઈને 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં નાઈટ કર્ફ્યૂને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારની સૂચના અનુસાર રાજ્યમાં આવતીકાલથી એટલે કે 17 માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. આ નિયમ 31 માર્ચ સુધી લાગી પડશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ નિયમ રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

0 Response to "PM મોદીની કાલે રાજ્યોના CM સાથેની બેઠકને લઈને અનેક ચર્ચાઓ, જાણો આખરે કેમ PM મોદીએ બોલાવવી પડી આ મીટિંગ? શું ફરીથી આવશે લોકડાઉન?"

ટિપ્પણી પોસ્ટ કરો

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel